Home /News /career /Mharashtra Govt job: મહારાષ્ટ્ર સરકાર એક વર્ષમાં 75000 યુવાનોને નોકરી આપશે, જાણો વિગતવાર

Mharashtra Govt job: મહારાષ્ટ્ર સરકાર એક વર્ષમાં 75000 યુવાનોને નોકરી આપશે, જાણો વિગતવાર

Maharashtra govt job

Maharashtra 75000 government jobs: 75,000 નોકરીઓમાંથી, 18,000 જગ્યાઓ પોલીસ વિભાગમાં હશે અને આ માટે આગામી પાંચથી સાત દિવસમાં એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવશે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
Mharashtra Sarkari naukari: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવી (devendra fadanvis) સે શનિવારે જણાવ્યું હતું કે એકનાથ શિંદે (Eknath Shinde) ના નેતૃત્વવાળી સરકાર આગામી એક વર્ષમાં રાજ્યના યુવાનોને 75,000 સરકારી નોકરીઓ આપશે. નાગપુ એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા ફડણવીસે યુવાનોને 10 લાખ નોકરીઓ પ્રદાન કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલની પ્રશંસા કરી હતી.

આગામી દોઢ વર્ષમાં 10 લાખ લોકોને 'મિશન મોડ' પર મળશે નોકરી


જૂનમાં, વડા પ્રધાને (PM Narendra Modi Mission Mode) વિવિધ સરકારી વિભાગો અને મંત્રાલયોને આગામી દોઢ વર્ષમાં 'મિશન મોડ' પર 10 લાખ લોકોને નોકરી આપવાનું કહ્યું હતું. મોદીએ શનિવારે 75,000 સરકારી નોકરીના ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું અને કહ્યું કે કેન્દ્ર યુવાનો માટે વધુને વધુ રોજગારની તકો ઊભી કરવા માટે ઘણા મોરચે કામ કરી રહ્યું છે.

આ પણ વાંચો:  CISF Recruitment 2022: CISFમાં આ 540 પોસ્ટ માટે અરજી કરવાની આવતીકાલે છેલ્લી તારીખ, જલ્દી કરો અરજી, 92300 પગાર

75,000 યુવાનોને સરકારી નોકરી


ફડણવીસે કહ્યું, "વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલ સાથે, મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં અમારી સરકારે રાજ્યમાં 75,000 યુવાનોને સરકારી નોકરી આપવાનો નિર્ણય કર્યો છે."

તેમણે કહ્યું કે 75,000 નોકરીઓમાંથી, 18,000 જગ્યાઓ પોલીસ વિભાગમાં હશે અને આ માટેની જાહેરાત આગામી પાંચથી સાત દિવસમાં પ્રકાશિત કરવામાં આવશે.

મિશન મોડ


દિવાળીના તહેવારમાં વડાપ્રધાન (PM Narendra Modi) નોકરી વાંછુક ઉમેદવારોને એક ખાસ ભેટ આપવા જઈ રહ્યા છે. જોબ સિકર્સને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના અલગ અલગ વિભાગોમાં અને મંત્રાલયોમાં 10 લાખ જેટલી મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવશે. મિશન મોડ હેઠળ 22 ઓક્ટોબરે યોજાનારી આ મેગા ઈવેન્ટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

આ પણ વાંચો:  પ્રથમ પ્રયાસમાં જ SDM બની ઇન્સ્પેક્ટરની દીકરી, કોચિંગ વગર લાવ્યો 31મો રેન્ક, જાણો કેવી રીતે કરવી તૈયારી

આવા હજારો ઉમેદવારો, જેમણે તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરી છે, તેમને ઈમેલ દ્વારા નિમણૂક પત્રો મોકલવામાં આવી રહ્યા છે. તમામ ઉમેદવારો તેમના સીસીએ હેડક્વાર્ટર ખાતે ભેગા થશે. ત્યાં તેમની જોડાવાની પ્રક્રિયા પૂર્ણ થશે. ઉમેદવારોને સંબંધિત વિભાગના હેડક્વાર્ટર અને ઝોનમાં પણ બોલાવવામાં આવ્યા છે. પીએમ મોદી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં તમામ પસંદગીના ઉમેદવારોને સામેલ થવાની ભેટ આપશે.
First published:

Tags: Jobs and Career, Maharashtra, Sarkari Jobs