Know Your Paramilitary | નેપાળ અને ભૂતાન સરહદોની સુરક્ષા કરે છે SSB, 1 લાખ બહાદુર જવાનોની આ ફોજ વિશે જાણવા જેવું
Know Your Paramilitary | નેપાળ અને ભૂતાન સરહદોની સુરક્ષા કરે છે SSB, 1 લાખ બહાદુર જવાનોની આ ફોજ વિશે જાણવા જેવું
નેપાળ ભૂતાન સરહદની સુરક્ષા કરતા આ જવાનોની ફોજ SSB વિશે જાણવા જેવી રસપ્રદ માહિતી
Know Your Paramilitary | અમારી વિશેષ શ્રેણી ' નો યોર પેરામિલિટરી' હેઠળ આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ સશસ્ત્રી સીમા બળ (SSB)ની માહિતી, જાણો આ જવાનોનું મુખ્ય કામ શું છે, તેમનો ઈતિહાસ કેવો હતો અને શું છે તેમની મુખ્ય જવાબદારીઓ
Sashastra Seema Bal :1962માં ચીની આક્રમણ (Chinese aggression) પછી ભારત સરકારને એવા દળની જરૂરિયાત અનુભવાઈ કે જે નાગરિકો સાથે ભળી શકે સાથે જ ગુપ્ત માહિતી એકત્ર કરવા માટે કામ કરી શકે. જેથી અત્યારે શસ્ત્ર સીમા બલ (Sashastra Seema Bal) તરીકે ઓળખાતા સ્પેશિયલ સર્વિસ બ્યુરો (The Special Service Bureau)નો જન્મ ભારતની રાષ્ટ્રીય ગુપ્તચર એજન્સીને મદદ કરવા માટે થયો હતો. હવે 1 લાખ જેટલા જવાનો સાથે આ દળ મુખ્યત્વે નેપાળ અને ભૂતાન બે સરહદોની રક્ષા માટે તૈનાત છે. કારગિલ યુદ્ધ પછી સરકારે એક સરહદ, એક બળ (one border, one force) નો વિચાર કર્યો ત્યારથી તેમની ભૂમિકામાં પરિવર્તન થયું હતું.
કારગીલ યુદ્ધ પછી SSB ને ગૃહ મંત્રાલય હેઠળ સરહદ રક્ષક દળ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને 15 ડિસેમ્બર, 2003 ના રોજ તેનું નામ બદલીને સશસ્ત્ર સીમા બળ રાખવામાં આવ્યું હતું. તેને ભારત-નેપાળ સરહદની રક્ષા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું અને એક વર્ષ પછી તેને સુરક્ષાની વધારાની જવાબદારી મળી હતી. ભારત-ભૂતાન સરહદ તે મુખ્ય ગુપ્તચર એજન્સી બની હતી. SSB હવે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ અને અરુણાચલ પ્રદેશમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ફેલાયેલું છે.
Sashastra Seema Bal : ઇતિહાસ
1962માં ચીન સાથેના સંઘર્ષ પછી ભારત સરકારને લાગ્યું કે સરહદો પર નિઃશસ્ત્ર સૈનિકોની પણ જરૂર છે. આવ્યા સૈનિકો દુશ્મન તરફથી કોઈપણ હિલચાલના કિસ્સામાં સશસ્ત્ર દળોને મદદ કરશે. સ્પેશિયલ સર્વિસ બ્યુરો (Special Service Bureau) (હવે સશાસ્ત્ર સીમા બળ) ની યોજના નવેમ્બર 1962માં કરવામાં આવી હતી અને સરહદી વિસ્તારોમાં 'સંપૂર્ણ સુરક્ષા સજ્જતા' રાખવાના પ્રાથમિક ઉદ્દેશ્ય સાથે ચાર મહિના પછી ઔપચારિક રીતે તેનુ નિર્માણ કરવામાં આવ્યું હતું.
સ્પેશિયલ સર્વિસ બ્યુરો શરૂઆતમાં કેટલાક રાજ્યોમાં શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં આસામ, ઉત્તર બંગાળ, ઉત્તર પ્રદેશના પહાડી જિલ્લાઓ, હિમાચલ પ્રદેશ, પંજાબના ભાગો અને તત્કાલીન જમ્મુ અને કાશ્મીર રાજ્યના લદ્દાખ વિસ્તારનો સમાવેશ થાય છે. સરહદી વિસ્તારોમાં તેની સફળતાને કારણે, SSBનું કાર્યક્ષેત્ર મણિપુર, ત્રિપુરા, જમ્મુ, મેઘાલય, સિક્કિમ, રાજસ્થાન, દક્ષિણ બંગાળ, નાગાલેન્ડ અને મિઝોરમ સુધી વિસ્તર્યું હતું.
SSBને 9,917 કિલોમીટરમાં ફેલાયેલા 80,000 ગામડાઓમાં રહેતા લગભગ 6 કરોડ લોકોની વસ્તીને આવરી લેવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ વિસ્તારોને વિભાગોમાં વહેંચવામાં આવ્યા હતા. જે સબએરિયામાં વિભાજિત કરવામાં આવ્યા હતા. તેના શરૂઆતના દિવસોમાં SSB પાસે 10 વિભાગો હતા. જેમાં પ્રત્યેકનું નેતૃત્વ ડિવિઝનલ કમિશનર દ્વારા કરવામાં આવતું હતું, 49 વિસ્તારો એરિયા ઓર્ગેનાઇઝર દ્વારા સંચાલિત હતા, 117 સબએરિયા ઓર્ગેનાઇઝર દ્વારા સંચાલિત હતા, અને 287 સર્કલની જવાબદારી સર્કલ ઓર્ગેનાઇઝરની હતી. લડાઇ માટે તેની પાસે બે ડઝન બટાલિયન પણ હતી જે સ્વયંસેવકોને શસ્ત્રોની તાલીમ આપતી હતી. આ સ્વયંસેવકોને તાલીમ આપવા માટે SSB એ વિવિધ તાલીમ કેન્દ્રો પણ ખોલ્યા હતા.
1990 સુધીમાં દળ પાસે સાત મુખ્ય તાલીમ કેન્દ્રો અને સાત મહિલા અદ્યતન તાલીમ શાળાઓ હતી. હિમાચલ પ્રદેશ, પંજાબ, J&Kના ભાગો, UP, ઉત્તર આસામ, ઉત્તર બંગાળ અને દક્ષિણ બંગાળમાં સ્થિત સરહદી વસ્તીને તાલીમ આપવામાં આવી હતી. સ્થાનિકોને યુદ્ધ જેવી પરિસ્થિતિઓ અથવા કોઈપણ હુમલા દરમિયાન સ્વ-બચાવની પ્રક્રિયા તરીકે નાના હથિયારોનો ઉપયોગ કરવાની તાલીમ આપવામાં આવી હતી. આ સ્વયંસેવકો એસએસબીના આંખ અને કાન તરીકે પણ કામ કરતા હતા.
કારગિલ યુદ્ધ પછી ભારત સરકારે સરહદો સંબંધિત નીતિમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો અને 'એક બળ, એક સરહદ' પર આધારિત યોજનાને અંતિમ સ્વરૂપ આપ્યું. 2001માં SSBને સંશોધન અને વિશ્લેષણ વિંગ (Research and Analysis Wing)માંથી ગૃહ મંત્રાલયના સીધા નિયંત્રણમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યું હતું. ફોર્સે તેનું પ્રાથમિક કાર્ય બદલી નાખ્યું અને નેપાળ અને ભૂતાન સરહદોની રક્ષા માટે તૈનાત કરવામાં આવ્યું. તેનું નામ બદલીને સશાસ્ત્ર સીમા બળ રાખવામાં આવ્યું અને તે સૌથી નવું અર્ધલશ્કરી સંગઠન બન્યું હતું.
ફેરફાર સાથે SSB ને સેન્ટ્રલ આર્મ્ડ પોલિસ ફોર્સ (central armed police force, CAPF) પણ જાહેર કરવામાં આવ્યું હતું અને જૂન 2001માં ભારત-નેપાળ સરહદ માટે તે મુખ્ય ગુપ્તચર એજન્સી બની હતી. આ દળને 699 કિમીથી વધુ વિસ્તરેલી ભારત-ભૂતાન સરહદની રક્ષા કરવાનું પણ કામ સોંપવામાં આવ્યું હતું. સિક્કિમ, પશ્ચિમ બંગાળ, આસામ અને અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં તેણે કોઈપણ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળમાં પ્રથમ વખત તેની બટાલિયન માટે મહિલાઓની ભરતી કરવાનું પણ નક્કી કર્યું.
Sashastra Seema Bal : બહાદુરીના કિસ્સા
સંવેદનશીલ વિસ્તારોમાં દળની તૈનાતીને કારણે SSB જવાનોને કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર વગેરે સહિત ઘણા મેડલ એનાયત કરવામાં આવ્યા છે. 2009માં જ્યારે આસામ બળવાને કારણે તણાવનો સામનો કરી રહ્યું હતું, ત્યારે SSB એ મહત્વની ભૂમિકા ભજવી હતી. તે વર્ષે 9 એપ્રિલે સબ-ઇન્સ્પેક્ટર (જનરલ ડ્યુટી) અથવા SI (GD) ભૂપાલ સિંહે તેમના સાથીદારો સાથે બળવાખોરોનો સામનો કર્યો અને હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.
કારગિલ યુદ્ધ દરમિયાન એસએસબીએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેના ક્ષેત્રના અધિકારીઓને સ્થાનિકોના સંપર્કમાં રહેલા દુશ્મનો વિશે માહિતી આપવાનું કામ સોંપવામાં આવ્યું હતું. ફોર્સે નક્સલી કમાન્ડરો અને વિવિધ વિદ્રોહીઓને પણ ખતમ કર્યા છે. 2016 માં SSBએ બિહારથી તસ્કરી કરીને મુંબઈ લઈ જવામાં આવી રહેલા 59 બાળકોને બચાવ્યા હતા.
SSBને વર્ષ 2022-23 માટે 7653.73 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તાજેતરના વર્ષોમાં સરકારે ફોર્સના બજેટમાં વધારો કર્યો છે કારણ કે તે અરુણાચલ પ્રદેશમાં કેટલાક વ્યૂહાત્મક સ્થળોએ તૈનાત છે.
Sashastra Seema Bal :સ્ટ્રેન્થ અને સ્ટ્રક્ચર
ડાયરેક્ટર જનરલના સ્તરે એક વરિષ્ઠ ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી દળનું નેતૃત્વ કરે છે, જેમાં લગભગ એક લાખ કર્મચારીઓ હોય છે. દળમાં વિવિધ વિભાગો છે, જેમાં ઓપરેશન્સ અને ઇન્ટેલિજન્સ, કર્મચારીઓ અને તાલીમ, વહીવટ વગેરેનો સમાવેશ થાય છે, જે IG-સ્તરના અધિકારીઓ હેઠળ કામ કરે છે. દળને સરહદોમાં પણ વિભાજિત કરવામાં આવે છે, જે રાનીખેત, લખનૌ, પટના, સિલિગુડી, ગુવાહાટી અને તેઝપુર છે, જે IG-સ્તરના અધિકારીઓ હેઠળ પણ કામ કરે છે. SSB પાસે 16 IG અને એક ADG છે જે DG હેઠળ કામ કરે છે.
SSB જવાનો ગેરિલા યુદ્ધ, કાઉન્ટર ઇન્સર્જન્સી, ઇન્ટેલિજન્સ, જંગલ અને સ્નો સર્વાઇવલ વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં તાલીમ મેળવે છે. દળમાં જવાનો તેમજ સિવિલ કેડર માટે સૌથી જૂના તાલીમ કેન્દ્રો પૈકીનું એક છે. દિલ્હીમાં SSBનું જવાનો અને અધિકારીઓ માટે ઈન્ટેલિજન્સ લર્નિંગ સેન્ટર છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર