Kotak Mahindra Bank Recruitment : કોટક મહિન્દ્રા બેન્કમાં ભરતી, ગ્રેજ્યુએટ માટે તક, અહીંથી કરો અરજી
Kotak Mahindra Bank Recruitment : કોટક મહિન્દ્રા બેન્કમાં ભરતી, ગ્રેજ્યુએટ માટે તક, અહીંથી કરો અરજી
Kotak Mahindra Bank Recruitment : કોટક મહિન્દ્રા બેન્કમાં ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક પરથી કરો અરજી
Kotak Bank Recruitment 2022 : કોટક મહિન્દ્રા બેન્કમાં (Kotak Mahindra Bank)માં ગ્રેજ્યુએટ્સ માટે ભરતીની જાહેરાત બહાર પડી છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંથી અરજી કરી શકે છે.
Kotak Bank Recruitment 2022: કોટક મહિન્દ્રા બેંક (Kotak Mahindra Bank) વડોદરા (ગુજરાત) દ્વારા સર્વિસ ડિલિવરી ઓફિસરની નિમણૂક કરવા નોટિફિકેશન બહાર પડાઈ છે. જેમાં ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. ખાલી પડેલા પદો માટે તમામ વિગતો અહી આપવામાં આવી છે. વધુ વિગતો માટે ઓફિશિયલ નોટિફિકેશનનો સંદર્ભ લઈ શકાય છે. અરજી કરવા માંગતા ઉમેદવારો 31-05-2022 પહેલા ઓનલાઈન અરજી કરી શકે છે. રસ ધરાવતા ઉમેદવારો નીચે ટેબલમાં આપવામાં આવેલી લિંક દ્વારા જાહેરાત જોઈ અને ઓનલાઈન અરજી કરી શકે છે.
Kotak Bank Recruitment 2022: લાયકાતના ધારાધોરણ
આ પદો પર અરજી કરનાર ઉમેદવારોએ ફરજીયાત પણે કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ હોવુ જોઈએ.
Kotak Bank Recruitment 2022: આવડત અને કૌશલ્ય
નોકરી માટે અરજી કરનાર ઉમેદવાર પાસે નીચેની કુશળતા હોવી આવશ્યક છે:
કસ્ટમર સર્વિસ ઓરિએન્ટેશન સાથે સારી કોમ્યુનિકેશન સ્કિલ હોવી જરૂરી છે.
ઉચ્ચ નેટવર્થ ગ્રાહકોના પસંદગીના જૂથ સાથે બેન્કિંગ સંબંધો વિકસાવવા અને જાળવી રાખવા
વિનમ્ર સ્વભાવ ધરાવતા હોવા જોઈએ
સાઈક્રોસોફ્ટ એક્સેલનુ સારુ જ્ઞાન હોવુ જોઈએ.
બેંકિંગ ધોરણો અને પ્રક્રિયાઓની સમજ હોવી આવશ્યક છે.