Home /News /career /GOOD NEWS: કેન્દ્ર સરકારમાં સરકારી નોકરી, શિક્ષક બનવા માટે 13404 પદ પર ભરતી બહાર પડી, આ રીતે કરો અરજી

GOOD NEWS: કેન્દ્ર સરકારમાં સરકારી નોકરી, શિક્ષક બનવા માટે 13404 પદ પર ભરતી બહાર પડી, આ રીતે કરો અરજી

કેન્દ્રીય વિદ્યાલય શિક્ષક ભરતી 2022-2023

કેન્દ્રીય વિદ્યાલય સમિતિ તરફથી નિકળેલી આ વેકેન્સી માટે અરજી પ્રક્રિયા આજથી એટલે કે, 05 ડિસેમ્બર 2022થી શરુ થઈ જશે. તેમાં અરજી કરવા માટે ઉમેદવારને 26 ડિસેમ્બર 2022 સુધીનો સમય આપ્યો છે.

    નવી દિલ્હી: દેશની વિવિધ કેન્દ્રીય વિદ્યાલયોમાં શિક્ષક બનવાનો શાનદાર અવસર આવ્યો છે. કેન્દ્રીય વિદ્યાલય સમિતિ તરફથી TGT, PGT અને PRT ટીચર સહિત કેટલાય પદ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર થયા છે. તેની વેકેન્સીના માધ્યમથી કુલ 13404 પદ પર ભરતી થશે. આ પદ માટે અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. તેમાં અરજી કરવા માટે ઉમેદવારોએ KVS Recruitmentની સત્તાવાર વેબસાઈટ kvsangathan.nic.in પર જવાનું રહેશે.

    કેન્દ્રીય વિદ્યાલય સમિતિ તરફથી નિકળેલી આ વેકેન્સી માટે અરજી પ્રક્રિયા આજથી એટલે કે, 05 ડિસેમ્બર 2022થી શરુ થઈ જશે. તેમાં અરજી કરવા માટે ઉમેદવારને 26 ડિસેમ્બર 2022 સુધીનો સમય આપ્યો છે. તેમાં અરજી ફી જમા કરવાની અંતિમ તારીખ 26 ડિસેમ્બર 2022 સુધીનો સમય આપવામાં આવ્યો છે.અરજી કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરો.

    આ પણ વાંચો: કેન્દ્રીય કર્મચારીઓના ખાતામાં આવી શકે છે આટલા રૂપિયા, સરકાર સમક્ષ DA Arrear માટે પ્રબળ માંગણી

    આવી રીતે કરો અરજી



    • ઓનલાઈન અરજી કરવા માટે ઉમેદવારો સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ kvsangathan.nic.in પર જવાનું રહેશે.

    • વેબસાઈટના હોમ પેજ પર Announcementsની લિંક પર ક્લિક કરો

    • ત્યાર બાદ Click here for filling up the teaching and Non teaching staff post લિંક પર જવાનું રહેશે.

    • અન્ય પેજ પર અરજી ફોર્મની લિંક એક્ટિવ થશે.

    • અરજી કરવા માટે સૌથી પહેલા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

    • રજીસ્ટ્રેશન કર્યા બાદ એપ્લીકેશન ફોર્મ ભરી લો

    • અરજી પુરા થયા બાદ પ્રિન્ટ લેવાનું ન ભૂલતા


    આ વેકેન્સીમાં યોગ્ય ઉમેદવારોની પસંદગી કોમ્પ્યુટર બેસ્ડ ટેસ્ટ, સ્કિલ ટેસ્ટ અને ઈન્ટરવ્યૂના આધાર પર કરવામાં આવશે. તેમાં પ્રાઈમરી ટીચર, ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર અને પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર અને નોન ટીચીંગ પદ માટે ઉમેદવારોને સૌથી પહેલા સીબીટી આપવાનું રહેશે.

    વેકેન્સીની વિગતો


    આ વેકેન્સીના માધ્યમથી દેશની અલગ અલગ પરીક્ષાથી કેન્દ્રીય વિદ્યાલયોમાં ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફના ખાલી પદ ભરવામાં આવશે. તેમાં કોઈ પણ પદ માટે કેટલી ખાલી જગ્યા છે, તેના માટેની વિગતો અહીં નીચે આપેલી છે.



    • આસ્ટિસ્ટેંટ કમિશ્નર -52

    • પ્રિન્સિપલ- 239

    • વાઈસ પ્રિન્સિપલ- 203

    • પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર- 1409

    • ટ્રેંડ ગ્રેજ્યુએટ ટીચર- 3176

    • પ્રાઈમરી ટીચર-6414

    • પીઆરટી (સંગીત)-303

    • લાઈબ્રેરિયન-355

    • નાણા અધિકારી-6

    • આસિસ્ટેંટ એન્જીનિયર- (સિવિલ)-2

    • આસિસ્ટેંટ સેક્શન ઓફિસર (એએસઓ)-156

    • સીનિયર સેક્રેટેરિએટ આસિસ્ટેંટ (યૂડીસી)-322

    • જૂનિયર સેક્રેટેરિએટ આસિસ્ટેંટ (એલડીસી)-702

    • હિન્દી ટ્રાંસલેટર-11

    • સ્ટેનોગ્રાફર ગ્રેડ- 54
      કુલ- 13404


    કેન્દ્રીય વિદ્યાલય તરફથી જાહેર કરવામા આવેલી આ વેકેન્સી માટે અરજી કરનારા જનરલ, ઓબીસી અને EWS વર્ગના ઉમેદવારોને ફી તરીકે 1000 રુપિયા જમા કરાવાના રહેશે. અરજી કરનારા એસસી, એસસટી અને દિવ્યાંગ ઉમેદવારોને કોઈ ફી આપવાની રહેશે નહીં. અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર સમગ્ર વિગતો ચકાસી લેવી જરુરી છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Recruitment 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन