MAHATRANSCO 2022 : : મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન કંપની લિમિટેડ (Maharashtra State Electricity Transmission Company Limited) દ્વારા આસિસ્ટન્ટ એન્જિનિયરની 223 જગ્યા માટે ભરતી બહાર પડી છે, રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.
MAHATRANSCO AE Recruitment 2022: મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન કંપની લિમિટેડ (Maharashtra State Electricity Transmission Company Limited, MAHATRANSCO) (MSETCL) દ્વારા વિવિધ ખાલી પદો પર ભરતી અંગેનુ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત આસિસ્ટન્ટ એન્જિનિયર (Assistant Engineer Recruitment) ની જગ્યા માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવનાર છે. કુલ 223 ખાલી જગ્યાઓ પર ઉમેદવારોની નિમણૂંક કરવામાં આવશ. જેમાંથી 170 ટ્રાન્સમિશન ડિસિપ્લિન માટે, 25 ટેલિકોમ્યુનિકેશન માટે અને બાકીની 28 સિવિલ ડિસિપ્લીન માટેની જગ્યાઓ છે. ઓનલાઈન એપ્લિકેશન લિંક mahatransco.in પરથી કરી શકાય છે. રજીસ્ટ્રેશન કરેલા ઉમેદવારોને કોઈપણ લાયકાત ચકાસણી વિના ઓનલાઈન ટેસ્ટ માટે બોલાવવામાં આવશે.
MAHATRANSCO AE Recruitment 2022: મહત્વની તારીખ
ખાલી પદો પર અરજી કરવાની અંતિમ તારીખ - 24 મે 2022
ખાલી પદો પર ભરતી માટે યોજાનાર પરીક્ષાની તારીખ - જૂન/જૂલાઈ 2022