માસ કૉમ્યુનિકેશન ભણીને પત્રકાર થવું છે? આ છે દેશની ટૉપ-10 કૉલેજ અને યુનિવર્સિટી

માસ કૉમ્યુનિકેશન ભણીને પત્રકાર થવું છે? આ છે દેશની ટૉપ-10 કૉલેજ અને યુનિવર્સિટી
જર્નાલિઝમ અને માસ કૉમ્યુનિકેશનના ક્ષેત્રમાં છે અપાર તકો, આ સંસ્થાઓ છે બેસ્ટ

માસ કૉમ્યુનિકેશનના કોર્સમાં એડમિશન માટે ધોરણ 12 પાસ થયેલા હોવું આવશ્યક છે. ત્યારબાદ તમે જર્નાલિઝમ અથવા માસ કૉમ્યુનિકેશનનો અભ્યાસ કરી શકો છો.

 • Share this:
  નવી દિલ્હી : આજકાલ માસ કૉમ્યુનિકેશન (Mass Communication) કોર્સની ડિમાન્ડ ખૂબ વધી ગઈ છે. ધોરણ 12 બાદ અનેક સ્ટુડન્ટ્સ માસ મીડિયાના અભ્યાસક્રમમાં પ્રવેશ લઈને મીડિયાાં (Media) કરિયર બનાવવા માંગે છે. આમ તો આ કોર્સ ઑફર કરતી સંસ્થાઓની દેશમાં સહેજ પણ અછત નથી પરંતુ આજે અમે દેશની ટોપ -10 કૉમ્યુનિકેશન અને મીડિયા સ્ટડીઝ સંસ્થાઓ વિશે માહિતી આપીશું. આ ઉપરાંત આ ક્ષેત્રમાં અભ્યાસબાદ શું તક છે તેના વિશે પણ ચર્ચા કરીશું.

  આ છે દેશની ટૉપ-10 સંસ્થાઓ  1. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કૉમ્યુનિકેશન , નવી દિલ્હી (IIMC)
  2. જામિયા મિલ્લિયા ઈસ્લામિયા, નવી દિલ્હી (JMI)
  3.માખનલાલ ચતુર્વેદિ યુનિવર્સિટી, ભોપાલ (MCU)
  4.સિમ્બોસિસ ઇન્સ્ટિટ્યુટ ઑફ કૉમ્યુનિકશન, પુણે (SIC)
  5મણિપાલ યુનિવર્સિટી સ્કુલ ઑફ કૉમ્યુનિકેશન, મણીપાલ
  6.બનારસ હિંદુ યુનિવર્સિટી, બનારસ BHU)
  7 અલગીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, અલીગઢ (AMU)
  8. કુરૂક્ષેત્ર યુનિવર્સિટી
  9. અલાહબાદ યુનિવર્સિટી
  10 .દિલ્હી યુનિવર્સિટી

  આ પણ વાંચો : GPSCની 53 પરીક્ષાઓનું કેલેન્ડર જાહેર, જાણો પરીક્ષાઓની અને હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની તારીખો

  ગુજરાતમાં તકો

  આ કોર્સિસ કરવા માટે રાજ્યમાં તમામ યુનિવર્સિટી સંલગ્ન આ અભ્યાસક્રમો શરૂ છે. જેમાં ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરોડા, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સિટી પાટણમાં યુનિવર્સિટીના જર્નાલિઝમ વિભાગ દ્વારા જ અભ્યાસક્રમો શરૂ છે. આ ઉપરાંત એમ.એસ. યુનિવર્સિટીને બાદ કરતા રાજ્યની અન્ય યુનિવર્સિટીને સંલગ્ન ખાનગી કૉલેજોમાં પણ આ કોર્સ કાર્યરત છે. આ ઉપરાંત અમદાવાદની મુદ્રા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કૉમ્યુનિકેશન પણ માતબર સંસ્થા તરીકે માનવામાં આવે છે.

  આ પણ વાંચો : ધોરણ 12માં ઓછા ટકા આવે અને ધાર્યુ પરિણામ ન આવે તો ચિંતા ન કરશો, આ Course પર કરો નજર

  યોગ્યતા : ધોરણ 12 પછી કૉમ્યુનિકેશન અને મીડિયા સ્ટડીસના કોઈ પણ કોર્સમાં સ્નાતક કક્ષાએ પ્રવેશ મળી શકે છે અને ત્યારબાદ અનુસ્નાતક કક્ષાએ (માસ્ટર્સ ડિગ્રી)માં પ્રવેશ મળી શકે છે.

  આ પણ વાંચો : JOBS Alert : એલન મસ્કની કંપનીમાં કામ કરવાની તક, એક મહિનો ચાલશે ભરતી, જાણો ડિટેલ્સ

  વ્યવસાય લક્ષી તકો : આ અભ્યાસક્રમોમાં ઉતિર્ણ થયા બાદ અનેક ક્ષેત્રોમાં નોકરી મળે છે. પ્રેસ-ટીવી મીડિયા અને આજકાલ હરણફાળ ભરતું ઇન્ટરનેટ જર્નાલિઝમ આપની રાહ જોઈ રહ્યું છે. આ ઉપરાંત પબ્લિક રિલેશનના ક્ષેત્રમાં અને જાહેરાત વિભાગમાં નોકરીઓ મળી શકે છે. કોર્પોરેટ કંપનીઓમાં કોર્પોરેટ કૉમ્યુનિકેશન વિભાગમાં આ કોર્સ કરેલા વિદ્યાર્થીઓને સારા પગારની નોકરીઓ મળતી હોય છે.
  Published by:Jay Mishra
  First published:June 25, 2021, 07:42 IST

  ટૉપ ન્યૂઝ