Home /News /career /

Ahmedabad: એરોનોટિકલ એન્જિનિયર બનવા માટે શું કરશો ? જાણો શું છે એડમિશનની સંપૂર્ણ પ્રોસેસ 

Ahmedabad: એરોનોટિકલ એન્જિનિયર બનવા માટે શું કરશો ? જાણો શું છે એડમિશનની સંપૂર્ણ પ્રોસેસ 

કેટલી ફી ભરવી પડે અને અભ્યાસક્રમનું માળખું શું રહેશે ?

Education News: એરોનોટિકલ (Aeronautical) એન્જિનિયરિંગ એ ફ્લાઇટ સક્ષમ મશીનો અથવા ઓપરેટિંગ એરક્રાફ્ટની તકનીકોના અભ્યાસ, ડિઝાઇન અને ઉત્પાદન સાથે સંકળાયેલું વિજ્ઞાન છે.

    અમદાવાદ:  એરોનોટિકલ (Aeronautical) એન્જિનિયરિંગ એ ફ્લાઇટ સક્ષમ મશીનો અથવા ઓપરેટિંગ એરક્રાફ્ટની તકનીકોના અભ્યાસ, ડિઝાઇન અને ઉત્પાદન સાથે સંકળાયેલું વિજ્ઞાન છે. આ કોર્સ એક એન્જિનિયરને (Engineer) વ્યાપારી અથવા લશ્કરી એરક્રાફ્ટ (Aircraft), મિસાઇલ અને અવકાશયાનના ડિઝાઇનિંગ, નિર્માણ, વિશ્લેષણ અને પરીક્ષણમાં તાલીમ આપે છે. એરોસ્પેસ (Aerospace) એન્જિનિયરો એરક્રાફ્ટ, અવકાશયાન, એરોસ્પેસ સાધનો, ઉપગ્રહો (Satellites) અને મિસાઇલોના સંશોધન, ડિઝાઇન અને ઉત્પાદન માટે જવાબદાર છે. તેઓ વાણિજ્યિક ઉડ્ડયન, સંરક્ષણ પ્રણાલી અને અવકાશ (Scope) સંશોધનમાં નવી તકનીકો પણ વિકસાવે છે.

    કઈ કોલેજ, ક્યાં આવી ?

    ગુજરાતમાં આશરે સરકારી (Government) અને ખાનગી (Private) કોલેજો સાથે મળીને ઓછામાં ઓછી 10 કોલેજો છે. તેમાંથી અમદાવાદ અને ગાંધીનગરની કોલેજો (Colleges) નીચે મુજબ છે :

    આદિત્ય સિલ્વર ઓક ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલોજી

    સિલ્વર ઓક કૉલેજ ઑફ એન્જિનિયરિંગ અને ટેક્નૉલોજી

    કેટલી સીટ મળવા પાત્ર છે ?

    અત્યારે હાલમાં એન્જિનિયરિંગ ક્ષેત્રે વિદ્યાર્થીઓને (Students) અમદાવાદ અને ગાંધીનગરની સરકારી (Government) અને ખાનગી કોલેજોમાં કુલ 350 થી 400 જેટલી સીટો (Seats) છે. જેમાંથી આશરે કોલેજોમાં 20% થી 60% સીટો ખાલી જોવા મળી રહી છે.

    ગ્રુપ A ના વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષે વર્ષે ઘટી રહી છે. 2013માં 12મા ધોરણની સાયન્સની (Science) પરીક્ષામાં ઉપસ્થિત 74,226 વિદ્યાર્થીઓ ગ્રુપ A ના વિદ્યાર્થીઓ હતા. જેમાં આ આંકડો ઘટીને 2021માં 44,546 અને 2020માં 34,440 વિદ્યાર્થીઓ (Student) થયા હતા. તથા 2020માં છેલ્લે ખાનગી (Private) કોલેજોમાં મેરિટ 47.83% એ અટક્યું હતું અને 2021માં માસ પ્રમોશનને લીધે વિદ્યાર્થીઓને ગ્રેડના આધારે એડમિશન આપવામાં આવ્યા હતા.

    કેટલી ફી ભરવી પડે ?

    ખાનગી (Private) કોલેજોની રકમ આશરે 63,000 થી લઈને 86,000 રૂપિયા સુધીની વાર્ષિક ફી (Fee) ભરવી પડે છે.

    કોર્ષ શું રહેશે ?

    દરેક કોલેજોનો સિલેબસ અને કોર્ષ GTU નક્કી કરતી હોય છે. તથા યુનિવર્સિટીઓ તેની રીતે વિદ્યાર્થીઓ માટેનો અભ્યાસ નક્કી કરે છે.

    એડમિશન કેવી રીતે મેળવશો ?

    સૌ પ્રથમ સમિતિની વેબસાઈટ www.jacpcldce.ac.in પર માહિતી મેળવ્યા બાદ સમિતિની વેબસાઈટ www.gujacpc.nic.in પરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન, ચોઇસ ફિલિંગ, બેઠકની ફાળવણી અને ખાતરીનું પરિણામ વગેરે જેવી પ્રવેશ પ્રક્રિયા દાખલ કરી શકાય છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Ahmedabad news, Career and Jobs, Career News, Education News, અમદાવાદ

    આગામી સમાચાર