Home /News /career /

LIC HFL recruitment: LIC HFLએ 70 પોસ્ટ પર બહાર પાડી ભરતી, રૂ.53,000 સુધી પગાર

LIC HFL recruitment: LIC HFLએ 70 પોસ્ટ પર બહાર પાડી ભરતી, રૂ.53,000 સુધી પગાર

LIC HFLમાં ભરતી

lic hfl recuitment 2022: મધ્ય, પૂર્વ મધ્ય, પૂર્વીય ઉત્તર મધ્ય, ઉત્તરી, દક્ષિણ મધ્ય, દક્ષિણ પૂર્વીય અને દક્ષિણ તથા પશ્ચિમ વિસ્તારમાં આ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે (LIC HFL Recruitment 2022). આ પોસ્ટ માટે 25 ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકાશે.

વધુ જુઓ ...
    લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશને (Life Insurance Corporation, LIC) આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ પર ભરતી બહાર પાડી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવાર કંપનીની અધિકૃત વેબસાઈટ પરથી અરજી કરી શકે છે. મધ્ય, પૂર્વ મધ્ય, પૂર્વીય ઉત્તર મધ્ય, ઉત્તરી, દક્ષિણ મધ્ય, દક્ષિણ પૂર્વીય અને દક્ષિણ તથા પશ્ચિમ વિસ્તારમાં આ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે (LIC HFL Recruitment 2022). આ પોસ્ટ માટે 25 ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકાશે.

    આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ મેનેજર પોસ્ટ માટે ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. આ પોસ્ટ માટે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર 2022માં ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે. આસિસ્ટન્ટ માટે 50 અને આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ પર 30 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
    LIC HFL ફોર્મ ભરવાની તારીખ

    - ફોર્મ ક્યારથી ભરી શકાશે- 4 ઓગસ્ટ 2022
    - ફોર્મ ભરવાની છેલ્લી તારીખ- 25 ઓગસ્ટ 2022
    - એડમિટ કાર્ડ ક્યારે આવશે?- પરીક્ષાની 7 થી 14 દિવસ પહેલા
    - પરીક્ષા ક્યારે લેવામાં આવશે?- સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2022
    પગારધોરણ

    આસિસ્ટન્ટ- માસિક રૂ. 22,730/-
    આસિસ્ટન્ટ મેનેજર- માસિક રૂ. 53,620/-
    શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

    - આસિસ્ટન્ટ- ઉમેદવારે ઓછામાં ઓછા 55% માર્ક્સ સાથે ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ.
    - આસિસ્ટન્ટ મેનેજર- ઉમેદવારે ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ.
    - આસિસ્ટન્ટ મેનેજર DME- ઉમેદવારે ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ. માર્કેટીંગ અથવા ફાઈનાન્સમાં MBA કરેલું હશે તેમને પહેલા પ્રેફરન્સ આપવામાં આવશે.
    અનુભવ (Work Experience)

    આસિસ્ટન્ટ- ફ્રેશર અરજી કરી શકે છે.
    આસિસ્ટન્ટ મેનેજર- ફ્રેશર અરજી કરી શકે છે.
    આસિસ્ટન્ટ મેનેજર DME- 3 વર્ષનો અનુભવ

    આ પણ વાંચોઃ-Gujarat Government Jobs : ગુજરાત સરકારના નાણાં વિભાગમાં કાયદા સલાહકારની ભરતી,વાંચો સંપૂર્ણ માહિતી
    પસંદગી પ્રક્રિયા (Selection Process)

    આસિસ્ટન્ટ- ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ ઈન્ટરવ્યૂ લેવામાં આવશે.
    આસિસ્ટન્ટ મેનેજર- ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ ઈન્ટરવ્યૂ લેવામાં આવશે.
    આસિસ્ટન્ટ મેનેજર DME- ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ ઈન્ટરવ્યૂ લેવામાં આવશે. અનુભવી વ્યક્તિને પહેલા પ્રેફરન્સ આપવામાં આવશે.


    અરજી પ્રક્રિયા (How to Apply)

    - LIC HFLની અધિકૃત વેબસાઈટની મુલાકાત લો.
    - ત્યારબાદ “Careers” પર ક્લિક કરો અને “Job Opportunities”માં જઈને “RECRUITMENT OF ASSISTANTS/ ASSISTANT MANAGERS” પેજ ઓપન કરો અને “Apply Online” પર ક્લિક કરો, જ્યાં તમને એક નવી સ્ક્રીન જોવા મળશે.
    - ત્યારબાદ "Click here for New Registration" પર ક્લિક કરો અને તમારું નામ, કોન્ટેક્ટ નંબર અને ઈમેઈલ આઈડી એન્ટર કરો.
    - સિસ્ટમ દ્વારા એક રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ જનરેટ કરવામાં આવશે, જે તમારી સ્ક્રીન પર જોવા મળશે.

    આ પણ વાંચોઃ-GISFS Recruitment 2022 : ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સમાં બંપર ભરતી નીકળી, કોણ કરી શકશે અરજી?

    - ત્યારબાદ 'Validate your details' પર ક્લિક કરો અને 'Save & Next' બટન પર ક્લિક કરો.
    - હવે તમારો ફોટો અને સિગ્નેચર સ્કેન કરીને અપલોડ કરો.
    - અરજી ફોર્મમાં અન્ય માહિતી ફીલ અપ કરી દો.
    - રજિસ્ટ્રેશન પૂર્ણ કરવા માટે Preview બટન પર ક્લિક કરો અને સબમિટ કરતા પહેલા એકવાર ચેક કરી લો.
    - ત્યારબાદ on 'COMPLETE REGISTRATION' પર ક્લિક કરો.
    - હવે 'Payment' ટેબ પર ક્લિક કરો અને અરજી ફી ચૂકવી દો.
    - હવે સબમિટ બટન પર ક્લિક કરો.
    Published by:ankit patel
    First published:

    Tags: Career News, Jobs and Career, Recruitment, Recruitment 2022

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन