Home /News /career /KRIBHCO Recruitment : BSC-ડિપ્લોમાં એન્જિનિયરીંગ કરેલા ઉમેદવારો માટે ભરતી, 30,000 સ્ટાઇપેન્ડથી થશે શરૂઆત

KRIBHCO Recruitment : BSC-ડિપ્લોમાં એન્જિનિયરીંગ કરેલા ઉમેદવારો માટે ભરતી, 30,000 સ્ટાઇપેન્ડથી થશે શરૂઆત

KRIBHCO Recruitment 2021 : ક્રીભકોમાં બીએસસી અને ડિપ્લોમાં થયેલા ઉમેદવારો માટે ભરતી

KRIBHCO Recruitment 2021 : નોકરી (Jobs)ની શોધ કરી રહેલા ઉમેદવારો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. કૃષક ભારતી કો-ઓપરેટિવ લિમિટીડ (Krishak Bharati Cooperative Limited - KRIBHCO)એ ભરતી નોટીફીકેશન બહાર પાડ્યું છે.

KRIBHCO Recruitment 2021 : નોકરી (Jobs)ની શોધ કરી રહેલા ઉમેદવારો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. કૃષક ભારતી કો-ઓપરેટિવ લિમિટીડ (Krishak Bharati Cooperative Limited - KRIBHCO)એ ભરતી નોટીફીકેશન (Job Notification) જાહેર કરી છે. KRIBHCOમાં જૂનિયર ઓપરેટર જીઆર 1 ટ્રેની, જૂનિયર કેમિસ્ટ જીઆર 1 ટ્રેની અને જૂનિયર ટેક્નિશ્યન જીઆર 1 ટ્રેનીના પદો માટે ઓનલાઇન અરજીઓ (Jobs in KRIBHCO) મંગાવી છે. ઇચ્છુક ઉમેદવારો 31 ડિસેમ્બર સુધીમાં KRIBHCOની ઓફિશ્યલ વેબસાઇટ kribhco.net દ્વારા ઓનલાઇન અરજી (Apply Online) કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત

  • જૂનિયર ઓપરેટર – ઓછામાં ઓછા 60% સાથે 3 વર્ષ ફુલ ટાઇમ B.Sc (મુખ્ય વિષય તરીકે કેમેસ્ટ્રી, ફિઝીક્સ અને ગણિત) કરેલું હોવું જરૂરી છે. પાસિંગ યર વર્ષ 2021 હોવું જોઇએ. અથવા 3 વર્ષનો ડિપ્લોમાં કેમિકલ એન્જીનીયરીંગ અભ્યાસ 60 ટકા માર્ક્સ સાથે પાસ કર્યુ હોવું જોઇએ.

  • જૂનિયર કેમિસ્ટ (લેબ) જીઆર-1 – 60 ટકા સાથે 3 વર્ષ ફુલ ટાઇમ B.Sc (મુખ્ય વિષય તરીકે કેમેસ્ટ્રી, ફિઝીક્સ, ગણિત) કરેલું હોવું જરૂરી છે. પાસિંગ વર્ષ 2021 હોવું જોઇએ.

  • જૂનિયર ટેક્નિશ્યન (મેકેનિકલ) ગ્રેડ -1 -60 ટકા માર્ક્સ સાથે 3 વર્ષનો મેકેનિકલ એન્જીનિયરીંગ ડિપ્લોમાં કોર્સ હોવો જોઇએ.

  • જૂનિયર ટેક્નિશ્યન (ઇલેક્ટ્રીકલ) ગ્રેડ – 1 – 60 ટકા માર્ક્સ સાથે 3 વર્ષ ફુલ ટાઇમ ઇલેક્ટ્રિકલ એન્જીનિરીંગ કોર્સ કરેલો હોવો જોઇએ.આ તમામ ડિગ્રીઓ માટે પાસિંગ યર 2021 હોવું જરૂરી છે.


આ પણ વાંચો : IARI Recruitment : ધો. 10 પાસ માટે બમ્પર ભરતી, રૂ. 21,700 પગારથી થશે શરૂઆત

નોકરીની ટૂંકી વિગતો
શૈક્ષણિક લાયકાતBSCથી લઈને ઼ડિપ્લોમાં એન્જિનિયરીંગ, જુદી જુદી બ્રાન્ચ માટે જાહેરાતને યોગ્ય રીતે વાંચવી
પસંદગી પ્રક્રિયાઓનલાઇન અરજીના આધારે આગળની પ્રક્રિયા હાથ ધરાશે
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
અરજી કરવાની ફીનિશુલ્ક
અરજી કરવાની અંતિમ તારીખ31-12-2021
ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



વય મર્યાદા

  • જૂનીયર ઓપરેટર (પ્રોડક્શન) જીઆર-1 ટ્રેની માટે ઉમેદવારની ઉંમર 30.11.2021 સુધીમાં 25 વર્ષથી વધુ ન હોવી જોઇએ.

  • જૂનીયર કેમિસ્ટ (લેબ) જીઆર-1 ટ્રેની માટે ઉમેદવારની ઉંમર 30.11.2021 સુધીમાં 25 વર્ષથી વધુ ન હોવી જોઇએ.

  • જૂનીયર ટેક્નિશ્યન (મેકેનિકલ) જીઆર-1 ટ્રેની માટે ઉમેદવારની ઉંમર 25 વર્ષથી વધુ ન હોવી જોઇએ.

  • જૂનીયર ટેક્નિશ્યન (ઇલેક્ટ્રિકલ) જીઆર-1 ટ્રેની માટે ઉમેદવારની ઉંમર 25 વર્ષથી વધુ ન હોવી જોઇએ.


આ પણ વાંચો: Central Bank of India Recruitment : સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં 115 જગ્યા માટે ભરતી, 89,890 રૂ. સુધી મળશે પગાર

કેટલો મળશે પગાર

આ પદો માટે પસંદગી પામનારા ઉમેદવારોને આકર્ષક પગાર આપવામાં આવશે. ટ્રેનિંગના પહેલા વર્ષ માટે કર્મચારીઓને દર મહિને રૂ.30,000 સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. આ ઉપરાંત કેન્ટીન અને વોશિંગ ભથ્થું આપવામાં આવશે.

જ્યારે ટ્રેનિંગના બીજા વર્ષ માટે કર્મચારીઓને દર મહિને રૂ. 30,500 સ્ટાઇપેન્ડ અને કેન્ટીન અને વોશિંગ ભથ્થું આપવામાં આવશે.
First published:

Tags: Careers, Jobs, Sarkari Naukri 2021

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો