KVS Recruitment 2022: કેન્દ્રીય વિદ્યાલયમાં વિવિધ પોસ્ટની ભરતી, 32,500 સુધી મળશે પગાર
KVS Recruitment 2022: કેન્દ્રીય વિદ્યાલયમાં વિવિધ પોસ્ટની ભરતી, 32,500 સુધી મળશે પગાર
Teachers Recruitment 2022 : કેન્દ્રીય વિદ્યાલયમાં ભરતી, શિક્ષકો માટે છે તક
KVS Recruitment 2022: કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS Jobs) એ PGT, TGT અને PRT સહિતની વિવિધ જગ્યાઓ પર ભરતી માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. આ અરજી માટે રસ ધરાવતાં ઉમેદવારો KVS શિક્ષક ભરતી (KVS Recruitment 2022 Notification) 2022 માટે તેમની અરજી સાથે ઇન્ટરવ્યુ માટે હાજર થઈ શકે છે
KVS Recruitment 2022: કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS Jobs) એ PGT, TGT અને PRT સહિતની વિવિધ જગ્યાઓ પર ભરતી માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. આ અરજી માટે રસ ધરાવતાં ઉમેદવારો KVS શિક્ષક ભરતી (KVS Recruitment 2022 Notification) 2022 માટે તેમની અરજી સાથે ઇન્ટરવ્યુ માટે હાજર થઈ શકે છે. આધિકારિક નોટિફિકેશન મુજબ, કેન્દ્રીય વિદ્યાલય જમ્મુ પીજીટી, પીઆરટી, સ્પોર્ટ્સ કોચ, કોમ્પ્યુટર પ્રશિક્ષક, ટીજીટી, યોગા પ્રશિક્ષક, ડાન્સ કોચ, કાઉન્સિલર અને નર્સ પોસ્ટ્સની ભરતી કરી રહ્યું છે.
KVS Recruitment 2022: પસંદગી
આ પદો પર ભરતી માટે ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. કેન્દ્રીય વિદ્યાલય પશ્ચિમ બંગાળમાં TGT સહિત અન્ય જગ્યાઓ પર ભરતી માટે ઉમેદવારોએ 25 ફેબ્રુઆરી અને 26 ફેબ્રુઆરીએ ઇન્ટરવ્યુ માટે હાજર રહેવું પડશે. તો કેન્દ્રીય વિદ્યાલય જમ્મુમાં આ પદો પર ભરતી માટે અરજી ફોર્મ 18 ફેબ્રુઆરી 2022 સુધીમાં સબમિટ કરવાનું રહેશે. આ ઇન્ટરવ્યુમાં હાજર થવા માટે, ઉમેદવારોએ તેમના અરજી ફોર્મ સાથે તમામ જરૂરી દસ્તાવેજો સાથે રાખવા પડશે. વધુ વિગતો માટે તમે સત્તાવાર વેબસાઇટ જોઈ શકો છો.
KVS Recruitment 2022: લાયકાત
કેન્દ્રીય વિધાલયમાં PGTની ભરતી માટે ઉમેદવારની પાસે કુલ 50% સાથે B.Ed ની ડિગ્રીની સાથે સાથે સંબંધિત વિષયમાં માસ્ટર ડિગ્રી હોવી જોઇએ.
PRT - ઉમેદવાર 12મા ધોરણમાં 50% માર્કસ સાથે અથવા તેની સમકક્ષ અને બે વર્ષથી ઓછી ન હોય તેવા મૂળભૂત શિક્ષકોની તાલીમમાં ડિપ્લોમા પ્રમાણપત્ર અથવા પ્રાથમિક શિક્ષણમાં સ્નાતક (B.El.Ed)/B.Ed/ પ્રાથમિક શિક્ષણમાં ડિપ્લોમા અથવા તેનાથી વધુ CBSE દ્વારા આ હેતુ માટે NCTE દ્વારા ઘડવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર આયોજિત સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET)માં ઉપરોક્ત પાસ હોવા જોઇએ.
TGT - સંબંધિત વિષયમાં સ્નાતકની ડિગ્રીમાં અને B.Ed સાથે કુલ 50% ગુણ. આ હેતુ માટે NCTE દ્વારા ઘડવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર CBSE દ્વારા આયોજિત કેન્દ્રીય શિક્ષક પાત્રતા પરીક્ષા (CTET)માં પાસ હોવા જોઇએ. તમામ પોસ્ટ્સ માટે શૈક્ષણિક લાયકાત અલગ-અલગ છે, તેથી ઉમેદવારો વિગતવાર માહિતી માટે ઓફિશિયલ સૂચના જોઈ શકે છે.
KVS Recruitment 2022: KVS પગાર ધોરણ
PGT પદ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને રૂ. 32500 અને TGT પદ માટે રૂ. 31250 પ્રતિ માસ પગાર મળશે.
પીઆરટી, કોચ અને કોમ્પ્યુટર પ્રશિક્ષકની જગ્યાઓ માટે દર મહિને 26250 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે.