Home /News /career /LIC AAO Recruitment 2023: LICમાં AAO પદની 300 જગ્યાઓ માટે ભરતી, ₹56,000 પગાર સાથે આ સુવિધાઓ મળશે
LIC AAO Recruitment 2023: LICમાં AAO પદની 300 જગ્યાઓ માટે ભરતી, ₹56,000 પગાર સાથે આ સુવિધાઓ મળશે
LICમાં અધિકારી બનવાની તક
LIC AAO Recruitment 2023 Sarkari Naukri 2023: ભારતીય જીનવ વીમા નિગમમાં (LIC JOB) નોકરી મેળવવા માટે સૌથી પહેલા ઉમેદવારોએ કેટલીક મહત્વની બાબતો જાણ્યા પછી જ અરજી કરવી પડશે.
LIC AAO Recruitment 2023: ભારતીય જીવન વીમા નિગમ (LIC)એ આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરના પદો માટે ભરતી માટે એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેના માટે LICએ AAO (Assistant Administrative Officer)ના પદોની ભરતી માટે ઉમેદવારો પાસે અરજીઓ મગાવવામાં આવી છે. યોગ્ય ઉમેદવારો 15 જાન્યુઆરી 2023થી શરુ થયેલા આ પદો માટે અરજી કરી શકે છે. અરજી કરવા માટે licindia.in પર જઈને ફોર્મ ભરી શકો છો.
LIC ઓફિસર બનવાનું સપનું જોઈ રહેલા લોકો આ લિંક પર જણાવવામાં આવેલા પદો (LIC AAO Recruitment 2023) માટે અરજી કરી શકે છે. અરજી કરતા પહેલા ઉમેદવારોએ ભરતીને લગતી જરુરી વિગતો જાણી લેવી. LIC ભરતી હેઠળ કુલ 300 ખાલી જગ્યાઓ માટે અરજીઓ મગાવવામાં આવી રહી છે.
અરજી કરવા માટે ભરવાની ફીની વિગતોઃ જનરલ/ઓબીસી/EWS વર્ગમાં આવનારા ઉમેદવારોએ અરજી કરવાની સાથે 700 રૂપિયા જ્યારે SC/ST ઉમેદવારોએ 85 રૂપિયા ફી ભરવી પડશે.
ઈચ્છુક ઉમેદવારો વય મર્યાદા: આ ભરતી પ્રક્રિયામાં રસ ધરાવનારા ઉમેદવારો 01/01/2023 સુધીમાં 21થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉંમરમાં છૂટછાટ સરકારના નિયમો પ્રમાણે આપવામાં આવશે.
ભરતી માટે જરુરી શૈક્ષણિક લાયકાતઃ LIC AAO Recruitment 2023 માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ કોઈ પણ સ્ટ્રીમમાં માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક સુધીનો અભ્યાસ કરેલો હોય તે જરુરી છે.
LIC AAO Recruitment 2023ની ભરતી પ્રક્રિયા આ પ્રમાણે રહેશે પ્રીલિમ્સ લેખિત પરીક્ષા મુખ્ય લેખિત પરીક્ષા ઈન્ટરવ્યુ ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન મેડિકલ ટેસ્ટ
નોંધઃ ભરતીમાં રસ દાખવનારા ઉમેદવારોએ અરજી કરતા પહેલા ભરતીને લગતી જરુરી વિગતો જાણવી જરુરી છે.
Published by:Tejas Jingar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર