Home /News /career /

Know Your Paramilitary | ઈન્ડો- તિબેટિયન બોર્ડર પોલીસ, 18,800 ફીટની ઊંચાઈ સુધી સુરક્ષા કરતા 'સાવજો'ની ફોર્સ

Know Your Paramilitary | ઈન્ડો- તિબેટિયન બોર્ડર પોલીસ, 18,800 ફીટની ઊંચાઈ સુધી સુરક્ષા કરતા 'સાવજો'ની ફોર્સ

Know Your Paramilitary | ઈન્ડો- તિબેટિયન બોર્ડર પોલિસ વિશે રસપ્રદ વાતો, દરેકે જાણવું જરૂરી

Know Your Paramilitary Forces : ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (Indo-Tibetan Border Police, ITBP) ને જમ્મુ અને કાશ્મીરના કારાકોરમ પાસથી અરુણાચલ પ્રદેશના જાચેપ લા સુધીની ભારત-ચીન સરહદનો 3,488 કિમીનો સમગ્ર વિસ્તાર સોંપવામાં આવ્યો હતો. 90,000 કર્મચારીઓની આ ફોજ વિશે જાણો

વધુ જુઓ ...
  ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (Indo-Tibetan Border Police, ITBP)ના 90,000 થી વધુ જવાનો અને અધિકારીઓ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને હિમાલયની સરહદી (Himalayan borders) સુરક્ષા જેવી અન્ય ફરજો બજાવવા માટે સતત ખડે પગે રહે છે. આ અત્યંત કુશળ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (Central Armed Police Force, CAPF) છે. આ ફોર્સના જવાનો જોખમી અને ઈનહોસ્પિટેબલ ટેરેટરી અને ભયંકર પરિસ્થિતિઓમાં 3,000 થી 18,800 ફીટની ઊંચાઈએ (જ્યાં તાપમાન -45 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી જાય છે) સરહદની સુરક્ષા કરવામાં નિષ્ણાત છે. તેઓ કઠોર હવામાનમાં પણ કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે ટ્રેઈન્ડ છે.

  ફોર્સના જવાનોનું ધ્યેય 'શૌર્ય-દ્રિધાતા-કર્મનિષ્ઠા' (Shaurya-Dridhata-Karmanishtha) અનુસાર માનવીય ગૌરવ અને રાષ્ટ્રીય અખંડિતતાના ઉચ્ચતમ ધોરણોને જાળવી રાખવાનું છે. આ જવાનો 'હિમાલયના સેન્ટિનલ્સ' (Sentinels of the Himalayas) તરીકે કાર્ય કરે છે.

  ITBP ઈતિહાસ

  'વન બોર્ડર, વન ફોર્સ' (one border, one force) નીતિને અનુસરીને વર્ષ 1962માં ચીનના આક્રમણ પછી ભારત સરકારે હિમાલયની સરહદોની રક્ષા માટે એક વિશેષ દળ ઊભું કરવાનું નક્કી કર્યું. 24 ઓક્ટોબર, 1962ના રોજ ITBP ચાર બટાલિયન સાથે અસ્તિત્વમાં આવી હતી. જે પુરવઠા, સંદેશાવ્યવહાર અને લોજિસ્ટિક્સમાં સંપૂર્ણપણે સ્વ-નિર્ભર હતું.

  આ દળને સ્થાનિક લોકો સાથે આસિમિલેટ થવાની, ગુપ્ત માહિતી એકત્રિત કરવાની ઉચ્ચ-સ્તરની ક્ષમતા સાથે તાલીમ આપવામાં આવી હતી અને દુશ્મનની ઘૂસણખોરીની સ્થિતિમાં સશસ્ત્ર દળોના સૈન્ય ન આવે ત્યાં સુધી તેમને રોકી રાખવાની ફરજ પણ તેઓની છે.

  શરૂઆતમાં ફોર્સમાં વિવિધ એકમોમાંથી માત્ર 1,472 કર્મચારીઓ સામેલ હતા, જે ચાર બટાલિયનમાં ગોઠવાયેલા હતા. સરકારે તેનું વિસ્તરણ કરવાનું નક્કી કર્યું અને ભૂપ્રદેશ - પર્યાવરણથી વાકેફ પહાડી વિસ્તારોના સ્થાનિકોની ભરતી કરવામાં આવી હતી. તાલીમ આપવા માટે ટ્રેઈનર્સની પસંદગી કરવામાં આવી હતી. બાદમાં ફોર્સનો ઉપયોગ જમ્મુ અને કાશ્મીર વિરોધી કાર્યવાહી સિવાય 1965 અને 1971ના ભારત-પાક સંઘર્ષ દરમિયાન કરવામાં આવ્યો હતો. બાદમાં આ ફોર્સને જમ્મુ અને કાશ્મીરના કારાકોરમ પાસથી અરુણાચલ પ્રદેશના જાચેપ લા સુધીની ભારત-ચીન સરહદનો 3,488 કિમીનો સમગ્ર વિસ્તાર સોંપવામાં આવ્યો હતો. દળમાં આજે 56 બટાલિયન અને 176 બોર્ડર ચોકીઓ છે.

  ITBP  સ્ટ્રેન્થ અને સ્ટ્રક્ચર

  ITBP પાસે 56 સેવા બટાલિયન, ચાર વિશેષજ્ઞ બટાલિયન, 17 તાલીમ કેન્દ્રો, 15 સેક્ટર હેડક્વાર્ટર અને સાત લોજિસ્ટિક્સ સંસ્થાનો છે જેની કુલ સંખ્યા આશરે 90,000 કર્મચારીઓ છે.

  આ દળનું નેતૃત્વ ડાયરેક્ટર જનરલ-રેન્કના IPS અધિકારી કરે છે જે ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી) સિવાય ત્રણ વધારાના ડિરેક્ટર જનરલ (એડીજી) અને 23 ઈન્સ્પેક્ટર જનરલ (આઈજી)નું નિયંત્રણ અને કમાન્ડ કરે છે. ADG ને ત્રણ વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે: ADG મુખ્યાલય, ADG પશ્ચિમી કમાન્ડ લેહ અને દહેરાદૂન સેક્ટર માટે જવાબદાર છે, અને ADG પૂર્વીય કમાન્ડ જે ભોપાલ, ઇટાનગર અને લખનૌ સરહદોનું ધ્યાન રાખે છે. હિમાલયના વિસ્તારોમાં મહિલા કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવી છે.

  આ પણ વાંચો : Nada Bet : ભારત-પાકિસ્તાન બોર્ડર નડા બેટ પર જોવા મળશે વાઘા બોર્ડર જેવો નજારો, નવા આકર્ષણનો ઉમેરો

  ITBP  પરાક્રમની ગાથા

  ITBP એ 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી જ્યાં તેણે પાકિસ્તાની ઘૂસણખોરોને સાફ કર્યા હતા અને રાજૌરી જિલ્લા (J&K) ના ઘણા વિસ્તારોમાં સ્થાનિક લોકોને બચાવ્યા હતા દળ દ્વારા રાત-દિવસ પેટ્રોલિંગે પાક ઘૂસણખોરોને ભગાડ્યા હતા. સરકારે CHOGM-1983 અને NAM-1983 દરમિયાન આતંકવાદ વિરોધી સુરક્ષા કવરેજ પ્રદાન કરવા માટે ભારતે ITBPને જવાબદારી સોંપી

  1987 માં પંજાબમાં આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓ દ્વારા કરાતી બેંક લૂંટને રોકવા માટે ITBPની છ બટાલિયન ઊભી કરવામાં આવી હતી. ITBP બટાલિયનને 1998 માં પંજાબમાંથી જમ્મુ અને કાશ્મીરમાં બળવાખોરી વિરોધી કામગીરીમાં પણ ભૂમિકા ભજવી હતી. આ સાથે જ વર્ષ 2013માં ઉત્તરાખંડમાં આવેલ ભીષણપૂરમાં પણ લોકોને બચાવવા ફોર્સ દ્વારા રેસક્યૂ ઓપરેશન કરવામાં આવ્યા હતા.

  7 જુલાઈ, 2008ના રોજ કાબુલમાં દૂતાવાસ પર થયેલા આત્મઘાતી હુમલામાં બે જવાનો કોન્સ્ટ (જીડી) અજય સિંહ પઠાનિયા અને કોન્સ્ટ (જીડી) રૂપ સિંહને મરણોત્તર કીર્તિ ચક્રથી નવાજવામાં આવ્યા હતા.

  આ પણ વાંચો : પેરામિલિટરી વિશે જાણો| પાર્ટ 1 : બોર્ડર સિક્યોરિટી ફોર્સ, ભારતની સરહદોની અભેધ સુરક્ષા

  ITBP એ પદ્મશ્રી-7, કીર્તિ ચક્ર-2, શૌર્ય ચક્ર-6, સેના મેડલ-1, શૌર્ય માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ-19, શૌર્ય માટે પોલીસ મેડલ-91, પરાક્રમ પદક-79, પોલીસ અને ફાયર સર્વિસ મેડલ ફોર ગેલેન્ટ્રી-2, વડાપ્રધાન જીવન બચાવ ચંદ્રક-86, જીવન રક્ષા પદક-6, સર્વોત્તમ જીવન રક્ષા પદક-2, ઉત્તમ જીવન રક્ષા પદક-13, તેનઝિંગ નોર્ગે એડવેન્ચર એવોર્ડ-12 સહિતની સિદ્ધિઓ હાંસલ કરી છે.

  ITBP  તાલીમ

  આઇટીબીપીની ઉત્પત્તિ ગેરિલા યુદ્ધની તાલીમમાં રહેલી છે. લશ્કરી અને પોલીસ રણનીતિની તાલીમ ઉપરાંત પર્વતીય યુદ્ધ, ખડક અને આઈસ ક્રાફ્ટ અને ખાસ કરીને નિઃશસ્ત્ર લડાઇમાં વ્યાપકપણે તાલીમ આપે છે. હાઇ-એલ્ટિટ્યુડ સર્વાઇવલ, રેન્જર્સ, સ્કીઇંગ, રાફ્ટિંગ વગેરેની પણ તાલીમ અપાય છે. વર્ષોથી રેકોર્ડ 230 થી વધુ પર્વતારોહણ અભિયાનો પૂર્ણ કરવા ઉપરાંત ચાર વખત માઉન્ટ એવરેસ્ટને સફળતાપૂર્વક સર કર્યું છે.

  ITBP  બજેટ

  વર્ષ 2020-21માં સરકાર દ્વારા મંજૂર કરાયેલ ITBPનું વાર્ષિક બજેટ રૂ. 6,150.15 કરોડ હતું, 2021-2022માં રૂ. 6,567.17 કરોડ અને 2022-2023માં રૂ. 7,461.28 કરોડ હતું

  આ પણ વાંચો : Indian Army recruitment : આર્મીમાં પુરૂષ અને મહિલા ઉમેદવારોની ભરતી, અહીંથી કરો અરજી

  ITBP 2.0

  ITBP આગામી પાંચ વર્ષમાં તેની તાકાત વધારવાનું વિચારી રહી છે. અરુણાચલ પ્રદેશમાં તૈનાત કરવા માટે લગભગ સાત બટાલિયનને ટૂંક સમયમાં જ મંજૂર કરવામાં આવશે. 2030 સુધીમાં તેની રેન્કમાં 1 લાખથી વધુ કર્મચારીઓ હશે. ફોર્સ એક ડેડિકેટેડ એર વિંગ પણ લાવી શકે છે. તે લાઇવ અને એક્સક્લુઝિવ કોમ્યુનિકેશન માટે ડાયરેક્ટ સેટેલાઇટ કનેક્ટિવિટી પણ શોધી રહી છે. ચીની સરહદો પર પણ હવે પકડ મજબૂત કરવા તરફ આગળ વધી રહ્યું છે.

  ITBP, અધિકારીઓનું કહેવું છે કે, આગામી 10 વર્ષમાં શ્રેષ્ઠ સજ્જ અને આધુનિક CAPFમાંનું એક બની શકે છે.
  First published:

  Tags: ITBP, Jobs and Career, Sarkari Naukri, કેરિયર

  આગામી સમાચાર