Home /News /career /LIC Recruitment 2023: LICમાં 9,000થી વધુ જગ્યાઓ માટે ભરતી; યુપી, દિલ્હી, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં બમ્પર ભરતી

LIC Recruitment 2023: LICમાં 9,000થી વધુ જગ્યાઓ માટે ભરતી; યુપી, દિલ્હી, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં બમ્પર ભરતી

LICમાં 9,000ની ભરતી

LIC Recruitment 2023 Notification Vacancy Apply Online: લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે LIC પાસે દેશભરમાં બમ્પર ભરતીઓ આવી છે. આ દ્વારા ઉમેદવારો પાસે LICમાં સરકારી નોકરી મેળવવાની મોટી તક છે. LICએ એપ્રેન્ટિસ ડેવલપમેન્ટ ઓફિસરની જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

વધુ જુઓ ...
    LIC Recruitment 2023 Notification Vacancy Apply Online: લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે LIC પાસે દેશભરમાં બમ્પર ભરતીઓ આવી છે. આ દ્વારા ઉમેદવારો પાસે LICમાં સરકારી નોકરી મેળવવાની મોટી તક છે. LICએ એપ્રેન્ટિસ ડેવલપમેન્ટ ઓફિસરની જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. કુલ 9394 જગ્યાઓ બહાર પાડવામાં કરવામાં આવી છે. જેમાં વિવિધ રાજ્યોના અલગ-અલગ શહેરોની પોસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉમેદવારો અધિકૃત વેબસાઇટ licindia.inની મુલાકાત લઈને પ્રદેશ અને શહેરો અનુસાર ખાલી જગ્યાઓની સંપૂર્ણ વિગતો ચકાસી શકે છે.

    આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા એલઆઈસીની સત્તાવાર વેબસાઈટ licindia.in પર હાથ ધરવામાં આવી રહી છે. ઉમેદવારો તેમની અરજી 10 ફેબ્રુઆરી 2023 સુધી સબમિટ કરી શકે છે.

    આ પણ વાંચો: રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ 630 કરોડનું સહાય પેકેજ ગાયબ?

    LIC Recruitment 2023 Selection Process: પસંદગી પ્રક્રિયા


    ઉમેદવારોની પસંદગી પ્રારંભિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. પ્રારંભિક પરીક્ષા 12 માર્ચ, 2023ના રોજ લેવામાં આવશે. જ્યારે મુખ્ય પરીક્ષા 8 એપ્રિલ 2023ના રોજ યોજાશે. પ્રિલિમિનરી પરીક્ષા માટે એડમિટ કાર્ડ 4 માર્ચે બહાર પાડવામાં આવશે.

    અહીં જુઓ સૂચના: LICમાં  ભરતી માટે જાહેરનામું

    LIC Recruitment 2023 Eligibility: લાયકાત શું હોવી જોઈએ


    અરજી કરનારા ઉમેદવારો માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવા જોઈએ અથવા ઈન્સ્યોરન્સ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા, મુંબઈમાંથી ફેલોશિપ ધરાવતા હોવા જોઈએ.
    Published by:Vimal Prajapati
    First published:

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन