Home /News /career /

Vadodara: સરકારી કોલેજોમાં ફિજીયોથેરાપીની પ્રવેશ પ્રક્રિયામાં ગેરનીતિ સામે આવી

Vadodara: સરકારી કોલેજોમાં ફિજીયોથેરાપીની પ્રવેશ પ્રક્રિયામાં ગેરનીતિ સામે આવી

સરકારી

સરકારી કોલેજોને બાકી પડેલી સીટોને રાખીને વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મૂક્યું..

સરકારી પેરા મેડિકલ પ્રવેશપ્રક્રિયામાં ફિજીયોથેરાપીની સરકારી કોલેજોમાં બાકી રહેલી સીટો પરની પ્રવેશ પ્રક્રિયા પૂરી કરવા બાબતે અખિલ ભારતીય વિધ્યાર્થી પરિષદ દ્વારા વડોદરા કલેક્ટરને આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી.

    વડોદરા: સરકારી પેરા મેડિકલ પ્રવેશ પ્રક્રિયામાં ફિજીયોથેરાપીની (Physiotherapy) સરકારી કોલેજોમાં (Government College) બાકી રહેલી સીટો પરની પ્રવેશ પ્રક્રિયા પૂરી કરવા બાબતે અખિલ ભારતીય વિધ્યાર્થી પરિષદ (Akhil Bharatiya Vidhyarthi parisad) દ્વારા વડોદરા કલેક્ટરને આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી.

    કોરોનાકાળને કારણે પેરા મેડિકલની વર્ષ- 2021ની પ્રવેશપ્રક્રિયા વર્ષ -2022 એપ્રિલ માસમાં પૂર્ણ થઈ.

    અખિલ ભારતીય વિધ્યાર્થી પરિષદ છેલ્લા 74 વર્ષોથી રાષ્ટ્રહિત માટે કાર્યરત વિદ્યાર્થી સંગઠન છે. કોરોનાકાળને કારણે પેરા મેડિકલની વર્ષ- 2021ની પ્રવેશપ્રક્રિયા વર્ષ -2022 એપ્રિલ માસમાં પૂર્ણ થઇ છે. આટલા લાંબા સમય પછી પણ પેરા મેડિકલની પ્રવેશપ્રક્રિયા અડધેથી તરછોડાયેલી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

    કુલ 462 સરકારી સીટો પૈકી 404 સીટો પેરા મેડિકલ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ભરાયેલી છે.


    ફિજીયોથેરાપી અંતર્ગત સમગ્ર રાજ્યમાં કુલ પાંચ સરકારી કોલેજો પૈકીઅમદાવાદ, વડોદરા, સુરત, જામનગર તથા દાહોદ ખાતે આવેલ છે. જેમાં કુલ 462 સરકારી સીટો પૈકી 404 સીટો પેરા મેડિકલ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ભરાયેલી છે. બાકીની સીટો પર પ્રવેશ પ્રક્રિયા અટકાવવામાં આવી છે. જેના પરિણામે વિધ્યાર્થીઓનું ભાવિ સાથે ચેડાં કરવામાં આવી રહ્યાં હોય તેવું જણાય છે.સરકાર ખાનગી કોલેજોને વધુ મહત્વ આપતી હોય છે.

    આ પણ વાંચો: સુરત: દારૂ માટે નવો જુગાડ! 2 કપલ કારમાં કરતા દારૂની હેરાફેરી, ચોર ખાના જોઈ પોલીસ પણ ચોંકી

    ખાલી પડેલી 70 જેટલી બેઠકો તાત્કાલિક ધોરણે ભરવાની માંગ સાથે વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી કલેક્ટરને રજૂઆત.

    જ્યારે સરકારી કોલેજોને બાકી પડેલી સીટોને રાખીને વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મૂક્યું છે. ત્યારે અખિલ ભારતીય વિધ્યાર્થી પરિષદ દ્વારા પેરા મેડિકલના વિધ્યાર્થીઓ સાથે વડોદરા કલેક્ટરશ્રીને આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી અને ખાલી પડેલી 70 જેટલી બેઠકો તાત્કાલિક ધોરણે ભરવાની માંગ સાથે વિધ્યાર્થીઓને ન્યાય મળે તેની રજૂઆત કરવામાં આવી હતી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Vadodara, વડોદરા શહેર

    આગામી સમાચાર