Sarkari Naukari 2021: મિશ્ર ધાતુ નિગમ લિમિટેડ (Mishra Dhatu Nigam Limited) દ્વારા જૂનિયર આસિસ્ટન્ટ (Junior Assistant) અને જૂનિયર સિક્યુરિટી ઇન્સ્પેક્ટર (Junior Security Inspector) સહિત વિભિન્ન પદો પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પદો માટે ઉમેદવાર કંપનીનો ઓફિશિયલ વેબસાઇટ midhani-india.in પર જઈને અરજી કરી શકે છે. કુલ 64 ખાલી પદો માટે ભરતી પ્રક્રિયા (MDNL Recruitment 2021) હાથ ધરવામાં આવી રહી છે.
આ પદો પર થશે ભરતી
હોદ્દો
પદ
જેઓટી
25 પદ
એસઓટી
15 પદ
જૂનિયર આસિસ્ટન્ટ
10 પદ
જૂનિયર સિક્યરિટી ઇન્સ્પેક્ટર
6 પદ
રોલર ચૂલ્હા ભટ્ટી ઓપરેટર
1 પદ
કોલ્ડ લેવલર ઓપરેટર
1 પદ
ક્રેન ઓપરેટર
1 પદ
લૈડલ મેન
1 પદ
ઓપરેટર
1 પદ
ચાર્જર ઓપરેટર
1 પદ
રાફ્રક્ટોરી મેસન
2 પદ
શૈક્ષણિક લાયકાત (Educational Qualification)
એસઓટી પદો પર અરજી કરનારા ઉમેદવારોની પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીથી સંબંધિત ટ્રેડમાં ડિપ્લોમા (Diploma) હોવો જોઈએ. બીજી તરફ, ક્રેન ઓપરેટર અને ઓપરેટરના પદો પર અરજી કરનારા ઉમેદવારોએ ધોરણ-10 પાસ (SSC Pass) કરેલું હોવું જોઈએ. જેઓટી પદો માટે ધોરણ-10 પાસની સાથે ઉમેદવારની પાસે સંબંધિત ટ્રેડમાં આઇટીઆઇ (ITI) કરેલું હોવું જોઈએ.
ઉંમર મર્યાદા (Age Limit)
આ પદો માટે અરજી કરનારા ઉમેદવારની ઉંમર 30 વર્ષથી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉમેદવારની ઉંમરની ગણતરી 4 સપ્ટેમ્બર 2021થી કરવામાં આવશે.
આ પદો પર ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા અને ટ્રેડ ટેસ્ટના માધ્યમથી કરવામાં આવશે. ઉમેદવાર ભરતી સંબંધિત વધુ જાણકારી માટે જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનને જોઈ શકે છે.
નૌસેનાના શિપયાર્ડમાં ધોરણ-10 પાસ માટે નોકરીની તક, આવી રીતે કરો અરજી
ભારતીય નૌસેના (Indian Navy)ના નેવલ શિપ રિપેર શિપયાર્ડ, બાલિર માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ટ્રેડ્સમેન પદો પર ભરતીમાં કુલ 300 વેકન્સી છે. તેમાં મશીનિસ્ટ, પ્લમ્બર, પેઇન્ટર, ટેલર, વેલ્ડર, મિકેનિક, ઇલેક્ટ્રીશિયન જેવા પદો પર ભરતી કરવામાં આવશે. તેના માટે એક્સ નેવલ ડાયકયાર્ડ અપ્રેન્ટિસ અરજીની જાહેરાત બહાર પડ્યાથી 50 દિવસની અંદર અરજી કરી શકે છે. આ ભરતીની જાહેરાત 20થી 27 ઓગસ્ટના રોજગાર સમાચાર પત્રમાં પ્રકાશિત થઈ છે. નેવલ શિપ રિપેર શિપયાર્ડ ભરતી માટે લઘુત્તમ યોગ્યતા ધોરણ-10 પાસ છે. સાથોસાથ અંગ્રજી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. આ ઉપરાંત સંબંધિત ટ્રેડમાં એપ્રેન્ટિસ કરેલું હોવું જોઈએ. કે પછી સેના, વાયુસેના કે એરફોર્સની ટેક્નીકલ બ્રાન્ચમાં મિકેનિક કે તેની સમકક્ષ પદ પર બે વર્ષની નિયમિત સર્વિસ કરેલી હોવી જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર