LRD ભરતી : શારીરિક કસોટીમાં પૂરા માર્ક્સ લેવા માટે દર મિનીટે લગાવવી પડશે આટલા મીટરની દોડ

LRDની તૈયરરી માટે આટલું કરો

LRD ભરતી : સડેલા દાંત પણ બની શકે છે મુશ્કેલી, જો આ શારીરિક તકલીફો હશે તો પાસ થવાનું બનશે મુશ્કેલ

 • Share this:
  LRD Recruitment 2021 : ગુજરાત પોલીસ દ્વારા (Gujarat Police Recruitment 2021) વર્ગની હથિયારી/ બિનહથિયારી કોન્સ્ટેબલ લોકરક્ષક (LRD CRPF Constable Recruitment 2021) અને સીઆરપીએફ કોન્સ્ટેબલ સંવર્ગની ખાલી જગ્યાઓની સીધી ભરતી બહાર પાડવામાં આવી છે. આજે જાહેર કરવામાં આવેલી જાહેરાત મુજબ રાજ્યમાં કુલ આ વર્ગની 10459 જગ્યા ભરવામાં આવશે.આ ભરતીમાં કુલ 1,42,087 ઉમેદવારો ફી ભરવાપાત્ર થયા છે ફી ભરાયેલા ઉમેદવારો માટે હવે શારિરીક કસોટીની તારીખ પણ આવી ગઈ છે. એલઆરડીની શારિરીક કસોટી 1-10 ડિસેમ્બર દરમિયાન શરૂ થશે (LRD Physical test Dates) આ ટેસ્ટ બે મહિના સુધી યોજાશે અને તે સમાપ્ત થતા લેખિત પરીક્ષા યોજાશે. ઉમેદવારોએ દોડના પૂર્ણ માર્કસ લેવા માટે શું કરવું તેની અહીંયા ટીપ્સ આપવામાં આવી છે. આ ઉપરાંત જો પડીકી ખાતા હોવ તો પણ ચેતજો, સડેલા દાંત બનશે મુસીબત

  આ ટેસ્ટ પહેલાં એલઆરડી ભરતીના વડા આઈપીએસ હસમુખ પટેલે ઉમેદવારોને બે સલાહ આપી છે. એક તો તેમણે ઉમેદવારોને યુક્તિ પ્રયુક્તિ કરવાને બદલે મહેનત પર ધ્યાન આપવાની સલાહ આપી છે. બીજુ ભરતીમાં પસંદગી થાય કે ન થાય આવા લોકો પોતાની એવી ઓળખ ઊભી કરશે જે તેમને જીવનમાં હંમેશા સફળ બનાવશે.

  આ પણ વાંચો :  AFMS Recruitment 2021: પરીક્ષા આપ્યા વગર સેનામાં ઓફિસર બનવાની તક, 200 જગ્યા માટે ભરતી

  હસમુખ પટેલે વધુમાં વિદ્યાર્થીઓઓને અત્યારથી જ લેખિત પરીક્ષાની તૈયારી કરવાની કહી છે. જોકે, પ્રથમ કોઠો લેખિત પરીક્ષા કરતા પણ વધુ શારીરિક ક્ષમતાનો છે.આ કસોટીમાં ફેલ થયા તો એલઆરડી પાસ થવાનું સ્વપ્ન રોળાઈ જશે.

  ફિઝિકલ ટેસ્ટ

  ફિઝિકલ ટેસ્ટ માટે પુરુષ ઉમેદવારે 5000 મીટરની દોડ 25 મિનિટમાં દોડવાની રહેશે. દર પાંચ મિનિટ 1,000 મીટર દોડવાનું છે. એટલે કે પાંચ મિનિટમાં ઓછામાં ઓછું એક કિલોમીટર દોડવાનું છે. જ્યારે મહિલા ઉમેદવારે 1600 મીટરની દોડ 9 મિનિટ 30 સેકન્ડમાં સમાપ્ત કરવાની છે એટલે કે દર મિનિટે ઓછામાં ઓછું 0.38 કિલોમીટર દોડવું પડશે.

  દોડવામાં વધુ માર્ક્સ લેવા માટે

  5,000 મીટરની દોડ પુરૂષો માટે છે આ દોડ જે 20 મિનીટ અથવા તેના કરતાં ઓછા સમયમાં પૂરી કરે તે 25 મારક્સ મળશે. જ્યારે 20 મિનીટ કે તેના કરતાં વધુ સમયમાં પૂરી કરશે તેને 24 માર્ક્સ મળશે.એવી જ રીતે. 20.30 મિનીચ કરતા વધુ અને 21 મિનનીટ અથવા તે પહેવાંલ કરતા કરે તેને 23 માર્ક્સ મળશે. આ દોડના માર્ક્સ આવી જ રીતે ક્રમશ: ઘટતા જશે.

  મહિલા ઉમેદાવારો માટે

  મહિલા ઉમેદવારોને 1600 મીટરની દોડ મહત્તમ 9.30 મિનીચમાં પૂર્ણ કરવાની રહેશે. આ દોડ 7 મિનીટ અથવા તેથી કરતા ઓછી મિનીટમાં પૂર્ણ કરનાર ઉમેદવારને 25 માર્ક્સ મળશે. ત્યારબાદ દર મિનિટે માર્કેસ ઘટતા જશે.

  આ પણ વાંચો : BSF Recruitment 2021: BSFમાં બમ્પર ભરતી, 10 પાસ પણ કરી શકશે અરજી, 92,000 રૂ. સુધી મળશે પગાર

  પૂર્ણ માર્ક્સ લેવા માટે

  દોડામાં પૂર્ણ માર્ક્સ લેવા માટે પુરૂષ ઉમેદવારે દર મિનિટ 2500 મીટર દોડવાનું રહેશે. એટલે કે દર મિનિટે પોણો કિલોમીટર દોડવાનું રહેશે. જ્યારે મહિલા ઉમેદવારોએ દરમિનીટે 228.6 મીટર દોડવું પડે તો સાત મિનીટમાં દોડ સમાપ્ત થઈ શકે. આ પ્રેક્ટિસમાં હજુ જેટલો ઓછો સમય થઈ શકે તે કરી શકાય છે.

  શારીરિક ધોરણો

  પુરુષ માટે : પુરૂષ ઉમેદવાર અનુસૂચિત જનજાતિના ગુજરાતના હોય તો તેની ઉંચાઈ 162. સેમી., ફુલાવ્યા વગરની છાતી 79 સેમી. ફુલાવેલી છાતી 84 સેમી. વજન 50 કિલોગ્રામ જરૂરી છે.

  જો ઉમેદવાર ગુજરાતના અનસૂચિત જનજાતિ સિવાયના હોય તો તેમના માટે ઉંચાઈ 165 સેમી. ફુલાવ્યા વગરની છાતી 79 સેમી, ફુલાવેલી છાતી 84 સેમી અને વજન 50 કિલોગ્રામ હોવું આવશ્યક છે.

  આ પણ વાંચો : Sarkari Naukri: ગ્રેજ્યુએટ માટે સ્ટેનોગ્રાફર સહિતની સરકારી નોકરી, 28,700 રૂ સુધી મળશે શરૂઆતનો પગાર

  મહિલા ઉમેદવારો માટે

  મહિલા ઉમેદવારો જે અનુસૂચિત જનજાતિના હોય તેમના માટે ઉંચાઈ 150 સેમી, વજન 40 કિલોગ્રામ હોવું જોઈએ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવાર સિવાયના ઉમેદવારોની ઉંચાઈ 155 સેમી અને વજન 40 કિલોગ્રામ હોવું જોઈએ.

  આ ખામી પૈકી કે વધારે ખામી હશે તો તે અયોગ્ય ગણાશે

  1 વાંકા ઢીંચણ
  2 ફૂલેલી છાતી
  3 ત્રાંસી આંખ
  4 સપાટ પગ
  5 કાયમની અતિશય ફુલેલી નસ
  6 ફુલેલો અંગૂઠો
  7 અસ્થિભંગ અંગ
  8 સડેલા દાંત
  9 ચેપી ચામડીના રોગ
  10 રંગ અંધત્વની ખામી
  Published by:Jay Mishra
  First published: