Home /News /career /

CBSE Board Exam 2022: કઈ રીતે સોલ્વ કરવું CBSE બોર્ડ પેપર? અત્યારથી ધ્યાનમાં રાખી લો આ Tips

CBSE Board Exam 2022: કઈ રીતે સોલ્વ કરવું CBSE બોર્ડ પેપર? અત્યારથી ધ્યાનમાં રાખી લો આ Tips

CBSE Board Exam 2022: બોર્ડ પરીક્ષા શરુ થતા પહેલા આન્સર કોપી લખવાની પ્રેક્ટિસ કરો

CBSE Board Exam 2022, CBSE Term 2 Exam: CBSE બોર્ડના 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ આ દિવસોમાં પરીક્ષાની તૈયારીઓ કરવામાં લાગી ગયા છે. આ દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો અહીં જણાવવામાં આવી છે.

    CBSE Board Exam 2022, CBSE Term 2 Exam: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે સીબીએસઇ (Central Board of Secondary Education Board)ની ટર્મ 2 પરીક્ષાઓ શરુ થવામાં હવે વધુ સમય નથી બચ્યો. એવામાં CBSE બોર્ડના 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ આ દિવસોમાં પરીક્ષાની તૈયારીઓ કરવામાં લાગી ગયા છે. સીબીએસઇ ટર્મ 2 પરીક્ષા (CBSE Term 2 Exam) 26 એપ્રિલ 2022થી શરુ થઈ જશે. ટૂંક સમયમાં જ એડમિટ કાર્ડ (CBSE Board Admit Card) પણ જાહેર થઈ જશે.

    સીબીએસઇ બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 2 ટર્મમાં થઈ રહી છે (CBSE Board 10th 12th Exam). ટર્મ 1ની એક્ઝામ ડિસેમ્બર 2021માં લેવામાં આવી હતી, જેના રિઝલ્ટ સ્કૂલોમાં મોકલવામાં આવ્યા હતા. સીબીએસઇ ટર્મ 2 પરીક્ષા પૂરી થઈ ગયા બાદ બંને પરીક્ષાઓનું કમ્બાઇન્ડ રિઝલ્ટ તૈયાર કરીને વિદ્યાર્થીઓ માટે ઓફિશિયલ વેબસાઇટ cbse.nic.in પર અપલોડ કરવામાં આવશે (CBSE Board Results 2022).

    આ પણ વાંચો: આઈસીએસઈ-આઈએસસી સેમેસ્ટર-2ના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વની સૂચનાઓ, અડધો કલાક પહેલાં પહોંચવું પડશે કેન્દ્ર પર

    પરીક્ષા પહેલા કરી લો રાઇટિંગ પ્રેક્ટિસ (CBSE Board Exam Tips)

    બોર્ડ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે પહેલાંથી જ રાઇટિંગ પ્રેક્ટિસ કરવી જરૂરી છે. પરીક્ષકો માટે એ આન્સર કોપી ચેક કરવી વધુ સરળ હોય છે જેમાં સારું લખાણ, યોગ્ય માર્જિન અને જરૂરી ડાયાગ્રામ કે ગ્રાફ બનેલો હોય (How to write CBSE Paper).

    ફુલ માર્ક્સ અપાવશે આ સબ્જેક્ટ

    CBSE બોર્ડની 10મી અને 12મીની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓએ ફિઝીક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, કોમર્સ, કમ્પ્યુટર જેવા અન્ય ઘણા વિષયો પર તેમની પકડ મજબૂત કરી લેવી જોઈએ. આમાં વારંવાર ટુ-ધ-પોઇન્ટ જવાબો આપવાના હોય છે, જેમાં ભૂલ થવાની શક્યતા ઓછી હોય છે. જો તમે ફોર્મ્યુલા વગેરે સારી રીતે સમજી લો તો તમે આ વિષયોમાં સંપૂર્ણ 100 માર્ક્સ પણ મેળવી શકો છો.

    આ પણ વાંચો: EXIM બેંકમાં ઓફિસરની 30 જગ્યા માટે ભરતી, અહીંથી સીધા કરો અરજી

    સમજો 15 મિનિટનો ખેલ

    પરીક્ષા શરુ થાય તે પહેલા સ્ટુડન્ટ્સને 15 મિનિટનો રીડિંગ ટાઈમ આપવામાં આવે છે. આ દરમિયાન પ્રશ્નપત્રને બહુ ધ્યાનથી વાંચો. ફક્ત એટલું જ નહીં, પોતાનું એક્ઝામ રાઇટિંગ શેડ્યુલ એ રીતે સેટ કરો કે છેલ્લે પણ 15 મિનિટ રિવિઝન માટે બચાવી શકો.

    ધ્યાનથી પસંદ કરો પોતાના સવાલ

    જો એક્ઝામ પેપરના કોઈ ભાગમાં તમને સવાલ સિલેક્ટ કરવાનો ઓપ્શન આપવામાં આવે છે બહુ સમજી-વિચારીને નિર્ણય લો. કોઈ પણ એવો સવાલ પસંદ ન કરો, જેમાં તમારો ટાઇમ વેસ્ટ થઈ જાય અને પછી તમે તેને યોગ્ય રીતે અટેમ્પ્ટ પણ ન કરી શકો.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Career and Jobs, CBSE, CBSE 10th, CBSE 12th, Cbse board, CBSE News, Exam Fever 2022

    આગામી સમાચાર