LRD Answer Key: એલઆરડી ભરતી (LRD Recruitment)માં 27મી એપ્રિલે જાહેર કરવામાં આવેલી આન્સર કી જ ફાઈનલ ગણાશે. આ આન્સર કીમાં હવે કોઈ ફેરબદલ નહીં થાય, વિદ્યાર્થીઓ હાઈકોર્ટમાં પડકારશે
LRD Answer Key: રાજ્યમાં લોક રક્ષક દળની ભરતી (LRD Recruitment) અંગે વિવાદનો મધપૂડો છંછેડાયો છે. આ ભરતીની લેખિત પરીક્ષાની આન્સર કી (LRD Result Final Answer Key) માં કેટલાક પ્રશ્નોમાં મુદ્દે વિદ્યાર્થીઓને વિસંગતતા જણાતા વાંધા અરજીઓ રજૂ કરી હતી. જોકે, આ અંગે હવે એલઆરડી ભરતી બોર્ડે પોતાનો અંતિમ નિર્ણય જાહેર કરી દીધો છે. બોર્ડ દ્વારા 27મી એપ્રિલે જાહેર કરવામાં આવેલી આન્સર કીને જ ફાઈનલ ગણવામાં આવશે. આ આન્સર કીમાં આપવામાં આવેલા જવાબ મુજબ જ માર્ક્સ અપલોડ કરવામાં આવ્યા છે.
એલઆરડી ભરતી બોર્ડના વડા હસમુખ પટેલે જણાવ્યું કે 'વિદ્યાર્થીઓએ અગાઉ આ અંગે 1250 વાંધા અરજીઓ રજૂ કરી હતી. ફાઈનલ આન્સર કી જાહેર થયા પછી પણ કુલ 100 જેટલી વાંધા અરજીઓ રજૂ કરી હતી. ગઈકાલે પણ આ અંગે છ કલાક મીટિંગ યોજાઈ હતી. આજે પણ બેઠક થઈ હતી. આ બેઠકના અંતે 27મી એપ્રિલે જાહેર કરેલી આન્સર કી ફાઈનલ આન્સર કી માન્ય ગણાશે.
LRD Answer Key: માર્ક્સ અંગે વાંધા અરજી કરવા માટે
લોકરક્ષક કેડર તા.04.01.2021ના પરીક્ષા નિયોમામાં મુદદા નંબરઃ ૨૦ માં જણાવ્યા મુજબ લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોને ગુણ ચકાસણી (રીચેકીંગ) માટે 15 (પંદર) દિવસની સમય-મર્યાદા આપવા જણાવેલ છે.
જેથી જે ઉમેદવારો પોતાના લેખિત પરીક્ષાના OMR Sheet નું રીચેકીંગ કરાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ રીચેકીંગ ફી ના રૂ.300/- “LOKRAKSHAK BHARTI BOARD” ના નામનો રાષ્ટ્રીયકૃત બેન્કના ડીમાન્ડ ડ્રાફટ Payable at GANDHINAGAR ખાતે નીચે આપેલ અરજીના નમૂનામાં અરજી સાથે કોલલેટરની ઝેરોક્ષ/નકલ તથા OMR નકલ બીડવાની રહેશે.
LRD ભરતી માટેનો હેલ્પલાઈન નંબર
હેલ્પલાઇન નંબર સવારે 10.30થી સાંજે 6.30 સુધી ફોન કરી શકાશે. રવિવારે રજાની દિવસો સિવાય આ ફોન નંબર કાર્યરત રહેશે.
આ અંગે વિદ્યાર્થી નેતા રોહિત માળીએ જણાવ્યું હતું કે 27મી એપ્રિલે જાહેર કરેલી આન્સર કીમાં વિસંગતતાઓ હતી. જો સમિતિ આ અંગે નિર્ણય ન બદલે તો વિદ્યાર્થીઓને અન્યાય થશે. આ અંગે પરીક્ષાર્થી ઉદય વણકરે જણાવ્યું કે 27મી એપ્રિલની આન્સર કી અંગે વાંધા અરજીઓ કરવામાં આવી હતી કારણ કે એનસીઆરજી, જીસીઆરટીના પુસ્તકોના જવાબ અને રેફરન્સમાં વિસંગતતાઓ હતી.
LRD Answer Key: વિદ્યાર્થીઓ હાઈકોર્ટમાં પડકારશે
વિદ્યાર્થી નેતા રોહિત માળીએ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ આન્સર કીને જ ફાઈનલ માન્ય રાખવાની હોય તો અમારી પાસે ન્યાય તંત્રમાં જવાનો ઓપ્શન બચે છે. અમે હાઈકોર્ટોમાં જઈશું અને આ આન્સર કીને પડકારીશું. ગુજરાતના પાઠ્ય પુસ્તકોમાં જે જવાબ છે તેને જો ભરતી બોર્ડ માન્ય ન રાખવા માંગતું હોય તો પછી અમારી પાસે હાઈકોર્ટ સિવાય કોઈ રસ્તો રહેતો નથી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર