Ahemdabad: ગુજરાતમાં મિકેનિકલ ફિલ્ડ માટે કુલ કેટલી કોલેજો, કઈ રીતે તમે એડમિશન લઈ શકો છો જાણો તમામ માહિતી
Ahemdabad: ગુજરાતમાં મિકેનિકલ ફિલ્ડ માટે કુલ કેટલી કોલેજો, કઈ રીતે તમે એડમિશન લઈ શકો છો જાણો તમામ માહિતી
કેટલી ફી ભરવી પડે અને કોર્ષ શું રહેશે ?
મિકેનિકલ (Mechanical) એન્જિનિયરિંગ એ યાંત્રિક અને થર્મલ સેન્સર અને ઉપકરણોનો અભ્યાસ, ડિઝાઇન, વિકાસ, બાંધકામ અને પરીક્ષણ છે. જેમાં ટૂલ્સ, એન્જિન અને મશીનનો સમાવેશ થાય છે.
અમદાવાદ: મિકેનિકલ (Mechanical) એન્જિનિયરિંગ એ યાંત્રિક અને થર્મલ સેન્સર અને ઉપકરણોનો અભ્યાસ, ડિઝાઇન, વિકાસ, બાંધકામ અને પરીક્ષણ છે. જેમાં ટૂલ્સ, એન્જિન અને મશીનનો સમાવેશ થાય છે. મિકેનિકલ એન્જિનિયરિંગ (Engineering) કારકિર્દી માનવ જરૂરિયાતોની વિશાળ શ્રેણીને પહોંચી વળવા માટે ટેકનોલોજી બનાવવાનું કેન્દ્ર છે.
કઈ કોલેજ, ક્યાં આવી ?
ગુજરાતમાં આશરે સરકારી (Government) અને ખાનગી (Private) કોલેજો સાથે મળીને ઓછામાં ઓછી 250 કોલેજો છે. તેમાંથી અમદાવાદ અને ગાંધીનગરની કોલેજો (Colleges) નીચે મુજબ છે :
એલ.જે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી
સાલ કૉલેજ ઑફ એન્જિનિયરિંગ
સાલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ
આદિત્ય સિલ્વર ઓક ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલોજી
ઇન્ડસ ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગ
ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલોજી, નિરમા યુનિવર્સિટી
પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી
સ્કૂલ ઑફ એન્જિનિયરિંગ અને એપ્લાઇડ સાયન્સ, અમદાવાદ યુનિવર્સિટી
સિલ્વર ઓક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી, અમદાવાદ
કેટલી સીટ મળવા પાત્ર છે ?
અત્યારે હાલમાં એન્જિનિયરિંગ ક્ષેત્રે વિદ્યાર્થીઓને અમદાવાદ અને ગાંધીનગરની સરકારી અને ખાનગી કોલેજોમાં કુલ 3000 જેટલી સીટો (Seats) છે. જેમાંથી આશરે કોલેજોમાં 20% થી 60% સીટો ખાલી જોવા મળી રહી છે.
આ વખતે ગુજરાત બોર્ડનું (Board) પરિણામ 2020 માં 71.34% ની સરખામણીમાં 72.02% છે. નિષ્ણાતો સેલ્ફ ફાઇનાન્સ (Self Finance) એન્જિનિયરિંગની (Engineering) કોલેજોમાં મોટી ખાલી જગ્યાઓની અપેક્ષા રાખે છે. અંતરિયાળ વિસ્તારમાં આવેલી કોલેજોને (Colleges) મોટો ફટકો પડશે. 66,000 બેઠકો સામે માત્ર 24,000 ગ્રુપ A ના વિદ્યાર્થીઓ (Students) જ અરજી કરવા માટે લાયક છે.
સૌ પ્રથમ સમિતિની વેબસાઈટ www.jacpcldce.ac.in પર માહિતી મેળવ્યા બાદ સમિતિની વેબસાઈટ www.gujacpc.nic.in પરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન, ચોઇસ ફિલિંગ, બેઠકની ફાળવણી અને ખાતરીનું પરિણામ વગેરે જેવી પ્રવેશ પ્રક્રિયા દાખલ કરી શકાય છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર