Home /News /career /

UPSC Exam: UPSCની પ્રીલિમ્સ પરીક્ષા પહેલા આ રીતે દૂર કરો તમારો ડર, મળશે બેસ્ટ પરિણામ

UPSC Exam: UPSCની પ્રીલિમ્સ પરીક્ષા પહેલા આ રીતે દૂર કરો તમારો ડર, મળશે બેસ્ટ પરિણામ

આ વર્ષે યુપીએસસી સીએસઈ પ્રીલિમ્સ (UPSC CSE Prelims) 5 જૂનના રોજ યોજાઈ રહી છે

UPSC Prelims Exam 2022 - પરીક્ષાની તૈયારી દરમિયાન તમારા મન અને શરીર બંને સ્વસ્થ અને સકારાત્મક રાખવાની ખાસ જરૂર છે. તે માટે તમે કસરત, મેડિટેશન કે તમારી કોઇ પસંદગી યુક્ત વસ્તુ કે પ્રવૃતિ કરી શકો છો

UPSC દ્વારા લેવામાં આવતી સિવિલ સર્વિસીસ પરીક્ષા (Civil Services Examination) એ ભારતીય વહીવટી સેવા (Indian Administrative Service), ભારતીય વિદેશ સેવા (Indian Foreign Service) અને ભારતીય પોલીસ સેવા (Indian Police Service) સહિત ભારત સરકારની ઉચ્ચ સિવિલ સેવાઓમાં ભરતી થવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે સૌથી પ્રખ્યાત પરીક્ષાઓમાંની એક છે. આ પરીક્ષા મુખ્યત્વે ઇતિહાસ, રાજનીતિ, અર્થશાસ્ત્ર, ભૂગોળ, નૈતિકતા જેવા વિષયોનો સમાવેશ થાય છે, અને જે વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક પરીક્ષામાં પાસ થયા છે તેમના માટે કારકીર્દીના અનેક માર્ગો ખુલ્યા છે. આ વર્ષે યુપીએસસી સીએસઈ પ્રીલિમ્સ (UPSC CSE Prelims) 5 જૂનના રોજ યોજાઈ રહી છે. તેવામાં ઘણી વિદ્યાર્થીઓ પરીક્ષાનો ડર અને એન્ઝાઇટી (How to manage Exam Anxiety) અનુભવતા હશે. જેનાથી બચવા અહીં પાંચ ટિપ્સ (Tips) જણાવવામાં આવી છે.

તમારી જાતને તૈયારીમાં રાખો

એન્ઝાઇટીથી બચવા સૌથી સરળ રીત છે કે તમારી જાતને હંમેશા તૈયારીમાં રાખો. તમારી તૈયારી પૂરતી હશે તો તમે વધુ આત્મવિશ્વાસ અનુભવશો. ઉમેદવારોએ યાદ રાખવું જોઈએ કે પરીક્ષા પહેલાં કંઈપણ નવું વાંચવું નહીં અને તેના બદલે જે પહેલેથી જ અભ્યાસ કર્યો છે તેનું રિવિઝન કરવું જોઇએ.

મોક ટેસ્ટ આપો

પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે તેના સમાધાન માટે ઉમેદવારોએ મોક ટેસ્ટ આપી જોઇએ. તેનાથી તમારો આત્મવિશ્વાસ પણ વધુ દ્રઢ બનશે. મોક ટેસ્ટ કઇ રીતે આપવી તે જાણવું પણ ખૂબ જરૂરી છે. મોક ટેસ્ટનું માળખું વાસ્તવિક પરીક્ષાઓની સમાન જ રાખવામાં આવે છે. જેમાં સિલેબસ, વિષયો, સમય મર્યાદા, પ્રયાસ કરવાના પ્રશ્નોની સંખ્યા અને માર્કિંગ પદ્ધતિનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો -  યૂપીએસસીનું ફાઇનલ પરિણામ જાહેર, શ્રૃતિ શર્માને પ્રથમ રેન્ક

આયોજન કરો અને તેને વળગી રહો

પરીક્ષાની તૈયારી કરતી સમયે પૂર્વ આયોજન કરવા એક જર્નલ જરૂર રાખો અને તેનું ટાઇમટેબલ અનુસરો. તમારા ટાર્ગેટ તેવા સેટ કરો જેને મેળવી શકાય અને તમારો આત્મવિશ્વાસ પણ વધે. જો લક્ષ્ય શરૂઆતમાં ખૂબ જ મહત્વાકાંક્ષી અને પડકારજનક રાખશો, તો તે પ્રાપ્ત ન થવાથી તમે નિરાશ અને અસ્થિર શઇ શકો છો. અને અહીં જ ઘણા ઉમેદવારો હિંમત હારી બેસે છે. તેથી આયોજનબદ્ધ અને વિગતવાર ટાઇમટેબલ રાખવું ખૂબ જરૂરી છે.

લોજીસ્ટિક્સ તૈયાર કરો

તૈયારી ન થવાથી તમારી ચિંતા વધશે. અંતિમ પરીક્ષાના ટાઇમટેબલની સમીક્ષા કરવી મહત્વપૂર્ણ છે જેથી ઉમેદવારોને ખબર પડે કે તેઓ ક્યારે અને ક્યાં પરીક્ષા આપશે. તેથી પરીક્ષા માટે જરૂરી દરેક તૈયારી ઉમેદવાર કરી શકશે. એ યાદ રાખવું કે ઉમેદવારો માટે એ સામાન્ય બાબત છે કે તેઓ પરીક્ષાખંડમાં પ્રવેશ્યા પછી પોતે વાંચેલી કોઈ પણ બાબતને યાદ કરી શકતા નથી. તમારા મનને આ સમયે શાંત રાખો.

પોઝિટિવ રહો, સ્વસ્થ રહો

પરીક્ષાની તૈયારી દરમિયાન તમારા મન અને શરીર બંને સ્વસ્થ અને સકારાત્મક રાખવાની ખાસ જરૂર છે. તે માટે તમે કસરત, મેડિટેશન કે તમારી કોઇ પસંદગી યુક્ત વસ્તુ કે પ્રવૃતિ કરી શકો છો. આ સિવાય સમયસર અને પૂરતી ઊંઘ લેવી અને હેલ્થી ડાયટ ફોલો કરવું પણ ખૂબ જરૂરી છે.
First published:

Tags: Career and Jobs, Career News, Career tips, UPSC

આગામી સમાચાર