Career in NIFT : હાલ જે વિધાર્થી ધોરણ 12 પછી ફેશન લાઈનમાં આગળ વધવા માંગતા હોય તેઓ માટે આ માહિતી ખૂબ અગત્યની છે. કઈ ઇન્સ્ટિટ્યૂટ ફેશન ડિઝાઇનનો (Institute of Fashion Design) કોર્ષ કરાવે છે કેટલી બેઠકો છે તે જાણવું પણ જરૂરી છે.
કરિયર ડેસ્કઃ આમ તો આજની યુવા પેઢી બૉલીવુડ (Bollywood) અને હોલીવુડના (Hollywood) હીરો હિરોઇનથી અંજાયેલા છે. ફિલ્મી દુનિયાથી અભિભૂત થયેલા દરેક વ્યક્તિને ફેશન ડિઝાઇનમાં (Fashion design) કારકિર્દીનો બનાવવાનો વિચાર જરૂરથી આવ્યો હશે. અને હાલ જે વિધાર્થી ધોરણ 12 પછી ફેશન લાઈનમાં આગળ વધવા માંગતા હોય તેઓ માટે આ માહિતી ખૂબ અગત્યની છે. કઈ ઇન્સ્ટિટ્યૂટ ફેશન ડિઝાઇનનો (Institute of Fashion Design) કોર્ષ કરાવે છે કેટલી બેઠકો છે તે જાણવું પણ જરૂરી છે.
ભારતની પ્રથમ ફેશન એજ્યુકેશનની પ્રિમિયમ ઇન્સ્ટિટ્યૂટ NIFT બની છે. જેની સ્થાપના એપ્રિલ -2007થી થઈ છે. આ ઇન્સ્ટિટયૂટ વિદ્યાર્થીને બેચલર ડિગ્રી , માસ્ટર ડિગ્રી અને પીએચ.ડી.ની ડિગ્રી આપે છે. ભોપાલ, ભુવનેશ્વર, ચેન્નઈ, ગાંધીનગર, હૈદરાબાદ, જોધપુર, કાંગરા, કન્નુર, કોલકાતા, મુંબઈ, ન્યૂ દિલ્હી, પાટણ, રાયબરેલી તથા સિલોંગમાં NIFTના સેન્ટર છે.
આ સંસ્થામાંથી ફેશન ડિઝાઇન કર્યા બાદ ફિલ્મનાં હિરો, હિરોઈનનાં વસ્ત્રોની ફેશન ડિઝાઇન, ટીવી સિરિયલ અને ટીવી પ્રોગ્રામની ફેશન ડિઝાઇન મિસ ઇન્ડિયા, મિસ વર્લ્ડ જેવી સૌંદર્ય સ્પર્ધાઓ વગેરેમાં કારકિર્દી બની શકે છે.
NIFTના અભ્યાસક્રમની વિગત જોઈએ તો
એસેસરી ડિઝાઇન :-
બેચલર ઓફ ડિઝાઇનની ડિગ્રી મળે છે
જે માટે 360 બેઠકો છે
4 વર્ષનો કોર્સ જે ધોરણ 12 પાસ થયા પછી થાય છે.
બેંગ્લોર, ભોપાલ, ભુવનેશ્વર, ચેન્નઈ, હૈદરાબાદ, ગાંધીનગર, કાંગરા, કલકત્તા, મુંબઇ, ન્યુ દિલ્હી, રાયબરેલી, પટનામાં થાય છે કોર્ષ
ફેશન કોમ્યુનિકેશન :-
બેચલર ઓફ ડિઝાઇનની ડિગ્રી મળે છે
જે માટે 360 બેઠકો છે
4 વર્ષનો કોર્સ જે ધોરણ 12 પાસ થયા પછી થાય છે.
બેંગ્લોર, કન્નુર, ભુવનેશ્વર, ચેન્નઈ, હૈદરાબાદ, ગાંધીનગર, કાંગરા, કલકત્તા, મુંબઇ, ન્યુ દિલ્હી, રાયબરેલી, પટનામાં થાય છે કોર્ષ
ફેશન ડિઝાઇન :-
ડિઝાઇનની ડિગ્રી મળે છે
જે માટે 360 બેઠકો છે
4 વર્ષનો કોર્સ જે ધોરણ 12 પાસ થયા પછી થાય છે.
બેંગ્લોર, કન્નુર, ભુવનેશ્વર, ચેન્નઈ, હૈદરાબાદ, ગાંધીનગર, કાંગરા, કલકત્તા, મુંબઇ, ન્યુ દિલ્હી, રાયબરેલી, પટનામાં થાય છે કોર્ષ
નિટવેર ડિઝાઇન :-
બેચલર ઓફ ડિઝાઇનની ડિગ્રી મળે છે
જે માટે 210 બેઠકો છે
4 વર્ષનો કોર્સ જે ધોરણ 12 પાસ થયા પછી થાય છે.
બેંગ્લોર, ચેન્નઈ, હૈદરાબાદ, કન્નુર, કલકત્તા, મુંબઇ, ન્યુ દિલ્હીમાં થાય છે કોર્ષ
લેધર ડિઝાઇન :-
બેચલર ઓફ ડિઝાઇનની ડિગ્રી મળે છે જે માટે 120 બેઠકો છે
4 વર્ષનો કોર્સ જે ધોરણ 12 પાસ થયા પછી થાય છે.
ચેન્નઈ, કલકત્તા, ન્યુ દિલ્હી, રાયબરેલીમાં થાય છે કોર્ષ
ટેકસટાઇલ ડિઝાઈન :-
બેચલર ઓફ ડિઝાઇનની ડિગ્રી મળે છે
જે માટે 360 બેઠકો છે
4 વર્ષનો કોર્સ જે ધોરણ 12 પાસ થયા પછી થાય છે.
બેંગ્લોર, ભોપાલ, ભુવનેશ્વર, ચેન્નઈ, હૈદરાબાદ, ગાંધીનગર, કાંગરા, કલકત્તા, મુંબઇ, ન્યુ દિલ્હી, રાયબરેલી, કન્નુરમાં થાય છે કોર્ષ
બેચલર ઓફ ફેશન :-
બેચલર ઓફ ડિઝાઇનની ડિગ્રી મળે છે
જે માટે 360 બેઠકો છે
4 વર્ષનો કોર્સ જે ધોરણ 12 પાસ થયા પછી થાય છે.
બેંગ્લોર, ભુવનેશ્વર, ચેન્નઈ, હૈદરાબાદ, ગાંધીનગર, કાંગરા, કલકત્તા, મુંબઇ, ન્યુ દિલ્હી, જોધપુર, કન્નુરમાં થાય છે કોર્ષ
માસ્ટર ઓફ ડિઝાઇન :- (ડિઝાઇન સ્પેસ)
માસ્ટર ઓફ ડિઝાઇનની ડિગ્રી મળે છે
જે માટે 90 બેઠકો છે
2 વર્ષનો કોર્સ જે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી BSc, BA, BCom, BBA, BCA કરેલ વિધાર્થી તેમજ NIFT કે NID માંથી સ્નાતક થયા પછી થાય છે.
કન્નુર, મુંબઇ, ન્યુ દિલ્હીમાં થાય છે કોર્ષ
ફેશન મેનેજમેન્ટ :-
માસ્ટર ઓફ ડિઝાઇનની ડિગ્રી મળે છે
જે માટે 420 બેઠકો છે
2 વર્ષનો કોર્સ જે BSc, BA, BCom, BBA, BCA કરેલ વિધાર્થી તેમજ NIFT કે NID માંથી સ્નાતક થયા પછી થાય છે.
બેંગ્લોર, ભોપાલ, ભુવનેશ્વર, ચેન્નઈ, ગાંધીનગરમાં થાય છે કોર્ષ
ફેશન ટેકનોલોજી :-
માસ્ટર ઓફ ફેશન ટેકનોલોજીની ડિગ્રી મળે છે
જે માટે 100 બેઠકો છે
2 વર્ષનો કોર્સ જે બીઈ, બીટેક, તેમજ NIFT ફેશન ટેકનોલોજી કરેલ વિધાર્થી પ્રવેશ મેળવી શકે.
બેંગ્લોર, ચેન્નઈ, ગાંધીનગર, ન્યુ દિલ્હીમાં થાય છે કોર્ષ
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર