Home /News /career /5Gને કારણે ભારતમાં અનેક લોકોને રોજગાર મળશે: ટેલિકોમ સેક્ટરમાં ભરતી 13% વધી : સર્વે

5Gને કારણે ભારતમાં અનેક લોકોને રોજગાર મળશે: ટેલિકોમ સેક્ટરમાં ભરતી 13% વધી : સર્વે

5Gને કારણે ભારતમાં અનેક લોકોને રોજગાર મળશે

Launch of 5G Services in India Leads to More Job: હાલમાં ચાલી રહેલી તહેવારોની સિઝન અને તમામ ક્ષેત્રોમાં સતત ડિજિટાઇઝેશન સાથે આગામી મહિનાઓમાં ભરતી પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે. મોન્સ્ટર એમ્પ્લોયમેન્ટ મુજબ 5G સર્વિસિસના રોલઆઉટને પગલે ટેલિકોમ ક્ષેત્રમાં ભરતીમાં 13 ટકા માંગ વધી છે.

વધુ જુઓ ...
    ભારતમાં ઓક્ટોબર, 2022ની શરૂઆત સાથે એક નવી જ ટેલિકોમ ક્રાંતિની શરૂઆત થઈ છે. 5 સપ્ટેમ્બર,2016માં રિલાયન્સ જિયોના લોન્ચિંગે (5G Launch in India)  દેશના ટેલિકોમ જગતની કાયાપલટ કરી હરી અને ખાસ કરીને યુઝર્સ માટે અનેકો ફાયદા આપ્યા હતા. હવે ફરી દેશમાં 5જીની શરૂઆત થઈ રહી છે. 5જી સ્પેકટ્રમ હરાજીમાં સૌથી વધુ બોલી લગાવનાર જિયોએ 1લી ઓક્ટોબરે પીએમ મોદીના હસ્તે જિયો ટ્રૂ 5જીની શરૂઆત કરાવી હતી.

    હાલમાં ચાલી રહેલી તહેવારોની સિઝન અને તમામ ક્ષેત્રોમાં સતત ડિજિટાઇઝેશન સાથે આગામી મહિનાઓમાં ભરતી પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે. મોન્સ્ટર એમ્પ્લોયમેન્ટ મુજબ 5G સર્વિસિસના રોલઆઉટને પગલે ટેલિકોમ ક્ષેત્રમાં ભરતીમાં 13 ટકા માંગ વધી છે. ટેલિકોમ સેક્ટરની મુખ્ય કંપનીઓ વિવિધ શહેરોમાં તેમની ડિજિટલ સેવાઓ શરૂ કરે છે, ડેટા સેન્ટર ક્ષમતાઓને વિસ્તૃત કરે છે અને સ્પેશયલાઈઝ્ડ માણસોને નોકરીએ રાખી રહ્યાં છે.

    આ પણ વાંચો:  Part Time Job: તહેવારોની સિઝનમાં કરો આ પાર્ટ ટાઈમ નોકરી, અને મેળવો એકસ્ટ્રા પોકેટ મની

    5G ટેલિકોમ્યુનિકેશન દેશના ડિજિટલ હેલ્થમાં સુધારો કરશે તેવી અપેક્ષા સાથે આગામી ક્વાર્ટર માટે પણ હાયરિંગનો આંકડો સકારાત્મક રહેવાનું અનુમાન છે. આયાત/નિકાસ, પ્રવાસન અને BFSI જેવા ક્ષેત્રોમાં જબરદસ્ત ભરતી થઈ રહી છે. સર્વેમાં જણાવાયું છે કે, ડિજીટલ ઈન્ડિયાને સાકાર કરવા નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને ટાયર 2 અને ટાયર 3 શહેરોના વિકાસ માટે સરકારી નીતિઓએ નોકરીની તકો પ્રત્યે આશાવાદી વાતાવરણ સર્જયું છે.”

    તદુપરાંત તહેવારોની માંગ સાથે એપેરલ, ટેક્સટાઇલ અને જ્વેલરી (11 ટકા સુધી), પ્રોડક્શન અને મેન્યુફેકચરિંગ (5 ટકા સુધી) અને રિટેલ (5 ટકા સુધી) જેવા ક્ષેત્રોએ નોંધપાત્ર નોકરીની વૃદ્ધિ દર્શાવી છે.

    સપ્ટેમ્બર 2022 માટે નોકરીના ટ્રેન્ડસ પર ટિપ્પણી કરતા શેખર ગરિસા, CEO - Monster.com, Quess કંપનીએ જણાવ્યું હતું કે, " કંપનીઓએ ભરતી માટે ટકાઉ અભિગમ અપનાવવાનું પસંદ કર્યું છે પરંતુ અમે અપેક્ષા રાખીએ છીએ કે પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી સ્કેલિંગ અને વધતા જતા પબ્લિક કન્ઝમ્પ્શન સાથે વેગ પકડશે. GoI દ્વારા 5Gની શરૂઆત સાથે જોબ માર્કેટના અંદાજો આશાવાદી દેખાઈ રહ્યા છે, ખાસ કરીને ટેલિકોમ માટે કારણ કે ડિજિટલ ઈન્ડિયાનો માર્ગ હવે વધુ મોકળો થયો છે.

    દેશમાં દિવાળીની માંગને કારણે દરેક સેક્ટરમાં તેજી છે. માનવધનની તાતી જરૂર છે અને કોરોના મહામારી બાદના આજના આ નવા ટ્રેન્ડમાં ડિજિટાઈઝેશનના આધારને કારણે એક નવી માંગ ઉભી થશે. કોરોના મહામારી પછીની આ તહેવારોની મોસમમાં, પાછલા વર્ષોની તુલનામાં નોકરીની ભરતી તુલનાત્મક રીતે સારી રહી છે, ખાસ કરીને ટાયર-2 અને 3 શહેરોમાં. આ વલણ સમગ્ર વિશ્વમાં ગ્રાહકોની ખરીદીની વર્તણૂકમાં પણ પ્રતિબિંબિત થાય છે જે આયાત/નિકાસ ક્ષેત્રમાં ભરતીમાં નોંધપાત્ર 28 ટકા રિકવરી તરફ દોરી જાય છે.

    ભારત ડિજિટલ-પ્રથમ અભિગમ અપનાવવાનું ચાલુ રાખે છે, જેમાં ઓટોમેશન/ઓફિસ ઉપકરણો સાથે પ્રોફેશનલોની માંગમાં 65 ટકાનો વધારો થયો છે. ડિજિટાઈઝેશનની રાહે BFSIએ ખાસ કરીને મેટ્રો શહેરોમાં ભરતીમાં 20 ટકા વૃદ્ધિ સાથે સતત વધારો જોયો છે, જ્યારે મુસાફરી અને પ્રવાસન સેક્ટરમાં ભરતીમાં 9 ટકાનો વધારો થયો છે.

    મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ જેવા ઉદ્યોગોમાં કંપનીઓ દ્વારા અંકુશિત કરાયેલા ખર્ચને કારણે 19 ટકા જેટલો ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ગ્રાહકોની માંગમાં ઘટાડો અને કાચા માલની વધતી કિંમતોને કારણે હોમ એપ્લાયન્સિસની માંગ 19 ટકા ઘટી છે.

    માલસામાનની ઘટતી માંગ સાથે વૈશ્વિક વેપાર વોલ્યુમ ઘટવાને કારણે શિપિંગ અને મરીન ઉદ્યોગમાં પણ ભરતીમાં 18 ટકાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભારતીય IT (11 ટકા નીચે) ઓન-બોર્ડિંગ પ્રવૃત્તિઓમાં સાવચેત રહ્યાં છે કારણ કે નોકરીદાતાઓ વધતી જતી એટ્રિશન અને બદલાતી કાર્યસ્થળ સાથે કામ કરે છે અને BPO/ITES (7 ટકા નીચે) સમાન વલણોને પ્રતિબિંબિત કરે છે.

    આ પણ વાંચો:  RRB Group D Recruitment ના આન્સર કીની તારીખ અને સમયને લઈ મોટી અપડેટ, જાણો ક્યારે થશે જાહેરાત

    અમદાવાદ ભરતીમાં 10 ટકાની વૃદ્ધિ સાથે ભરતીની માંગમાં અગ્રેસર છે. ટાયર 2 શહેરોમાં તહેવારોની ભરતી બમણી થઈ જવાની સાથે કામગીરી માટે મેટ્રોપોલિટન હબથી આગળ સરકારનું ધ્યાન કેન્દ્રિત હોવાથી, કોઈમ્બતુર (7 ટકા ઉપર) અને જયપુર (1 ટકા ઉપર) જેવા શહેરોમાં પણ વિકાસશીલ વલણ જોવા મળ્યું છે. મેટ્રોમાં, મુંબઈમાં 8 ટકા અને હૈદરાબાદમાં 2 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી, જ્યારે દિલ્હી-એનસીઆર ઈ-ભરતી સ્થિર રહી છે, તેમ અહેવાલમાં ઉમેર્યું હતું.

    બરોડા (13 ટકા ઘટાડો), ચંડીગઢ (9 ટકા ઘટાડો) અને કોલકાતા (15 ટકા ઘટાડો) જેવા ટાયર 2 શહેરોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો અને અન્ય મોટા શહેરો જેમ કે બેંગ્લોર, ચેન્નાઈ, કોચી અને પુણેમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, ગયા વર્ષની સરખામણીમાં માંગમાં 7 ટકાનો વધારો થયો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

    હોસ્પિટાલિટી અને ટ્રાવેલની નોકરીઓમાં સપ્ટેમ્બરમાં 8 ટકાનો સતત વધારો જોવા મળ્યો છે કારણ કે ભારતમાં કોરોના બાદ પ્રતિબંધો હળવા થતા મુક્ત મુસાફરીનો આનંદ લોકો અને વેપારીઓ માણી રહ્યાં છે. આ સિવાય રજાઓ અને તહેવારોની મોસમ તેમાં ઉત્સાહ ઉમેરે છે.

    માર્કેટિંગ-સંબંધિત નોકરીઓમાં એક નકારાત્મક ટ્રેન્ડ જોવા મળ્યો છે. સેલ્સ એન્ડ બિઝનેસ (5 ટકા નીચે) અને માર્કેટિંગ અને કોમ્યુનિકેશન (6 ટકા નીચે)માં પ્રોફાઇલ્સની માંગ ઘટી છે. એન્જિનિયરિંગ/પ્રોડક્શન (19 ટકા નીચે), સપ્લાય ચેઇન/લોજિસ્ટિક્સ (18 ટકા નીચે), અને હેલ્થકેર (12 ટકા નીચે) જેવી નોકરીઓની માંગમાં ઘટાડો ભરતીમાં સૌથી વધુ મંદી દર્શાવે છે, તેમ સર્વેમાં ઉમેરાયું છે.
    First published:

    Tags: 5G in India

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો