Home /News /career /MAHAGENCO Recruitment: MAHAGENCOમાં 41 જગ્યાની ભરતી, 2,28,000 સુધી મળશે પગાર

MAHAGENCO Recruitment: MAHAGENCOમાં 41 જગ્યાની ભરતી, 2,28,000 સુધી મળશે પગાર

MAHAGENCO Recruitment : મહારાષ્ટ્ર પાવર જનરેશન કંપનીમાં ભરતી, અહીંથી કરો અરજી

MAHAGENCO Recruitment 2022 : મહારાષ્ટ્ર સ્ટેટ પાવર જનરેશન કંપની લિમિટેડ (MAHAGENCO) દ્વારા વિવિધ જગ્યાઓની ભરતી માટે નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી માહિતી દ્વારા અરજી કરી શકે છે.

    MAHAGENCO Recruitment:  મહારાષ્ટ્ર સ્ટેટ પાવર જનરેશન કંપની લિમિટેડ (MAHAGENCO) દ્વારા ચીફ ઇજનેર, ડેપ્યુટી ચીફ ઇજનેર અને અધિક્ષક ઇજનેરની ભરતી (MAHAGENCO Recruitment) કરવામાં આવનાર છે. આ નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો 17 મે પહેલાં ઓફલાઇન અરજી (offline application) કરી શકે છે. નોકરી માટેની નોટિફિકેશન સત્તાવાર વેબસાઇટ mahagenco.in પર પ્રકાશિત કરવામાં આવી છે. MAHAGENCOમાં આ પોસ્ટ પર અરજી કરવા માંગતા ઉમેદવારો માટે અહીં મહત્વપૂર્ણ તારીખો, ખાલી જગ્યાઓની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર અને અરજી પ્રક્રિયાની જાણકારી આપવામાં આવી છે.

    ખાલી જગ્યાઓની જાણકારી

    ચીફ એન્જિનિયર - 07, ડેપ્યુટી ચીફ ઇજનેર - 11, અધિક્ષક ઇજનેર - 23

    MAHAGENCO Recruitment:  શૈક્ષણિક લાયકાત:

    ચીફ ઈજનેર: માન્ય યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ/મિકેનિકલ/ઇન્સ્ટ્રુમેન્ટેશન/ઇલેક્ટ્રોનિક્સ/ઇલેક્ટ્રોનિક અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગ/પાવર એન્જિનિયરિંગ/ઇલેક્ટ્રિકલ અને પાવર એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીમાં સ્નાતકની ડિગ્રી. કેન્દ્રીય/રાજ્ય/આઇપીપી (સ્વતંત્ર પાવર પ્રોડ્યુસર)ની પાવર જનરેશન કંપનીમાં 15 વર્ષનો અનુભવ જરૂરી છે. જેમાંથી કાર્યપાલક ઈજનેર અને ઊંચી જગ્યાઓમાં પાવર જનરેશનના ક્ષેત્રમાં ઓછામાં ઓછા 05 વર્ષ અનુભવ જરૂરી છે. જેમાંથી અધિક્ષક ઈજનેર પદે 1થી 2 વર્ષ અનુભવ જરૂરી છે.

    ડેપ્યુટી ચીફ ઇજનેર - માન્ય યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ/મિકેનિકલ/ઇન્સ્ટ્રુમેન્ટેશન/ઇલેક્ટ્રોનિક્સ/ઇલેક્ટ્રોનિક અને ટેલિકમ્યુનિકેશન એન્જિનિયરિંગ/પાવર એન્જિનિયરિંગ/ઇલેક્ટ્રિકલ અને પાવર એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમાં સ્નાતકની ડિગ્રી. તથા કેન્દ્ર/રાજ્ય/IPP (સ્વતંત્ર પાવર પ્રોડ્યુસર)ની પાવર જનરેશન કંપનીમાં 14 વર્ષનો અનુભવ. જેમાંથી કાર્યપાલક ઈજનેર અને ઊંચી જગ્યાઓમાં પાવર જનરેશનના ક્ષેત્રમાં ઓછામાં ઓછા 04 વર્ષનો અનુભવ. જેમાંથી અધિક્ષક ઈજનેર પદે 1 કે 2 વર્ષનો અનુભવ.

    અધિક્ષક ઈજનેર: માન્ય યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ/મિકેનિકલ/ઇન્સ્ટ્રુમેન્ટેશન/ઇલેક્ટ્રોનિક્સ/ઇલેક્ટ્રોનિક અને ટેલિકમ્યુનિકેશન એન્જિનિયરિંગ/પાવર એન્જિનિયરિંગ/ઇલેક્ટ્રિકલ અને પાવર એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમાં સ્નાતકની ડિગ્રી. તથા કેન્દ્ર/રાજ્ય/IPP (સ્વતંત્ર પાવર પ્રોડ્યુસર)ની પાવર જનરેશન કંપનીમાં 12 વર્ષનો અનુભવ. જેમાંથી એક્ઝીક્યુટીવ ઈજનેર માટે ઓછામાં ઓછા 04 વર્ષનો અનુભવ જરૂરી છે.

    આ પણ વાંચો : PSI Exam: PSIની લેખિત પરીક્ષાના પરિણામની ઘડીઓ નજીક, જાણો કેટલા સમયમાં આવી શકે છે રિઝલ્ટ

    નોકરીની ટૂંકી વિગતો
    જગ્યા41
    શૈક્ષણિક લાયકાતદરેક પોસ્ટ માટે અલગ અલગ
    પસંદગી પ્રક્રિયાસ્કિલ ટેસ્ટ દ્વારા
    અરજી ફી800 રૂપિયા અને 600 રૂપિયા કેટેગરી પ્રમાણે
    અરજી પહોંચાડવાની અંતિમ તારીખ17-5-2022
    અરજી ફી પહોંચાડવાનું માધ્યમડીમાન્ડ ડ્રાફ્ટ
    અરજી કરવાનું સરનામુંજનરલ મેનેજર (એચઆર-આરસી), મહારાષ્ટ્ર સ્ટેટ પાવર જનરેશન કો. લિ., એસ્ટ્રેલા બેટરીઝ એક્સપાન્શન કમ્પાઉન્ડ, ગ્રાઉન્ડ ફ્લોર, લેબર કેમ્પ, ધારાવી રોડ, માટુંગા, મુંબઈ - 400 019



    MAHAGENCO Recruitment:  વય મર્યાદા

    ચીફ એન્જિનિયર : 50 વર્ષ

    ડેપ્યુટી ચીફ એન્જિનિયર: 48 વર્ષ. જ્યારે મહાજેન્કોના કર્મચારીઓ માટે 57 વર્ષ

    અધિક્ષક ઇજનેર : 45 વર્ષ. જ્યારે મહાજેન્કોના કર્મચારીઓ માટે 57 વર્ષની છે.

    આ પણ વાંચો : Ministry of Agriculture Recruitment 2022: નેશનલ ફુડ સિક્યોરિટી મિશન હેઠળ ભરતી, 68,000 સુધી મળશે પગાર

    MAHAGENCO Recruitment: પગારધોરણ

    ચીફ એન્જિનિયર - રૂ. 118195 - 5025 - 228745.
    ડેપ્યુટી ચીફ ઇજનેર - રૂ. 105035 - 4610- 215675.
    અધિક્ષક ઇજનેર - રૂ।. 92380-3980 - 112280 - 4405- 204785
    ફાર્માસિસ્ટ - રૂ. 17,000/-

    MAHAGENCO  ભરતીની જાહેરાત 



    MAHAGENCO Recruitment:  કઈ રીતે કરવી અરજી?

    અરજી યોગ્ય રીતે ભરેલી અને સહી કરેલ હોવી જોઈએ. આ સાથે ઉંમર, લાયકાત, જાતિ, ડોમિસાઇલ, પોસ્ટ ક્વોલિફિકેશન અને એમાં ખાસ ખાસ કરીને જોડાવાની અને કામ છોડ્યાની તારીખ દર્શાવતા ડોક્યુમેન્ટ, પોસ્ટ્સ, સેલરી સ્લિપ્સ / અનુભવના પ્રમાણપત્રોની નકલો વગેરે એડવાન્સમાં સબમિટ કરાવવામુ રહેશે. આ ડોક્યુમેન્ટ આસિસ્ટન્ટ જનરલ મેનેજર (એચઆર-આરસી), મહારાષ્ટ્ર સ્ટેટ પાવર જનરેશન કો. લિ., એસ્ટ્રેલા બેટરીઝ એક્સપાન્શન કમ્પાઉન્ડ, ગ્રાઉન્ડ ફ્લોર, લેબર કેમ્પ, ધારાવી રોડ, માટુંગા, મુંબઈ - 400 019 ખાતે મોકલવાના રહેશે.
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन