LRD Exam call letter : લોકરક્ષકની ભરતીના કોલ લેટર ઈશ્યૂ થઈ થયા. અહીંથી કરો ડાઉનલોડ
LRD Exam Call letter : લોક રક્ષક દળની ભરતીની પરીક્ષાના કોલ લેટર (LRD Call Letter) ઓજસ (OJAS) પર જાહેર કરવામાં આવ્યા છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા સીધા ડાઉનલોડ કરી શકે છે.
LRD Exam call Letter: લોકરક્ષક દળની પરીક્ષાની (LRD Exam)ની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે કોલ લેટર ડાઉનલોડ (LRD) કરવાની વેળા આવી ગઈ છે. LRDના કોલ લેટર અગાઉ 3 એપ્રિલથી ઓનલાઇન થવાના હતા. જોકે, આ તારીખે રવિવાર હોવાથી વધુ એક દિવસ તારીખ લંબાવવામાં આવી હતી. આજે સોમવારે બપોરે 1.30 કલાકથી ઓજસ વેબસાઈટ પર (Ojas) વેબસાઈટ પર એલઆરડીની પરીક્ષાના કોલ લેટર ઈશ્યૂ કરવામાં આવ્યા છે. ઉમેદવારો અહીંયા અહેવાલમાં આપવામાં આવેલી લિંક દ્વારા કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે.
એલઆરડી ભરતી સમિતીના વડા હસમુખ પટેલે માહિતી આપી છે કે ' લોક રક્ષક ભરતીની તારીખ 10 એપ્રિલના રોજ યોજાનાર લેખિત પરીક્ષાના કોલ લેટર https://ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે.' અગાઉ આ પરીક્ષાના કોલ લેટર જાહેર થવાની તારીખ 3 એપ્રિલ કરવામાં આવી હતી પરંતુ આજથી જાહેર કરવામાં આવ્યા છે.
અગાઉ હસમુખ પટેલે લખ્યું હતું કે કે તારીખ 3ના રવિવાર હોય ઉમેદવારોને કોઈ ટેક્નિકલ કારણોસર કોલ લેટર ડાઉનલોડ કરવામાં મુશ્કેલી ન પડે તે માટે હવે કોલ લેટર તારીખ 4 એપ્રિલના રોજ બહાર પાડવામાં આવશે. વન રક્ષકની પરીક્ષામાં ગેરરીતિના બે બનાવોને ધ્યાનમાં લઇને પણ કોલલેટર મોડા બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
LRD Exam call Letter: ઉમેદવારો માટે અગત્યની સૂચના
લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષામાં ઉમેદવારો સાદી કાંટા વાળી ઘડીયાળ પરીક્ષા ખંડમાં લઈ જઈ શકશે. ડિજિટલ કે સ્માર્ટ વોચની છૂટ નથી. લોકરક્ષક કેડરની હથિયારી અને બિન-હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવામાં આવી રહી છે. તસવીર
" isDesktop="true" id="1195749" >
LRD Exam call Letter: 2.94 લાખ ઉમેદવારોની કસોટી
લોક રક્ષકની ભરતીમાં શારીરિક કસોટીમાં 6.56 લાખ પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી.જેમાંથી આ પરીક્ષામાં 2.94 લાખ ઉમેદવારો પાસ થયા છે, જેઓની લેખિત કસોટી તારીખ 10મી એપ્રિલના રોજ યોજાશે.