Jobs and career: ગુજરાત અને ભારત સરકારના વિવિધ વિભાગોમાં નોકરીઓ ચાલી રહી છે. ગુજરાત સરકારના (Gujarat Government) ગૃહવિભાગ દ્વારા ગુજરાત પોલીસમાં (Gujarat Police) લોકરક્ષકની ભરતી માટેનું મેરિટ લીસ્ટ (LRD merit list 2022) જાહેર કરવામાં આવ્યું છે. લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન આઈપીએસ વિકાસ સહાયે (Chairman, Lokrakshak Recruitment Board and Addl) ટ્વીટ કરીને આ આંગે જાણકારી આપી હતી. ટ્વીટમાં આપેલી માહિતી પ્રમાણે ગુજરાત સરકારના ગૃહવિભાગનાઓની સુચના અન્વયે લોકરક્ષક ભરતી-2018ની પ્રતિક્ષાયાદી (waiting list) તૈયાર કરવા આવી છે.
લોકરક્ષક કેડર-2018 ભરતી અન્વયે પુરૂષ ઉમેદવારો માટે તા.10/12/2019 નારોજ જાહેર થયેલ આખરી પરિણામ તેમજ મહિલા ઉમેદવારો માટે તા.24/04/2020 નારોજ જાહેર થયેલ આખરી પરિણામમાં સમાવેશ થયેલ ન હોય તેવા ઉમેદવારોની મેરીટ યાદી ધ્યાને રાખી પ્રતિક્ષાયાદી તૈયાર કરવામાં આવેલ છે.
લોકરક્ષક કેડર-2018 પ્રતિક્ષાયાદીમાં સમાવેશ થયેલ પુરૂષ ઉમેદવારોની યાદી જોવા માટે અહીં કલીક કરો...........
લોકરક્ષક કેડર-2018 પ્રતિક્ષાયાદીમાં સમાવેશ થયેલ મહિલા ઉમેદવારોની યાદી જોવા માટે અહીં કલીક કરો...........
પુરૂષ ઉમેદવારોની પ્રતિક્ષાયાદીમાં રિમાર્કસમાં ST DV PENDING દર્શાવેલ છે. તે ઉમદેવારોના ST અંગેના પ્રમાણપત્રો આદિજાતિ વિકાસ વિભાગનાઓ હસ્તક ચકાસણી હેઠળ છે. ચકાસણી પૂર્ણ થયા બાદ જે નિર્ણય કરવામાં આવે તે સબંધિત ઉમેદવારોને બંધનકર્તા રહેશે.
પુરૂષ ઉમેદવારોની પ્રતિક્ષાયાદીની આગળની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગરનાઓની કચેરી ધ્વારા થતી હોવાથી તેઓશ્રીને મોકલી આપવામાં આવેલ છે.
જે મહિલા ઉમેદવારોની પ્રતિક્ષાયાદીમાં રિમાર્કસમાં DV PENDING દર્શાવેલ છે, તે ઉમદેવારોની દસ્તાવેજ ચકાસણી બાકી છે. દસ્તાવેજ ચકાસણી માટે હવે પછી જાણ કરવામાં આવશે. દસ્તાવેજ ચકાસણી બાદ જે નિર્ણય કરવામાં આવે તે સબંધિત ઉમેદવારોને બંધનકર્તા રહેશે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર