LRD Recruitment 2021 : ધો.12 પાસ માટે LRD-CRPFની બમ્પર ભરતી, 10459 જગ્યા માટે આજે કરો એપ્લાય કરો

ગુજરાત પોલીસમાં એલઆરડી અને સીઆરપીએફના કોન્સ્ટેબલની ભરતી

LRD Recruitment 2021 : 8476 પુરૂષો માટે અને 1983 મહિલા માટેની જગ્યા, 9મી નવેમ્બર 2021 સુધી આવેદન કરી શકાશે. જાણો તમામ વિભોગ

  • Share this:
    LRD Recruitment 2021 : ગુજરાત પોલીસ દ્વારા વર્ગની હથિયારી/ બિનહથિયારી કોન્સ્ટેબલ લોકરક્ષક અને સીઆરપીએફ કોન્સ્ટેબલ સંવર્ગની ખાલી જગ્યાઓની સીધી ભરતી બહાર પાડવામાં આવી છે. આજે જાહેર કરવામાં આવેલી જાહેરાત મુજબ રાજ્યમાં કુલ આ વર્ગની 10459 જગ્યા ભરવામાં આવશે. આજથી શરૂ કરી અને આગામી 9મી સપ્ટેમ્બરે રાત્રિના 11.59 વાગ્યા સુધી આ ભરતી માટે આવેદન આપી શકાશે.

    LRD Recruitment 2021 શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા : આ નોકરી માટે ધોરણ 12 પાસ અથવા તો તેને સમકક્ષ સરકાર માન્ય અભ્યાસક્રમ કર્યો હોવો અનિવાર્ય છે. નોકરી માટે ઉમેદવારી કરનારા ઉમેદવારોની વય મર્યાદા 9-11-1987 9-11-2203 સુધીમાં લધુતમ 18 વર્ષ અને મહત્તમ 18 વર્ષ હોવી અનિવાર્ય છે.

    આ વય મર્યાદા માં એસસી, એસટી, અને એસઈબીસી કેટેગરીના અને ઈડબલ્યૂએસ કેટેગરીના ઉમેદવારોની પાંચ વર્ષની છૂટ મળશે જ્યારે કે મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ મળશે. આ સાથે અનામત કક્ષાના મહિલા ઉમેદવારોને 10 વર્ષની છૂટ મળશે.

    નોકરીની ટૂંકી વિગતો



































    નોકરી : પોલીસ દળમાં કોન્સ્ટેબલ વર્ગ 3
    જગ્યા : 10459
    શૈક્ષણિક લાયકાત :  ધોરણ 12 પાસ સમકક્ષ
    પસંદગી પ્રક્રિયા : ફિઝિકલ ટેસ્ટ, લેખિત પરીક્ષા
    પગાર : સરકારના નિયમ મુજબ
    આવદેન કરવાની અંતિમ તારીખ : 9-11-2021
    જાહેરાત જોવા માટે : : અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન એપ્લિકેશન માટે : અહીંયા ક્લકિ કરો



    LRD Recruitment 2021 કોમ્યુટરનું જ્ઞાન : ઉમેદવારોને સરકારના નિયમ મુજબ કૉમ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જરૂરી છે. આ અંગેના કોઈ પણ ડિપ્લોમાં ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ કરેલા હોય તેવા અથવા ધોરણ 10-12માં કોમ્યુટર વિષય સાથે પાસ થયેલા હોય તેવા પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. ઉમેદવારોને ગુજરાતી અથવા હિંદી અથવા બંને ભાષાનું જ્ઞત્રાન હોવાનુ અનિવાર્ય છે.

    આ પણ વાંચો : Gujarat Home Guard Recruitment 2021: ધો.10 પાસ ઉમેદવારો માટે માનદ હોમગાર્ડની બમ્પર ભરતી, 6752 જગ્યા ભરાશે

    LRD Recruitment 2021 પસંદગી પ્રક્રિયા : ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શારિરીક કસોટી અને લેખિત પરીક્ષા મુજબ લેવામાં આવશે. શારિરીક કોસીટમાં 5000 મીટરની દોડ પુરૂષો માટે અને 1600 મીટરની દોડ મહિલાઓ માટે યોજાશે. આ ઉમેદવારોમાંથી જે લેખિત પરીક્ષામાં પહોંચશે તેમને 100 માર્ક્સની લેખિત પરીક્ષા આપવાની રહેશે.

    LRD Recruitment 2021 કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા

    બિનહથિારધારી પોલીસ કોન્સ્ટેબલ માટે 3492 પુરૂષ ઉમેદવારો અને 1720 મહિલા ઉમેદવારોની જગ્યા ખાલી છે. જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે 434 પુરૂષ અને 263 મહિલાઓની જગ્યા ભરાશે. આ ઉપરાંત સીઆરપીએફમાં 4450 પુરૂષ ઉમેદાવારો મળી કુલ 110459 જગ્યાઓ ભરવામાં આવશે.
    Published by:Jay Mishra
    First published: