નવી દિલ્હી: ભારતના યુવા પ્રોફેશનલ્સ માટે વધુ એક સુવર્ણ તક આવી રહી છે. ભારત અને બ્રિટન યંગ પ્રોફેશનલ્સ સ્કીમ શરૂ કરી રહ્યા છે, જે 18-30 વર્ષની વયના ભારતીય નાગરિકોને બે વર્ષ સુધી યુકેમાં રહેવા અને કામ કરવાની ડિગ્રી સાથે પરવાનગી આપશે. આ યોજના 28 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવી રહી છે. દિલ્હીમાં આયોજિત 15મી ભારત-યુકે ફોરેન ઓફિસ કન્સલ્ટેશન્સ (FOC) બાદ વિદેશ મંત્રાલયે આ સંદર્ભમાં એક નિવેદન બહાર પાડ્યું હતું.
જાહેર કરાયેલા નિવેદન અનુસાર, આ યુકે-ઈન્ડિયા યંગ પ્રોફેશનલ સ્કીમ ભારતના 18 થી 30 વર્ષની વયના 3,000 ડિગ્રી ધારકોને બે વર્ષ સુધી યુકેમાં રહેવા અને કામ કરવાની મંજૂરી આપશે. આ યોજનામાં ફક્ત 18 થી 30 વર્ષની વયજૂથના લોકો જ અરજી કરવા પાત્ર હશે. આ યોજના બ્રિટેનનાં પ્રોફેશનલ્સને ભારતમાં રહેવા અને કામ કરવાની મંજૂરી આપશે. આ એક ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામ છે. આ યોજના માર્ચ 2023થી શરૂ થશે. વિઝા માટે અરજી કરવા માટે જોબ ઓફરની જરૂર નથી.
હાઈ કમિશનર વિક્રમ દોરઈસ્વામીએ જણાવ્યું છે કે આ સ્કીમ 3 વર્ષ માટે માન્ય રહેશે અને માર્ચ 2023થી લાગુ થશે. આ અંતર્ગત ભારત અને બ્રિટનના નાગરિકો બે વર્ષ સુધી એકબીજાના દેશમાં મુલાકાત, અભ્યાસ અથવા કામ કરવા જઈ શકે છે. બંને દેશો 3,000 ઉમેદવારોની આપ-લે કરશે. વિક્રમ દોરાઈસ્વામીએ કહ્યું કે આ વિઝા માટે અરજી કરવા માટે નોકરીની ઓફરની જરૂર નથી.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર