Home /News /career /

Kutch: કચ્છ યુનિવર્સિટીમાં આ શૈક્ષણિક વર્ષથી શરૂ થશે વકીલાતનો અનુસ્નાતક કોર્સ LLM

Kutch: કચ્છ યુનિવર્સિટીમાં આ શૈક્ષણિક વર્ષથી શરૂ થશે વકીલાતનો અનુસ્નાતક કોર્સ LLM

યુનિવર્સિટી

યુનિવર્સિટી કેમ્પસ મધ્યે જ શરૂ થશે LLM

લાંબા સમયથી વિદ્યાર્થીઓની માંગ બાદ કચ્છ યુનિવર્સિટી દ્વારા આખરે વકીલાતનો અનુસ્નાતક કક્ષાનો કોર્સ શરૂ કરવામાં આવી રહ્યો છે.

    Dhairya Gajara, Kutch: વિશાળ કચ્છ પ્રદેશમાં શિક્ષણનો (Education in Kutch) સ્તર દિવસે ને દિવસે વધી રહ્યું છે ત્યારે જિલ્લાની એકમાત્ર મહાવિદ્યાલય કચ્છ યુનિવર્સિટી (Kutch University) દ્વારા કચ્છમાં પ્રથમ વખત વકીલાત માટે અનુસ્નાતક કોર્સ (LLM in Kutch) શરૂ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી જિલ્લામાં વકીલાત માટે માત્ર સ્નાતક કોર્સ હોતાં અનુસ્નાતક માટે વિદ્યાર્થીઓને બહારના જિલ્લામાં જઈ અભ્યાસ કરવું પડી રહ્યું હતું.

    કચ્છમાં પહેલેથી જ વકીલાતના અભ્યાસની માંગ રહેતા જિલ્લામાં અનેક વિદ્યાર્થીઓ બેચલર ઓફ લેજીસ્લેટિવ લો(LLB) કોર્સ પસંદ કરી સ્નાતક કક્ષાનો અભ્યાસ કરે છે. હાલ કચ્છમાં યુનિવર્સિટી ઉપરાંત તોલાણી લો કોલેજ અને શેઠ ડોસાભાઈ લાલચંદ લો કોલેજ ખાતે એલ.એલ.બી. કોર્સ વિદ્યાર્થીઓ માટે 12 પાસ બાદ ઉપલબ્ધ છે.

    કચ્છમાં દર વર્ષે સરેરાશ એક હજાર વિદ્યાર્થીઓ એલ.એલ.બી. કોર્સ કરે છે. અને આ કારણે જ વકીલાતનો અનુસ્નાતક કક્ષાનો કોર્સ કચ્છમાં શરૂ થાય તેવી માંગ છેલ્લા થોડા સમયથી ઉઠી હતી. તો કચ્છ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની માંગ મુજબ કચ્છમાં પ્રથમ વખત એલ.એલ.એમ. કોર્સ શરૂ કરવામાં આવશે.

    શૈક્ષણિક વર્ષ 2022-23થી જ આ કોર્સ શરૂ કરવાના ધ્યેય સાથે યુનિવર્સિટી દ્વારા આ મુદ્દે બોર્ડ ઓફ સ્ટડીઝની મીટીંગ પણ બોલાવવામાં આવી છે, જેમાં કોર્સનો સિલેબસ અને તેને લગતી તમામ બાબતો નક્કી કર્યા બાદ ઇસી પાસે મૂકવામાં આવશે. તો એક અઠવાડિયામાં જ આ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું પણ શરૂ થશે. આ ફોર્મ યુનિવર્સિટીની વેબસાઇટ https://www.kskvku.ac.in/ પરથી ભરી શકાશે.

    કોર્સ મુદ્દે વધુ માહિતી આપતા કોલેજના રજીસ્ટ્રાર ડૉ. જી.એમ. બુટાણી દ્વારા માહિતી આપતા જણાવાયું હતું કે આ અનુસ્નાતક કક્ષામાં કયા વિષયો ઉમેરાશે તે ડીન અને બોર્ડ ઓફ સ્ટડીઝ દ્વારા નક્કી કરવામાં આવશે. તો સાથે જ જણાવ્યું હતું કે યુનિવર્સિટી ખાતે શરૂ થનારા આ કોર્સની ફી દરેક વર્ગના વિદ્યાર્થીઓને પરવડે તે મુજબ રાખવામાં આવશે. અન્ય કોલેજોની સરખામણીએ 50 ટકા ફી પર આ કોર્સ શરૂ કરવાનું કોલેજ વહીવટ વિચારી રહી છે.

    આ પણ વાંચો: વિદ્યાર્થિનીઓનું કચ્છ લોકનૃત્ય 'ગજીયો' કળા મહાકુંભમાં છવાયું

    \"સામાન્યપણે નવા કોર્સની શરૂઆત થતાં તે કોર્સ તરફ વિદ્યાર્થીઓ આકર્ષાતા હોય છે. ત્યારે આ કોર્સ કામ કરતા વકીલો માટે પણ ઉપયોગી બને તે માટે તેનો સમય સવારે 11 વાગ્યા સુધીનો રાખવાનો અમારો વિચાર છે. અને જો વિદ્યાર્થીઓનો ઘસારો સરો હશે તો બે અલગ અલગ વર્ગ પણ શરૂ કરશું,\" તેવું યુનિવર્સિટી રજીસ્ટ્રારે જણાવ્યું હતું.

    લોકેશન પર પહોંચવા માટે તસવીર પર ક્લિક કરો...



    જો કે યુનિવર્સિટી દ્વારા શરૂ કરાયેલ નવા કોર્સનો લાંબા સમયથી માંગ કરતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આવકાર્યો તો છે પણ સાથે જ પ્રશ્નો પણ ચિંધ્યા છે. યુનિવર્સિટીના પગલાંને આવકારતા વિદ્યાર્થી પરિષદે તેને સ્વનિર્ભર હોવા બાબતે વાંધો ઉઠાવ્યો છે અને તેને ગ્રાન્ટ ઈન એડ કરવા માંગ કરી છે.

    વધુ માહિતી માટેકચ્છ યુનિવર્સિટી, ભુજ-મુન્દ્રા હાઇવે,ચંગલેશ્વર મહાદેવ મંદિર પાસે, ભુજ-કચ્છ 370001. ફોન નંબર: 02832237300 સંપર્ક કરવા વિનંતી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Career News, Education News, Kutch, કચ્છ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन