Sakari Naukri : LICમાં ગ્રેજ્યુએટ માટે ભરતી, પાર્ટ ટાઇમ નોકરીમાં 25,000 રૂ સુધી મળશે પગાર

LIC Recruitment 2021 : એલઆઈસીમાં ગ્રેજ્યુએટ માટે સરકારી નોકરી

LIC Recruitment 2021: LICમાં ઈનશ્યુરન્સ એડવાઇઝરની ભરતી, જાણો આવેદન કરવાની પ્રક્રિયા અને નોકરીની અન્ય વિગતો

  • Share this:
    LIC Recruitment 2021: 'જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી' સૂત્રને સાર્થક કરતા જીવન વીમા નિગમ દ્વારા અવારનવાર નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવતી હોય છે. વીમા ક્ષેત્રમાં પોતાની કારકિર્દીનું ઘડતર કરવા માગતા યુવાનો માટે એલઆઈસીમાં નોકરીની (LIC Recruitment)  વિપૂલ તકો છે. તાજેતરમાં જ એલઆઈસી દ્વારા નોકરીની ભરતી બહાર પાડવામાં આવી છે. એલઆઈસી દ્વારા ઈન્શ્યુરન્સ એડવાઇઝરની 100 (LIC Recruitment 2021 Insurance Advisor)  જગ્યા બહાર પાડવામાં આવી છે. આ નોકરી પાર્ટ ટાઇમ છે અને તેમાં ગ્રેજ્યુએટ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. માર્કેટિંગનો અનુભવ ધરાવતા ઉમેદવારો માટે પાર્ટ ટાઇમ નોકરી કરી અને 25,000 રૂપિયા કમાવવાની ઉત્તમ તક છે.

    જગ્યા : મિનિસ્ટ્રી ઓફ લેબલ એન્ડ એમ્પલોયમેન્ટના પોર્ટલ પર મૂકવામાં આવેલી જાહેરાત મુજબ આ નોકરીમાં કુલ 100 ઈન્શ્યુરન્સ એડવાઇઝરની ભરતી કરવામાં આવશે. આ નોકરી પાર્ટ ટાઇમ ઇન્શ્યુરન્સ એડવાઇઝર માટે છે. સેલ્સ અને માર્કેટિંગની ક્ષમતા ધરાવતા યુવક-યુવતીઓને આ નોકરી માટે પસંદગી કરવામાં આવે છે.

    શૈક્ષણિક લાયકાત અને અનુભવ

    આ નોકરી માટે ફક્ત ગ્રેજ્યુએટ હોવાનુ અનિવાર્ય છે અને બે કે તેથી વધુ વર્ષનો અનુભવ હોવાનું આવશ્યકત છે. નોકરી માટે અન્ય કોઈ વધુ લાયકાત માંગવામાં આવી નથી. જોકે, આ નોકરીનું કાર્યસ્થળ દિલ્હી છે એટલે ગુજરાતના ઉમેદવારોએ દિલ્હી જવું હોય તો જ આ નોકરી અનુકૂળ આવે તેમ છે.

    આ પણ વાંચો : NIELIT Recruitment: એન્જિનિયર માટે સરકારી નોકરીની તક, 2 લાખ રૂપિયા સુધી મળશે પગાર

     નોરકરીની વિગતો































    જગ્યા : 100
    શૈક્ષણિક લાયકાત : ગ્રેજ્યુએટ
    પસંદગી પ્રક્રિયા : ઈન્ટરવ્યૂના માધ્યમથી
    નોકરી માટે આવેદન ફી : નિશુલ્ક
    એપ્લિકેશન કરવાની પ્રક્રિયા : ઓનલાઇન
    ભરતીની જાહેરાત જોવા માટે : અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટે : અહીંયા ક્લિક કરો



    પગાર અને અન્ય વિગતો

    આ પાર્ટ ટાઇમ ઇન્શ્યુરન્સ એડવાઇઝરની નોકરી માટે મહિને રૂપિયા 7,000-25,000 રપિયા સુધીનો પગાર મળી શકે છે. જોકે, નોકરીની અન્ય શરતો અને પસંદગી પ્રક્રિયા તો રજિસ્ટ્રેશનના આધારે જ ખબર પડી શકે એમ છે.

    આ પણ વાંચો : BSF Recruitment 2021: BSFમાં બમ્પર ભરતી, 10 પાસ પણ કરી શકશે અરજી, 92,000 રૂ. સુધી મળશે પગાર

      LIC વિશે

    LIC એ ભારતનું વૈધાનિક વીમા અને રોકાણ નિગમ છે. તે ભારત સરકારના નાણા મંત્રાલયની માલિકી હેઠળ છે. તેની સ્થાપના 1 સપ્ટેમ્બર, 1956 ના રોજ કરવામાં આવી હતી, જ્યારે ભારતની સંસદે ભારતનો જીવન વીમા કાયદો પસાર કર્યો હતો જેણે ભારતમાં વીમા ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. 245 થી વધુ વીમા કંપનીઓ અને પ્રોવિડન્ટ સોસાયટીઓને મર્જ કરીને રાજ્યની માલિકીની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની રચના કરવામાં આવી હતી.
    Published by:Jay Mishra
    First published: