Home /News /career /Career In Stock Market: શેર માર્કેટમાં કારકિર્દી બનાવવા કયો કોર્સ કરવો, જાણો જોબ પ્રોફાઈલ અને પગાર ધોરણ

Career In Stock Market: શેર માર્કેટમાં કારકિર્દી બનાવવા કયો કોર્સ કરવો, જાણો જોબ પ્રોફાઈલ અને પગાર ધોરણ

જો તમારે સ્ટોક બ્રોકર બનવું હોય, તો તેના માટે ભારતમાં ઘણી સંસ્થાઓ આ પ્રકારના તમામ કોર્સ શીખવાડી રહી છે (પ્રતિકાત્મક તસવીર)

Career In Stock Market : આ ફિલ્ડમાં કારકિર્દીના ઘણા વિકલ્પો તમારી પાસે રહેલા છે. સ્ટોક એક્સચેન્જ, રેગ્યુલેટરી ઓથોરિટી, વિદેશી રોકાણ કંપનીઓ, ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્સી, મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ, બ્રોકર કંપનીઓ, વીમા એજન્સીઓ, બેંકો વગેરેમાં નોકરી મેળવી શકો છો

વધુ જુઓ ...
career In Stock Market: જો તમારે સ્ટોક બ્રોકર બનવું હોય, તો તેના માટે ભારતમાં ઘણી સંસ્થાઓ આ પ્રકારના તમામ કોર્સ શીખવાડી રહી છે. (career at commerce)  આ ફિલ્ડમાં કરિયર બનાવવા માટે સ્ટોક બ્રોકર કોમર્સ, એકાઉન્ટન્સી, ઇકોનોમિક્સ, સ્ટેટિસ્ટિક્સ અથવા બિઝનેસ મેનેજમેન્ટ વગેરે જેવા વિષયમાં અભ્યાસ કરી શકે છે.  (career Tips) આ સાથે ઉમેદવારને શેરબજારનું બહોળું જ્ઞાન હોય તે આવશ્યક છે. તમે આ કોર્સમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરી શકો છો. (Job at stock exchange)

તમે કઈ પ્રોફાઇલ પર જોબ કરી શકો છો?


આ કરિયરમાં વ્યક્તિ ઇક્વિટી ડીલર્સ, ઇક્વિટી ટ્રેડર્સ, ઇક્વિટી એડવાઈઝર, સ્ટોક એડવાઈઝર, વેલ્થ મેનેજર્સ, ફાઇનાન્શિયલ એનાલિસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ એડવાઈઝર, સિક્યુરિટી એનાલિસ્ટ અને રિસ્ક મેનેજર તરીકે નોકરીની માટેની પુષ્કળ તકો મળી શકે છે.

સ્ટોક બ્રોકર માટે લાયકાત


શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો, જો ઉમેદવારો કોમર્સ સ્ટ્રીમમાંથી આવે છે, તો આ ફિલ્ડ તેમના માટે વધુ સારી રહેશે. જો તમારે 12મા ધોરણમાં કોમર્સમાં 55 ટકા માર્ક્સ હોય તો તમે તેમાં UG, PG જેવી ડિગ્રી મેળવી શકો છો. આ ઉપરાંત ઉમેદવારને તેના ફિલ્ડ બિઝનેસને લગતા વિષયનું પણ ઊંડાણપૂર્વક જ્ઞાન હોવું જોઈએ.

આ પણ વાંચો: Career tips: ઓનરોલ કે ઓફરોલ, તમે કઈ નોકરીમાં છો? મહત્વપૂર્ણ તફાવત જાણો

આ છે નોકરીનું ક્ષેત્ર


આ ફિલ્ડમાં કારકિર્દીના ઘણા વિકલ્પો તમારી પાસે રહેલા છે. સ્ટોક એક્સચેન્જ, રેગ્યુલેટરી ઓથોરિટી, વિદેશી રોકાણ કંપનીઓ, ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્સી, મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ, બ્રોકર કંપનીઓ, વીમા એજન્સીઓ, બેંકો અને અન્ય સંસ્થાઓમાં નોકરીની ઘણી તકો છે. જો ઉમેદવારનું કામ સારું હોય તો આ ફિલ્ડમા ઉમેદવારની પ્રગતિ પણ ખૂબ જ ઝડપથી થાય છે.

આ પણ વાંચો: SBI Recruitment: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અલગ અલગ પદ પર ભરતી બહાર પાડી, 20 સપ્ટેમ્બર પહેલા કરો અરજી

પગાર


જ્યાં સુધી પગારની વાત છે, ઉમેદવારનો શરૂઆતમાં પગાર 2 થી 3 લાખની વચ્ચે હોઈ શકે છે. જે લગભગ 4 થી 5 વર્ષના અનુભવ પછી વધે છે. આટલા અનુભવ પછી આ પગાર 9 લાખ સુધી પહોંચી શકે છે. આમાં પ્રમોશન પણ સારું મળે છે.
First published:

Tags: Career and Jobs, Career News, Career tips