Home /News /career /KVS Recruitment 2022-23: કેન્દ્રીય વિદ્યાલય સંગઠનની મોટી જાહેરાત, 50 વર્ષ સુધીના લોકો નોકરી માટે કરી શકશે અરજી
KVS Recruitment 2022-23: કેન્દ્રીય વિદ્યાલય સંગઠનની મોટી જાહેરાત, 50 વર્ષ સુધીના લોકો નોકરી માટે કરી શકશે અરજી
kvs recruitment 2022-23
આ નવી ભરતીના માધ્યમથી 50 વર્ષ સુધીના ઉંમરવાળા ઉમેદવારોને ફક્ત ઈન્ટરવ્યૂ દ્વારા નોકરી મળશે. ત્યારે આ ભરતી ક્યા પદ પર થશે, કોણ અરજી કરી શકશે, તેની તમામ જાણકારી અહીં ચેક કરો.
કેન્દ્રીય વિદ્યાલયમાં પહેલાથી જ શિક્ષકોની બંપર ભરતી નીકળેલી છે. જેના માધ્યમથી દેશભરમાં અલગ અલગ વિદ્યાલયમાં ટીજીટી, પીજીટી,પીઆરટી સહિત અલગ અલગ શિક્ષકોની કુલ 13404 પદ ભરવામાં આવશે. આ બાજૂ કેન્દ્રીય વિદ્યાલય સંગઠને વધુ એક નવી ભરતીની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે, આ નવી ભરતીના માધ્યમથી 50 વર્ષ સુધીના ઉંમરવાળા ઉમેદવારોને ફક્ત ઈન્ટરવ્યૂ દ્વારા નોકરી મળશે. ત્યારે આ ભરતી ક્યા પદ પર થશે, કોણ અરજી કરી શકશે, તેની તમામ જાણકારી અહીં ચેક કરો.
કેન્દ્રીય વિદ્યાલય સંગઠને ડેપ્યુટી કમિશ્નર પદ પર ભરતી નીકળી છે. જેના માધ્યમથી કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના વિવિધ હેડ ક્વાર્ટર, ક્ષેત્રિય કાર્યાલયો અને જોનલ ઈંસ્ટિટ્યૂટમાં ડેપ્યુટી કમિશ્નરના પદ ભરવામાં આવશે.
ક્યાં કરશો અરજી
આ પદ માટે અરજી ફોર્મ નોટિફિકેશની સાથે આપેલું છે. ઉમેદવારે નિર્ધારિત માપદંડ અનુસાર, અરજી ફોર્મ ભરીને 2300 રૂપિયાના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે નિમ્નલિખિત સરનામા પર મોકલી દેવાનું રહેશે.
આ પદ માટે મહતમ ઉંમર મર્યાદા 50 વર્ષ છે. જો કે કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના કર્મચારી માટે કોઈ મર્યાદા નથી. તો વલી ઓબીસી, એસસી, એસટી અને ભૂતપૂર્વ કર્મચારીઓને ઉંમરમાં છૂટ આપવામાં આવી છે.
પસંદગી પ્રક્રિયા
પ્રાપ્ત અરજીઓમાંથી સ્ક્રૂટની બાદ પાત્ર ઉમેદવારને દિલ્હીમાં ઈન્ટરવ્યૂ માટે બોલાવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર