Home /News /career /CATને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ટોપર્સ પાસેથી જાણો આ પરીક્ષા માટેની ટીપ્સ અને ટ્રિક્સ

CATને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ટોપર્સ પાસેથી જાણો આ પરીક્ષા માટેની ટીપ્સ અને ટ્રિક્સ

CATને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ટોપર્સ પાસેથી જાણો Tips

CAT Tips from Toppers: આ પરીક્ષાને (Common Admission Test, CAT) માત્ર ગણતરીના દિવસો જ બાકી છે, જેથી MBAમાં પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારો અત્યારે પોતાની પરીક્ષાની છેલ્લી તૈયારી કરી રહ્યા હશે. આ પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને મદદ મળી રહે તે માટે અહીંયા ટોપર્સની ટીપ્સ અને ટ્રિક્સ વિશે જાણકારી આપવામાં આવી છે. આ ટીપ્સ અને ટ્રિક્સની મદદથી તમે સારા માર્ક્સ સાથે IIMની એન્ટ્રન્સ પરીક્ષામાં પાસ થઈ શકો છો.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    27 નવેમ્બરના રોજ કોમન એડમિશન ટેસ્ટ (Common Admission Test, CAT) યોજાઈ રહી છે. આ પરીક્ષાને માત્ર ગણતરીના દિવસો જ બાકી છે, જેથી MBAમાં પ્રવેશ મેળવવા માંગતા ઉમેદવારો અત્યારે પોતાની પરીક્ષાની છેલ્લી તૈયારી કરી રહ્યા હશે. આ પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને મદદ મળી રહે તે માટે અહીંયા ટોપર્સની ટીપ્સ અને ટ્રિક્સ વિશે જાણકારી આપવામાં આવી છે. આ ટીપ્સ અને ટ્રિક્સની મદદથી તમે સારા માર્ક્સ સાથે IIMની એન્ટ્રન્સ પરીક્ષામાં પાસ થઈ શકો છો.

    નિલય જૈન (NEELAY JAIN)


    નિલય જૈન M.Com ડિગ્રી ધારક અને ક્વોલિફાઈડ CA છે. તેમણે સ્માર્ટ ટ્રિકની મદદથી 99.98 પર્સેન્ટાઈલ સાથે CATની પરીક્ષા પાસ કરી હતી. નિલય જૈન જણાવે છે કે, CATની પરીક્ષામાં તમામ બાબતો સોલ્વ કરવી જરૂરી નથી, પરંતુ પરીક્ષાની સ્ટ્રેટેજી બનાવવી જરૂરી છે. તેમણે આ પરીક્ષા પાસ કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી સ્ટડી મટીરિયલ ભેગું કર્યું હતું. ઉપરાંત CATની પરીક્ષાના ઉમેદવાર સાથે અપડેટ રહી શકાય તે માટે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ ગયા હતા.

    આ પણ વાંચો:  ધોરણ 10 પાસ માટે CRPFમાં બમ્પર ભરતી, પગાર જાણી કહેશો કે '....ના હોય!'

    વિરાજ શાહ (VIRAJ SHAH)


    અમદાવાદમાં રહેતા વિરાજ શાહે વર્ષ 2021માં CATની પરીક્ષામાં 99.99 પર્સેન્ટાઈલ મેળવ્યા હતા. તેમણે જણાવ્યું કે, મોક ટેસ્ટની સાથે સાથે મિત્રો સાથે ભણવાથી તેઓ આ પરીક્ષા પાસ કરી શકાય છે. ગૃપ સ્ટડીમાં ટાઈમ મેનેજમેન્ટથી પ્રશ્નપત્ર ખૂબ સરળતાથી અને ઝડપથી સોલ્વ થાય છે, ઉપરાંત તેઅંગે ચર્ચા પણ થઈ શકે છે. CATની પરીક્ષા પાસ કરવા માટે મારે મારી રીડિંગ સ્પીડ વધારવી પડી હતી.

    ધાનેશ ભુતડા (DHANESH BHUTADA)


    ધાનેશ ભુતડાએ વર્ષ 2021માં CATની પરીક્ષામાં 99.99 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. પુણેમાં રહેતા ધાનેશ જણાવે છે કે, તેમણે IIT ગાંધીનગરમાંથી કેમિકલ એન્જિનિયરીંગ કર્યું છે. તેઓ જણાવે છે કે, આ પરીક્ષા પાસ કરવા માટે રીડિંગ સ્પીડ હોવી જરૂરી છે. પ્રશ્ન સોલ્વ કરવા માટે બે મિનિટ કરતા પણ ઓછો સમય મળે છે. આ કારણોસર આ પરીક્ષામાં ટાઈમ મેનેજમેન્ટ સૌથી વધુ જરૂરી છે. હું દરરોજ બેથી ત્રણ કલાક ભણતો હતો અને દરરોજ 90થી 100 પ્રશ્નો સોલ્વ કરતો હતો.

    હર્ષિત કુમાર (HARSHIT KUMAR)


    હર્ષિતે વર્ષ 2021માં CATની પરીક્ષામાં 99.99 પર્સેન્ટાઈલ મેળવ્યા હતા. તેમણે IIT ગાંધીનગરમાંથી કેમિકલ એન્જિનિયરીંગ કર્યું છે. તેઓ જણાવે છે કે, CATની પરીક્ષામાં JEE મેઈન્સની જેમ ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી છે. જ્યાં વિદ્યાર્થીઓમાં કોન્સેપ્ટ ક્લીઅર હોવો જરૂરી છે. આ પરીક્ષા સંપૂર્ણપણે અભ્યાસક્રમ પર આધારિત હોય છે.

    આ પણ વાંચો:  QS Asia University Rankings 2023: એશિયાની ટોચની 200 યુનિવર્સિટીઓમાં 19 ભારતીય, જુઓ કઇ યુનિવર્સિટીઓનો થાય છે સમાવેશ

    ચિરાગ ગુપ્તા (CHIRAG GUPTA)


    ચિરાગ ગુપ્તાએ દેશની સૌથી ટફ બી-સ્કૂલમાંથી એક સ્કૂલમાંથી આ પરીક્ષા ક્લીઅર કરી છે અને 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. તેમણે માર્ચ 2021માં આ પરીક્ષા માટે તૈયારી શરૂ કરી હતી, તેમણે સેલ્ફ સ્ટડી પર વધુ ધ્યાન આપ્યું હતું. દર સપ્તાહે તેઓ એક મોક ટેસ્ટ પણ આપતા હતા, ત્યારબાદ તેઓ દરરોજ એક મોક ટેસ્ટ આપતા હતા.

    હું દિવસમાં પાંચ કલાક વાંચતો હતો, જેમાં મોક ટેસ્ટ પણ આપતો હતો. મેં કેટલું વાંચ્યું છે, મને કેટલું આવડ્યું છે અને હજુ વધુ સારી રીતે કેવી રીતે સમજી શકાય તે માટે સેલ્ફ સ્ટડી કરતો હતો અને દરરોજ એક મોક ટેસ્ટ આપતો હતો.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Career and Jobs

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन