Ahemdabad: કમ્પ્યુટર એન્જિનિયર બનવા માટે શું કરશો ?કઈ કઈ કોલેજમાં મળી શકે છે એડમિશન, જુઓ તમામ માહિતી
Ahemdabad: કમ્પ્યુટર એન્જિનિયર બનવા માટે શું કરશો ?કઈ કઈ કોલેજમાં મળી શકે છે એડમિશન, જુઓ તમામ માહિતી
કેટલી સીટ મળવા પાત્ર છે ?
કમ્પ્યુટર (Computer) એન્જિનિયરિંગ નવા કમ્પ્યુટર હાર્ડવેર અને સૉફ્ટવેર (Software) બનાવવા માટે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને કમ્પ્યુટર વિજ્ઞાનના ક્ષેત્રોને જોડે છે.
અમદાવાદ: કમ્પ્યુટર (Computer) એન્જિનિયરિંગ નવા કમ્પ્યુટર હાર્ડવેર અને સૉફ્ટવેર (Software) બનાવવા માટે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને કમ્પ્યુટર વિજ્ઞાનના ક્ષેત્રોને જોડે છે. તેઓ કોમ્પ્યુટર આર્કિટેક્ચરની ડિઝાઇનમાં સામેલ છે અને સોફ્ટવેર અને હાર્ડવેર (Hardware) એન્જિનિયર તરીકેની તમામ ભૂમિકાઓમાં કાર્ય કરે છે.
કઈ કોલેજ, ક્યાં આવી ?
ગુજરાતમાં આશરે સરકારી (Government) અને ખાનગી (Private) કોલેજો સાથે મળીને ઓછામાં ઓછી 200 કોલેજો છે. તેમાંથી અમદાવાદ અને ગાંધીનગરની કોલેજો (Colleges) નીચે મુજબ છે :
સાલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ
આદિત્ય સિલ્વર ઓક ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલોજી
ઇન્ડસ ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગ, અમદાવાદ
એલ.જે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી
પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી
સિલ્વર ઓક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી, અમદાવાદ
કેટલી સીટ મળવા પાત્ર છે ?
હાલમાં એન્જિનિયરિંગ ક્ષેત્રે વિદ્યાર્થીઓને અમદાવાદ અને ગાંધીનગરની સરકારી અને ખાનગી કોલેજોમાં કુલ 2500 થી 3000 જેટલી સીટો (Seats) છે. જેમાંથી આશરે કોલેજોમાં 20% થી 60% સીટો ખાલી જોવા મળી રહી છે. અત્યારે માત્ર IT અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગની જ માંગ છે.
2021માં માસ પ્રમોશનને લીધે વિદ્યાર્થીઓને ગ્રેડના આધારે એડમિશન આપવામાં આવ્યા હતા.
ગ્રુપ A ના વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષે વર્ષે ઘટી રહી છે. 2013માં 12મા ધોરણની સાયન્સની (Science) પરીક્ષામાં ઉપસ્થિત 74,226 વિદ્યાર્થીઓ ગ્રુપ A ના વિદ્યાર્થીઓ હતા. જેમાં આ આંકડો ઘટીને 2021માં 44,546 અને 2020માં 34,440 વિદ્યાર્થીઓ (Student) થયા હતા. તથા 2020માં છેલ્લે ખાનગી (Private) કોલેજોમાં મેરિટ 47.83% એ અટક્યું હતું અને 2021માં માસ પ્રમોશનને લીધે વિદ્યાર્થીઓને ગ્રેડના આધારે એડમિશન આપવામાં આવ્યા હતા.
સૌ પ્રથમ સમિતિની વેબસાઈટ www.jacpcldce.ac.in પર માહિતી મેળવ્યા બાદ સમિતિની વેબસાઈટ www.gujacpc.nic.in પરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન, ચોઇસ ફિલિંગ, બેઠકની ફાળવણી અને ખાતરીનું પરિણામ વગેરે જેવી પ્રવેશ પ્રક્રિયા દાખલ કરી શકાય છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર