Home /News /career /

LIC Recruitment: LICમાં CA-CS અને MBA થયેલા ઉમેદવારોની ભરતી, 20 લાખ રૂ.સુધી મળશે CTC

LIC Recruitment: LICમાં CA-CS અને MBA થયેલા ઉમેદવારોની ભરતી, 20 લાખ રૂ.સુધી મળશે CTC

LIC Recruitment 2021 : એલઆઈસીમાં ભરતી, 20 લાખ રૂપિયા સુધી મળશે સીટીસી

LIC Recruitment Application: લાઇફ ઈનશ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)માં ઇન્વેસ્ટર્સ રિલેશન્સ એક્ઝિક્યુટિવ અને કંપની સેક્રેટરીની ભરતી બહાર પાડવામાં આવી છે. ફટાફટ કરો એપ્લાય

    LIC Recruitment Application: લાઇફ ઈનશ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)માં ઇન્વેસ્ટર્સ રિલેશન્સ એક્ઝિક્યુટિવ અને કંપની સેક્રેટરીની ભરતી બહાર પાડવામાં આવી છે. (LIC Recruitment 2021). આ બંને પોસ્ટની અલગ અલગ ભરતી માટે અલગ અલગ જાહેરાતો એલઆઈસીની વેબસાઇટ પર છે. (LIC Recruitment 2021 Notification) એલઆઈસી ઈન્ડિયાની વેબસાઇટ પર આપવામાં આવેલી જાહેરાત જોઈને ઉમેદવારો શૈક્ષણિક લાયકાત અને અનુભવ ચકાસી આવેદન કરી શકે છે. કંપની સેક્રેટરીની ભરતી માટે 23-12-2021 સુધી અને ઇન્વેસ્ટર રિલેશન્સ એક્ઝિક્યૂટિવની ભરતી માટે 28-12-2021 સુધી આવેદન કરી શકાશે.

    કંપની સેક્રેટરી : કંપની સેક્રેટરીની ભરતીમાં કુલ 3 જગ્યા ભરકીવમાં આવશે જેમા એક મીડલ લેવલ અને બે જુનિયર લેવલની જગ્યા છે. આ બંને જગ્યા માટે નીચે મુજબ અનુભવ અને લાયકાત જરૂરી છે.

    મીડલ લેવલ : મીડલ લેવલની ભરતી માટે આઈસીએસએઆઈમાંથી કંપની સેક્રેટરી પાસ ઉમેદવારો જેને ઓછામાં ઓછો લિસ્ટેડ કંપનીમાં કામ કરવાનો 10 વર્ષનો અનુભવ હોય તે અરજી કરી શકશે. આ ઉમેદવારની વય મર્યાદા 35-40ની વચ્ચે હોવી જરૂરી છે.

    જૂનિયર લેવલ : જૂનિયર લેવલના કંપની સેક્રેટરીર તરીકે ગ્રેજ્યુએશ સાથે આઈસીએસઆઈમાંથી સીએસ પાસ ઉમેદવાર જેને કંનપી સેક્રેટરી તરીકે કામ કરવાનો 1 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. આ ઉમેદવારની વય મર્યાદા 30-40ની વચ્ચે હોવી અનિવાર્ય છે.

    આ પણ વાંચો : Sarkari Naukri: ECILમાં એન્જિનિયરની બમ્બર ભરતી, રૂ.25,000ના સ્ટાર્ટિંગ પગારથી 300 જગ્યા ભરાશે

    પગાર : કંપની સેક્રેટરી મીડલ લેવલની 15-20 લાખ રૂપિયાની સીટીસી મળશે જ્યારે કંપની સેક્રેટરી જુનિયરને 8-10 લાખ રૂપિયાની સીટીસી મળશે

    પસંદગી પ્રક્રિયા

    સીએસની ભરતી પ્રાથમિક ચકાસણી અને ત્યારબાદ અનુભવ અને શૈક્ષણિક લાયકતની ચકાસણી બાદ ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.

    નોકરીની ટૂંકી વિગતો











































    જગ્યા06
    શૈક્ષણિક લાયકાત :CA-MB-PGDM Finance-CS
    પસંદગી પ્રક્રિયાઈન્ટરવ્યૂ દ્વારા
    અરજી ફીઇન્વેસ્ટર્સ રિલેશન્સ એક્ઝિક્યૂટિવ માટે 1,000 રૂપિયા
    સીએસની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ23-12-2021
    ઇન્વેસ્ટર્સ રિલેશન્સ એક્ઝિક્યૂટિવ માટે અરજી કરવાની છેલ્લી તારીખ28-12-2021
    સીએસની ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    સીએસની ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો
    ઇન્વેસ્ટર્સ રિલેશન્સ એક્ઝિક્યૂટિની ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઇન્વેસ્ટર્સ રિલેશન્સ એક્ઝિક્યૂટિની ભરતી માટે અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    ઇન્વેસ્ટર્સ રિલેશન્સ એક્ઝિક્યૂટિવ

    આ પોસ્ટ માટે કુલ 3 જગ્યા ખાલી છે. મુંબઈ ઓફિસની ભરતી માટે આ નોકરીમાં 30-40 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

    શૈક્ષણિક લાયકાત :

    આ નોકરી માટે અરજી કરવા માંગતા ઉમેદવા ગ્રેજ્યુએટ સાથે એમબીએ ફાઈનાન્સ, પીડીડીએમ ફાઈનાન્સ, અથવા તો ધી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયામાંથી સીએ થયેલા હોવા અનિવાર્ય છે.

    આ પણ વાંચો :  BECIL Recruitment 2021: BECILમાં 80 પોસ્ટ માટે ભરતી, 43,900 રૂ. સુધી મળી રહ્યો છે પગાર

    અનુભવ અને પગાર :

    આ પદ માટે સંલગ્ન શૈક્ષણિક લાયકતા સાથે 3 વર્ષનો અનુભવ હોવો અનિવાર્ય છે. આ નોકરી માટે પણ પસંદ થનારા ઉમેદવારને 15-20 લાખ રૂપિયા સુધીની CTC આપવામાં આવશે.
    Published by:Jay Mishra
    First published:

    આગામી સમાચાર