Home /News /career /

JOBS: TCSમાં MBA ફ્રેશર્સ માટે નોકરીની ભરતી, જાણો એપ્લાય કરવાની તારીખ

JOBS: TCSમાં MBA ફ્રેશર્સ માટે નોકરીની ભરતી, જાણો એપ્લાય કરવાની તારીખ

ટીસીએસમાં નોકરી માટેની ઉત્તમ તક

TCS Jobs: જો તમે એમબીએ ફ્રેશર્સ છો અને સાથે એન્જિનિયરીંગ કર્યુ છે તો આ નોકરી તમારા માટે છે.

    મુંબઈ સ્થિત ઈન્ફોર્મેશન ટેકનોલોજી (IT Jobs in TCS) સર્વિસ ફર્મ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS Jobs) માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA Jobs in TCS) ફ્રેશર્સ પાસેથી નોકરીની અરજીઓ મંગાવી રહી છે જે વિદ્યાર્થીઓનું પાસિંગ વર્ષ 2020, 2021 અને 2022 છે. મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ્સ માટે સારી તક છે. નોકરી માટે ઈચ્છુક ઉમેદવારોએ ટીસીએસના ટીસીએસ નેક્સ્ટ પોર્ટલ પર જઈને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ ઉમેદવારોએ ત્યાં લોગીન રજિસ્ટ્રેશનકરી અને પોતાનો બાયોડેટા વગેરે નાખવાનું રહેશે. ત્યારબાદ લેખિત પરીક્ષા માટે શોર્ટ લીસ્ટ થયેલા ઉમેદવારોને બોલાવવામાં આવશે અને તેમનો ઇન્ટરવ્યૂ યોજાશે.

    કંપનીના એક નિવેદનમાં જણાવ્યા મુજબ, "નોંધપાત્ર કારકિર્દી માટેની તક આપવામાં આવી રહી છે. જો તમારું અભ્યાસમાંથી પાસ થવાનું વર્ષ (YOP) 2020,2021 અને 2022 છે તો આખા દેશના કોઈ પણ ખુણેથી તમારા માટે નોકરીની આ મોટી તક છે.

    આવી રીતે કરો એપ્લાય

    • TCS નેક્સ્ટ સ્ટેપ પર લોગીન કરો

    •  MBA હાયરિંગ માટે રજિસ્ટ્રેશન કરો

    • જો તમે પહેલાંથી જ ટીસીએસ પોર્ટલ પર એક રજિસ્ટર્ડ યૂઝર છો તો

    • એપ્લિકેશન ફોર્મ ભરો અને ‘Apply For Drive’ પર ક્લિક કરો

    • જો તમે એક નવા યૂઝર છો તો તમે તમારું રજિસ્ટ્રેશન કરાવો અને કેટેગરી તરીકે ‘IT’ પસંદ કરો. તમારું એપ્લિકેશન ફોર્મ ભરો અને ‘Apply For Drive’ પર ક્લોક કરો

    • તમે રિમોટ ટેસ્ટ મોડ સિલેક્ટ કરી શકો છો અને ત્યારબાદ એપ્લાય પર ક્લિક કરો





































    પોસ્ટ :
    એમબીએ ફ્રેશર્સ




    શિક્ષણ :
    BE+ MBA/MMS/ PGDBA/PGDM/ Course - Marketing / Finance / Operations / Supply Chain Management / Information Technology / General Management / Business Analytics / Project Management
    ટકાવારી : એગ્રિગેટ 60 ટકા
    પસંદગીની પ્રક્રિયા : ટેસ્ટ + ઈન્ટરવ્યૂ
    આવેદન શુલ્ક : નિશુલ્ક
    એપ્લાય કરવાની અંતિમ તારીખ : : 9 નવેમ્બર




    ઓનલાઇન એપ્લાય કરવા :
    https://nextstep.tcs.com/campus/#/

    ટેસ્ટ માટેની યોગ્યતા

    ઉંમર : આ નોકરી માટે 18 વર્ષ ઓછામાં ઓછી ઉંમર અને 28 વર્ષ વધુમાં વધુ ઉંમર હોવી અનિવાર્ય છે.

    શૈક્ષણિક લાયકાત : આ નોકીર માટે 2 વર્ષનો MBA/MMS/ PGDBA/PGDM/ Course - Marketing / Finance / Operations / Supply Chain Management / Information Technology / General Management / Business Analytics / Project Management કરેલો હોવો અનિવાર્ય છે.

    ટકાવારી : એમબીઓમાં તમામ સેમેસ્ટરના એગ્રીગેટ 60 ટકા કે તેથી વધુ હોવા અનિવાર્ય છે. આ 60 ટકા ધોરણ 10-12 અને પોસ્ટગ્રેજ્યુએશનમાં પણ અનિવાર્ય છે.

    બેકગ્રાઉન્ડ : બીઈ-બીટેક કરેલા ઉમેદવારોએ એમબીએ કર્યુ હોવું અનિવાર્ય છે.

    ટેસ્ટની માહિતી

    આ નોકરી માટે એક 90 મિનિટની એપ્ટિટ્યૂડ ટેસ્ટ લેવાશે. ટેસ્ટમાં 47 પ્રશ્નો પૂછવામાં આવશે. ટેસ્ટમાં વર્બલ એપ્ટીટ્યૂડના 7 સવાલો હશે, ક્વોન્ટિટીવ એપ્ટિટ્યૂડના 20 સવાલો હશે અને બિઝનેસ એપ્ટિટ્યૂડના 20 સવાલો હશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs, Tata Consultancy Service, TCS

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन