Meesho Paid Leave Policy: ભારતની આ કંપનીમાં કર્મચારીઓને મળશે 365 દિવસની રજા અને આખેઆખો પગાર, જાણો વિગતો
Meesho Paid Leave Policy: ભારતની આ કંપનીમાં કર્મચારીઓને મળશે 365 દિવસની રજા અને આખેઆખો પગાર, જાણો વિગતો
કંપની પોતાના કર્મચારીઓને એક કે બે નહીં પરંતુ પૂરા 365 દિવસની સવેતન રજા આપી રહી છે
Jobs in Meesho: કંપની પોતાના કર્મચારીઓને એક કે બે નહીં પરંતુ પૂરા 365 દિવસની સવેતન રજા આપી રહી છે. કંપનીની આ નીતિ પર લોકો માટે વિશ્વાસ કરવો મુશ્કેલ છે, પરંતુ તે સાચું છે.
નોકરીયાત (Jobs) લોકો માટે કામ પરથી રજા લેવી એકદમ મુશ્કેલ બની જાય છે. કેટલાકને અઠવાડિયામાં એક રજા (Week off) લેવામાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સાથે જ બોસ પાસે એક દિવસની રજા (holiday) માટે જાવ તો ડર સાથે જવું પડે છે. જો કે હવે એક કંપનીએ પોતાની પોલિસીમાં ફેરફાર (Policy changes) કરીને પોતાના કર્મચારીઓને ભરપૂર રજાઓ (Paid Leave Policy) મળી શકે તેવી સુવિધાઓ આપી રહી છે.
365 દિવસની રજા
કંપની પોતાના કર્મચારીઓને એક કે બે નહીં પરંતુ પૂરા 365 દિવસની સવેતન રજા આપી રહી છે. કંપનીની આ નીતિ પર લોકો માટે વિશ્વાસ કરવો મુશ્કેલ છે, પરંતુ તે સાચું છે. મીશો નામની કંપની હવે તેના કર્મચારીઓ માટે આખું વર્ષ સવેતન રજાની પોલિસી લઈને આવી છે.
શું મીશોની નવી પોલિસી
મીશોએ તેના કર્મચારીઓ માટે મીકેર નામની નવી નીતિ શરૂ કરી છે. આ પોલિસી હેઠળ કર્મચારીઓ એક વર્ષ અથવા 365 દિવસની પેઈડ લીવનો લાભ લઈ શકે છે. આ રજાઓ મેડિકલ ઉપરાંત નોન મેડિકલ કારણોસર પણ લઈ શકાય છે. ઇકોનોમિક ટાઇમ્સના એક રિપોર્ટ અનુસાર કર્મચારીઓ પોતાના પેશનને આગળ વધારવા માટે પણ સમય કાઢી શકે છે.
ઇટીએ મિશોના સીઆરઓ આશિષ કુમાર સિંહને ટાંકીને જણાવ્યું છે કે, કંપની મોટી સંખ્યામાં લોકો આ પોલિસીનો લાભ લે તેવી અપેક્ષા રાખતી નથી. આ સાથે જ પેઈડ લીવ લેનાર કર્મચારી પણ અપ્રેઝલ સાઈકલનો ભાગ બની શકશે. રજા પરથી પરત ફર્યા બાદ કર્મચારીઓ અગાઉની સ્થિતિમાં હતા તે જ સ્થિતિમાં પાછા કામ કરી શકશે.