Home /News /career /Career : ડેટા સાયન્ટિસ્ટ કે સાયબર સિક્યોરીટી એક્સપર્ટ? જાણો કયો કરિયર ઓપ્શન છે બેસ્ટ

Career : ડેટા સાયન્ટિસ્ટ કે સાયબર સિક્યોરીટી એક્સપર્ટ? જાણો કયો કરિયર ઓપ્શન છે બેસ્ટ

બેસ્ટ કરિયર ઓપ્શન

ડેટામાંથી જાણકારી મેળવવાની પ્રોસેસને ડેટા સાયન્સ કહેવાય છે. મશીન લર્નિંગ, સ્ટેટિસ્ટિક્સ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ જેવી મેથડ્સ દ્વારા ડેટા સાયન્ટિસ્ટ મોટા પ્રમાણમાં ડેટાને એનાલિસીસ કરે છે. આજકાલ બિઝનેસમાં ડેટા સાયન્ટિસ્ટની માંગ ખૂબ વધારે છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • ahmedabad (Ahmedabad) [Ahmedabad], India
આજના ટેક્નોલોજીથી સંપન્ન યુગમાં સાયબર સિક્યુરિટી અને ડેટા સાયન્સ એ બંને ક્ષેત્રોએ અસામાન્ય વૃદ્ધિ દર્શાવી છે અને કારકિર્દીની અનેક તકો પ્રદાન કરે છે. બે ક્ષેત્રો વચ્ચે નિર્ણય લેવો મુશ્કેલ છે, કારણ કે બંનેના વિશિષ્ટ ખાસિયતો અને ફાયદા છે. કમ્પ્યુટર સિસ્ટમ અને નેટવર્કને અનધિકૃત એક્સેસ, ઉપયોગ, વિક્ષેપ, ફેરફાર અથવા ખરાબ અસરથી સુરક્ષિત રાખવું તેને સાયબર સિક્યોરીટી કહેવાય છે. સિસ્ટમને સુરક્ષિત રાખવા માટે સાયબર સિક્યોરીટી એક્સપર્ટ ફાયરવોલ્સ, ઇન્ટ્રૂશન ડિટેક્શન સિસ્ટમ્સ અને એન્ક્રિપ્શન જેવી અનેક ટેક્નિકનો ઉપયોગ કરે છે. આજે સાયબર એટેક થવા ખૂબ સામાન્ય બની ગયા છે અને તેથી જ સાયબર સિક્યોરીટી એક્સપર્ટ ખૂબ ડિમાન્ડમાં રહે છે.

ડેટામાંથી જાણકારી મેળવવાની પ્રોસેસને ડેટા સાયન્સ કહેવાય છે. મશીન લર્નિંગ, સ્ટેટિસ્ટિક્સ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ જેવી મેથડ્સ દ્વારા ડેટા સાયન્ટિસ્ટ મોટા પ્રમાણમાં ડેટાને એનાલિસીસ કરે છે. આજકાલ બિઝનેસમાં ડેટા સાયન્ટિસ્ટની માંગ ખૂબ વધારે છે.

ચાલો જાણીએ શેમાં છે સારો કરિયર સ્કોપ સાયબર સિક્યોરીટીમાં કે ડેટા સાયન્સમાં?

આ પણ વાંચો - ધોરણ 12 પછી આ 5 કરિયર ઓપ્શન બની શકે છે બેસ્ટ ચોઇસ, મળશે આકર્ષક પગાર

તમારો ઇન્ટરેસ્ટ


જે લોકોને કમ્પ્યુટર કે નેટવર્ક પર સાયબર એટેક્સને અટકાવતા આવડે તેના માટે આ પ્રોફેશન બેસ્ટ છે. જ્યારે ડેટાને કઇ રીતે મેળવવા અને સમસ્યાઓના સમધાનમાં તેનો ઉપયોગ કઇ રીતે કરવો તે જાણતા હોય તેમના માટે ડેટા સાયન્ટિસ્ટ એક બેસ્ટ ઓપ્શન છે.

પગાર અને નોકરીની તકો


બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સના જણાવ્યા અનુસાર, સાયબર સિક્યોરિટી એક્સપર્ટ્સનું સરેરાશ વાર્ષિક વેતન $103,590 છે. જ્યારે ડેટા સાયન્ટિસ્ટને સરેરાશ વાર્ષિક પગાર $122,840 મળે છે. બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સના અનુમાનો અનુસાર, 2023 અને 2030ની વચ્ચે સાયબર સિક્યોરિટી એક્સપર્ટની સંખ્યામાં 33 ટકાનો વધારો થશે. આ દરમિયાન ડેટા સાયન્ટિસ્ટની રોજગારીમાં 22%નો વધારો થવાની ધારણા છે.

આ પણ વાંચો - જો તમે પણ ધરાવો છો ઈન્ટ્રોવર્ટ પર્સનાલિટી, તો આ છે તમારી માટે બેસ્ટ 5 કરિયર ઓપ્શન


ટ્રેઇનિંગ અને એજ્યુકેશન


ડેટા સાયન્સ અથવા સાયબર સિક્યોરીટીનો પ્રોફેશન વિવિધ અભ્યાસક્રમો દ્વારા કરી શકાય છે. કેટલાક લોકો ડેટા સાયન્સ અથવા સાયબર સિક્યુરિટીમાં બેચલર ડિગ્રી પૂર્ણ કરે છે. તો અમુક લોકો ડેટા સાયન્સ અથવા સાયબર સિક્યોરિટીમાં માસ્ટર ડિગ્રી મેળવતા પહેલા કમ્પ્યુટર સાયન્સ જેવા સંબંધિત વિષયમાં બેચલર ડિગ્રી પૂર્ણ કરે છે. જ્યારે ઘણા બધા ક્લાસિસ અને ઓનલાઇન ટ્રેનિંગ કોર્સિસ છે જે તમને ડેટા સાયન્સ અથવા સાયબર સિક્યોરીટીમાં કરિયન બનાવવા માટે જરૂરી નોલેજ અને ક્ષમતાઓ પ્રદાન કરી શકે છે.
First published:

Tags: Career and Jobs