Home /News /career /GPSC Recruitment 2023 : જીપીએસસીની નવી ભરતી માટે આવેદન કરવાના છેલ્લા 3 દિવસ બાકી, જાણો સમગ્ર વિગત

GPSC Recruitment 2023 : જીપીએસસીની નવી ભરતી માટે આવેદન કરવાના છેલ્લા 3 દિવસ બાકી, જાણો સમગ્ર વિગત

GPSC ભરતી

GPSC દ્વારા અધિક્ષક, નાયબ બાગાયત નિયામક, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, ટેક્નિકલ ઓફિસર, ઈ.એન.ટી સર્જન, નાયબ નિયામક, ભૂસ્તરશાસ્ત્રી, ઇન્ડસ્ટ્રીઅલ પ્રમોશન ઓફિસર, કાયદા અધિક્ષક તથા નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • ahmedabad (Ahmedabad) [Ahmedabad], India
ગુજરાત જાહેર સેવા આયોગ GPSC દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ માટેની નોટિફિકેશન 12 મે 2023 ના બહાર પાડવામાં આવી હતી અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 મે 2023 છે. આ માટેની ઓફિશિયલ વેબસાઇટ https://gpsc.gujarat.gov.in/ની મુલાકાત લઇ શકો છો

ગુજરાત જાહેર સેવા આયોગની આ ભરતીમાં અધિક્ષકની 4, નાયબ બાગાયત નિયામકની 6, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની 7, ટેક્નિકલ ઓફિસરની 1, ઈ.એન.ટી સર્જનની 15, નાયબ નિયામક (હોમીયોપોથી) ની 1, ભૂસ્તરશાસ્ત્રીની 2, ઇન્ડસ્ટ્રીઅલ પ્રમોશન ઓફિસરની 5, કાયદા અધિક્ષકની 3 તથા નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની 3 જગ્યા આમ કુલ 47 જગ્યા ખાલી છે.

આ પણ વાંચો - MS Dhoni છેલ્લી IPL રમ્યા બાદ આ ક્ષેત્રમાં બનાવી શકે છે Midlife Career

અરજી કર્યા બાદ ઉમેદવારોઓએ લેખિત પરીક્ષા અને પર્સનલ ઇન્ટરવ્યૂ પાસ કરવાનો રહેશે

આ પણ વાંચો - ડેટા સાયન્ટિસ્ટ કે સાયબર સિક્યોરીટી એક્સપર્ટ? જાણો કયો કરિયર ઓપ્શન છે બેસ્ટ


આ રીતે કરો અરજી



  • આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://gpsc.gujarat.gov.in/ પર જાઓ તથા તેના ઉપર Current Jobs ના સેકશનમાં જાઓ

  • તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.

  • હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.

  • હવે ઓનલાઇન માધ્યમથી ફીની ચુકવણી કરો.

First published:

Tags: Career and Jobs

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો