Sarkari Naukri: સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમા ખાલી પડેલી લાઇવ સ્ટોક ઇન્સપેક્ટરની (Live stock Inspector Job in Surat Municipal corporation) પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. આ નોકરી માટેની લાયકાત ધરાવનારા ઉમેદવારો 5મી નવેમ્બર 2021 સુધી ઓનલાઇન એપ્લિકેશન કરી શકશે. આ નોકરી માટેની શરતો, લાયકાત તેમજ પસંદગી પ્રક્રિયા જાહેરાતમાં આપવામાં આવી છે. કુલ 05 ખાલી જગ્યા પર યોજાનારી ભરતીમાં ઉમેદવારોએ ઓનલાઇન એપ્લાય કરવાનું રહેશે.
લાયકાત/ ઉંમર : લાઇવ સ્ટોક ઇન્સપેક્ટરની નોકરી માટે ઉમેદવારોએ અંગ્રેજી વિષય સાથે ધોરણ 10 પાસ કર્યુ હોવું ફરજિયાત છે આ સાથે જ લાઇવ સ્ટોક ઇન્સપેક્ટરનો માન્ય સંસ્થામાંથી નિયત કોર્સ સફળતાપૂર્વક કર્યો હોવો જરૂરી છે. આ ઉપરાંત વન્યજીવ પ્રાણીઓની ઓળખ અને વ્યવસ્થા જાળવણીને લગતી કામગીરી વગેરેમાં અભિરૂચિ ઘરાવતાં ઉમેદવારોને પ્રાથમિકતા અપાશે.
અનુભવ : આ નોકરી માટે સ્ટોક-વેટરનીર કમ્પાઉન્ડર, પશુધન નિરીક્ષક, સેવક, તરીકેનો પશુપાલ અથવા પશુકલ્યાણ માટે કામ કરતી જાણીતી સંસ્થાનો અનુવ જરૂરી છે.
ઉંમર : નોકરી માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષથી વધુ હોવી ન જોઈએ.
પગાર : આ નોકરીમાં પ્રથમ વર્ષે 8,000, બીજા વર્ષે 9,000 અને ત્રીજા વર્ષે 10,000 પગાર આપવામાં આવશે. આ પગારનું પે મેટ્રીક્સ 25,500થી 81,100 સુધીનું છે.
નોકરીની ટૂંકી વિગતો
નોકરી :
સુરત મનપામાં લાઇવ સ્ટોક ઇન્સપેક્ટર
જગ્યા :
05
લાયકાત :
ધોરણ 10 પાસ સાથે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી લાઇવ સ્ટોકનો અભ્યાસ
આ નોકરી માટે એપોઇન્ટમેન્ટ થિયરી મુજબ યોગ્ય જણાય તેવા ઉમેદવારોને રીટર્ન ટેસ્ટ / પ્રેક્ટીકલ- મૌખિક ઈન્ટરવ્યુના આધારે પસંદ કરવામાં આવશે. જેમાં પસંદ થનારાના ઉમેદવારોને મોબાઇલ નંબર પર ફોન કરી અને મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે. ઉમેદવારોએ સુરત મનપાની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરી અને અરજી કરવાની રહેશે.
તમામ કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદા છૂટછાટ સાથે ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ કોઈ પણ સંજોગોમાં 45 વર્ષ કરતાં વધારે હોવી ન જોઈએ. અનામત કેટેગરીના ઉમેદવારો સામાન્ય કેટેગરીમાં ઉમેદવારી કરી શકશે પરંતુ તેમને બિન અનામતના ધોરણ જ પસંદ કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર