Home /News /career /Career Tips: ધોરણ12 બાદ સીધા MBAમાં એડમિશન મેળવી બનવો તમારું કરિયર, ફી સાથે સમયની પણ થશે બચત

Career Tips: ધોરણ12 બાદ સીધા MBAમાં એડમિશન મેળવી બનવો તમારું કરિયર, ફી સાથે સમયની પણ થશે બચત

ધોરણ12 બાદ સીધા MBAમાં એડમિશન મેળવી બનવો તમારું કરિયર

    MBA After 12th: 12મા પછી વિદ્યાર્થીઓના મનમાં સવાલ રહે છે કે તેઓ કયા ફિલ્ડમાં કરિયર બનાવે અને તે માટે કયો કોર્સ કરવો. (MBA course details) MBA કરવું એ ઘણા વિદ્યાર્થીઓનું સપનું હોય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે 12મા ધોરણ પછી સીધા જ MBA કરી શકાય છે. (best course for 12 commerce) આ માટેની તમામ માહિતી અહીં શેર કરવામાં આવી છે.

    તમને જણાવી દઈએ કે ભારતમાં એવી ઘણી કોલેજો છે, જે 12માં પછી પાંચ વર્ષ અથવા સાડા પાંચ વર્ષ સુધી MBA કોર્સ ઓફર કરે છે. (MBA after 12commerce) અહીં 12મા પછી સીધા BBA અને MBA નો સંયુક્ત કોર્સ છે. ચાલો જાણીએ આ કોર્સ કરવાના ફાયદાઓ વિશે.

    12મા પછી MBA કરવાના ફાયદા:


    જે વિદ્યાર્થી 12મા પછી સીધા MBA કરે છે તેઓને ઘણા ફાયદા થઇ શકે છે જેમ કે,


    સમયની બચત


    જો કોઈ વિદ્યાર્થીએ MBA કરવાનું વિચાર્યું હોય તો તે 12મા પછી સીધા જ આ પ્રોગ્રામમાં એડમિશન લઈ શકે છે. આમ કરવાથી તેઓ સમય બચાવે છે. બીજી તરફ, અન્ય કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન કરવા અને એડમિશન લેવા માટેની તૈયારી કરવા માટે 4 વર્ષનો સમય લાગે છે અને તે પછી 2 વર્ષ MBA કરે છે, એટલા માટે આ 5 વર્ષનો કોર્સ વિદ્યાર્થીઓનો સમય બચાવે છે.

    આ પણ વાંચો: Career Tips: ગ્રેજ્યુએશન બાદ કરો આ કોર્ષ, મોભાદાર નોકરી સાથે મળશે સારા પૈસા

    અનુભવ


    જે વિદ્યાર્થીઓ 12 પછી MBA કરે છે, તેઓ માત્ર 5 વર્ષ માટે જ બિઝનેસ સ્ટડી કરે છે, પછી તેમને તેમાં ઘણો અનુભવ મળે છે. જે 2 વર્ષના MBA કોર્સ કરતા વધુ સારો છે.

    ફી ની બચત


    જ્યારે વિદ્યાર્થી પહેલા ગ્રેજ્યુએશન કરે છે અને પછી બે વર્ષ માટે MBA કરે છે, આ સમય દરમિયાન વિદ્યાર્થીઓ પાસેથી ઘણી ફી લેવામાં આવે છે. 2 વર્ષના MBA માટેની ફી ઘણી વધારે છે. પરંતુ જો કોઈ 12મા પછી સીધા જ MBA કરે છે તો તેમને ફી ઓછી ચૂકવવી પડશે.

    લાયકાત


    જો વિદ્યાર્થીઓ 12મા પછી સીધા MBA માં તમારે એડમિશન લેવું હોય તો તેમના માટે નીચે મુજબની લાયકાત હોવી ખૂબ જ જરૂરી છે.
    1. MBA કરવા માટે વિદ્યાર્થીના 12મામાં 60 ટકા માર્ક્સ હોવા ફરજિયાત છે.
    2. MBA માટે સારી કોલેજમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરવી પડે છે.
    3. કેટલીક કોલેજોમાં, પ્રવેશની પ્રક્રિયા સંપૂર્ણપણે અલગ હોય છે, જેમ કે પર્સનલ ઇન્ટરવ્યુ, કાઉન્સેલિંગ વગેરે. ક્લિયર થયા પછી જ પ્રવેશ આપવામાં આવે છે.
    Published by:Krunal Rathod
    First published:

    Tags: Career Guidance, Career tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन