Home /News /career /

Ahemdabad: સિવિલ એન્જિનિયર બનવા માટે શું કરશો? કઈ કોલેજમાં મેળવી શકો છો એડમિશન, જુઓ તમામ માહિતી

Ahemdabad: સિવિલ એન્જિનિયર બનવા માટે શું કરશો? કઈ કોલેજમાં મેળવી શકો છો એડમિશન, જુઓ તમામ માહિતી

કેટલી ફી ભરવી પડે અને અભ્યાસક્રમનું માળખું શું રહેશે ?

સિવિલ એન્જિનિયરિંગએ ભૌતિક અને કુદરતી રીતે નિર્મિત પર્યાવરણની ડિઝાઇન,બાંધકામ અને જાળવણી સાથે વ્યવહાર કરે છે. 

    અમદાવાદ: સિવિલ એન્જિનિયરિંગ (Civil Engineering) એ ભૌતિક અને કુદરતી રીતે નિર્મિત પર્યાવરણની ડિઝાઇન, બાંધકામ (Construction) અને જાળવણી સાથે વ્યવહાર કરે છે. જેમાં જાહેર કાર્યો જેવા કે રસ્તા, પુલ, નહેરો, ડેમ, એરપોર્ટ, ગટર વ્યવસ્થા, પાઇપલાઇન્સ, ઇમારતોના માળખાકીય ઘટકો અને રેલ્વે.

    કઈ કોલેજ, ક્યાં આવી ?

    ગુજરાતમાં આશરે સરકારી (Government) અને ખાનગી (Private) કોલેજો સાથે મળીને ઓછામાં ઓછી 200 કોલેજો છે. તેમાંથી અમદાવાદ અને ગાંધીનગરની કોલેજો (Colleges) નીચે મુજબ છે :

    સરકારી એન્જિનિયરિંગ કોલેજ, મોડાસા

    એલ.ડી. કૉલેજ ઑફ એન્જિનિયરિંગ, અમદાવાદ

    વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, ચાંદખેડા

    અમદાવાદ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી

    આલ્ફા કૉલેજ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નૉલૉજી

    અમીરાજ કૉલેજ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નૉલૉજી

    ગાંધીનગર ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી

    એલ.જે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી

    સેલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ

    આદિત્ય સિલ્વર ઓક ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલોજી

    ઇન્ડસ ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગ, અમદાવાદ

    ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલોજી, નિરમા યુનિવર્સિટી, અમદાવાદ

    પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી

    સિલ્વર ઓક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી, અમદાવાદ

    કેટલી સીટ મળવા પાત્ર છે ?

    અત્યારે હાલમાં એન્જિનિયરિંગ ક્ષેત્રે વિદ્યાર્થીઓને અમદાવાદ અને ગાંધીનગરની સરકારી અને ખાનગી કોલેજોમાં કુલ 2500 થી 3000 જેટલી સીટો (Seats) છે. જેમાંથી આશરે કોલેજોમાં 20% થી 60% સીટો ખાલી જોવા મળી રહી છે.

    આ પણ વાંચો: કમ્પ્યુટર એન્જિનિયર બનવા માટે શું કરશો ? 

    ગ્રુપ A ના વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષે વર્ષે ઘટી રહી છે. 2013માં 12મા ધોરણની સાયન્સની (Science) પરીક્ષામાં ઉપસ્થિત 74,226 વિદ્યાર્થીઓ ગ્રુપ A ના વિદ્યાર્થીઓ હતા. જેમાં આ આંકડો ઘટીને 2021માં 44,546 અને 2020માં 34,440 વિદ્યાર્થીઓ (Student) થયા હતા. તથા 2020માં છેલ્લે ખાનગી (Private) કોલેજોમાં મેરિટ 47.83% એ અટક્યું હતું અને 2021માં માસ પ્રમોશનને લીધે વિદ્યાર્થીઓને ગ્રેડના આધારે એડમિશન આપવામાં આવ્યા હતા.

    કેટલી ફી ભરવી પડે ?

    ખાનગી કોલેજોની રકમ આશરે 60,000 થી લઈને 1,60,000 રૂપિયા સુધીની વાર્ષિક ફી (Fee) ભરવી પડે છે.

    આ પણ વાંચો: Gujarat Metro Recruitment: ગુજરાત મેટ્રો રેલમાં અનેક પદો ભરતી

    કોર્ષ શું રહેશે ?

    દરેક કોલેજોનો સિલેબસ અને કોર્ષ GTU નક્કી કરતી હોય છે. તથા યુનિવર્સિટીઓ તેની રીતે વિદ્યાર્થીઓ માટેનો અભ્યાસ નક્કી કરે છે.

    એડમિશન કેવી રીતે મેળવશો ?

    સૌ પ્રથમ સમિતિની વેબસાઈટ www.jacpcldce.ac.in પર માહિતી મેળવ્યા બાદ સમિતિની વેબસાઈટ www.gujacpc.nic.in પરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન, ચોઇસ ફિલિંગ, બેઠકની ફાળવણી અને ખાતરીનું પરિણામ વગેરે જેવી પ્રવેશ પ્રક્રિયા દાખલ કરી શકાય છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Ahmedabad news, Career and Jobs, Career News, અમદાવાદ

    આગામી સમાચાર