વિજ્ઞાન પ્રવાહ માથી ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થી એન્જીનિયરીંગ (Engineering) ક્ષેત્રે એડમિશન (Admission) મેળવવા માટે લાયકાત ધરાવે છે. આ એડમિશનની પૂરી પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન હોય છે.
અમદાવાદ: ધોરણ 12 માં ગ્રુપ A માં પરિક્ષા (Exam) પાસ કરી સારા નંબરે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થી એન્જીનિયરીંગ (Engineering) ક્ષેત્રે એડમિશન (Admission) મેળવવા માટે લાયકાત ધરાવે છે. આ એડમિશનની પૂરી પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન હોય છે. જેમાં વિદ્યાર્થીઓને ACPC સેન્ટર દ્વારા કોલેજની ચોઈસ ફિલિંગ (Choice Filling) કરવામાં સહાયરૂપ થાય છે.
ACPC દ્વારા હાથ ધરવામાં આવતી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં ત્રણ તબક્કાઓનો સમાવેશ થાય છે.
1. www.gujacpc.nic.in પર પ્રવેશ કાર્યક્રમની જાહેરાત તથા ઓનલાઈન રજીસ્ટ્રેશન.
2. મેરિટ લિસ્ટની તૈયારી અને પ્રસિદ્ધિ તથા ઓનલાઈન ચોઈસ ફિલિંગ.
સમગ્ર પ્રવેશ પ્રક્રિયા માટે ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ નવીનતમ જાહેરાતો અને પ્રવૃત્તિઓ માટે પોતાને અપડેટ કરતી નીચેની વેબસાઇટ્સની (Websites) નિયમિતપણે એટલે કે દિવસમાં ઓછામાં ઓછી એક વાર મુલાકાત લે.
પ્રવેશ પ્રક્રિયા માટે સમિતિની વેબસાઈટ અને તેની કાર્યવાહી નીચે મુજબ છે :
સૌ પ્રથમ સમિતિની વેબસાઈટ www.jacpcldce.ac.in પર જઈને વિદ્યાર્થીએ તમામ પ્રકારની જાહેરાતો, સંસ્થાઓ અને તેમના અભ્યાસક્રમોની સૂચિ, સહાય કેન્દ્રો અને નિયુક્ત બેંક શાખાઓની સૂચિ, કટ ઓફ માર્ક્સ, સંયુક્ત મેરિટ સૂચિ અને ફાળવણી પરિણામના વિશ્લેષણ વગેરે જેવી માહિતી (Information) મેળવી લેવી જોઈએ.ત્યારબાદ સમિતિની વેબસાઈટ www.gujacpc.nic.in પરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન, ચોઇસ ફિલિંગ, બેઠકની ફાળવણી અને ખાતરીનું પરિણામ વગેરે જેવી પ્રવેશ પ્રક્રિયા દાખલ કરી શકાય છે.
ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે શું કરશો ?
1 ) અગ્રણી દૈનિક વર્તમાન સમાચાર પત્રોમાં પ્રવેશ અંગે જાહેરાતની માહિતી મેળવી લો.
4 ) રજીસ્ટ્રેશન દરમ્યાન સંબંધિત જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા.
5 ) ઓનલાઈન રજીસ્ટ્રેશનની ફી ભરવી.
6 ) રજીસ્ટ્રેશન કન્ફર્મ કરવું.
મેરિટ ડિક્લેરેશન, ચોઈસ ફિલિંગ અને એડમિશન કન્ફર્મેશન માટેની પ્રક્રિયા
1) રજીસ્ટ્રેશન (Registration) પ્રક્રિયા પછી ACPC તમામ પાત્રતા ધરાવતા ઉમેદવારોની મેરિટ યાદી જાહેર કરશે. ઉમેદવારોને (Candidates) પોતાના રજીસ્ટ્રેશન વિગતોમાં દર્શાવ્યા મુજબ મેરિટ નંબર અને કેટેગરી ચકાસવાની જરૂર છે.
2) મેરીટ (Merit) જાહેર કર્યા પછી પસંદગી ભરવાની પ્રક્રિયા ઓનલાઈન (Online) શરૂ કરવામાં આવશે. પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે ઉમેદવારોને મહત્તમ સંખ્યામાં ઉપલબ્ધ પસંદગીઓ ભરવાની સલાહ આપવામાં આવે છે.
3 ) પસંદગીનો પ્રથમ રાઉન્ડ મોક રાઉન્ડ (Mock Round) હશે. આપેલ વિશ્લેષણના આધારે ઉમેદવારે તેમની પસંદગીઓમાં ફેરફાર કરી શકે છે અથવા જો પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ સુરક્ષિત કરવામાં સક્ષમ ન હોય તો વધુ પસંદગીઓ ઉમેરી શકે છે.
4) પ્રથમ રાઉન્ડ માટે પસંદગી ભર્યા પછી ACPC ઉમેદવાર દ્વારા આપવામાં આવેલ મેરિટ અને પસંદગીના આધારે પ્રવેશ ફાળવશે.
5) જો ઉમેદવાર પ્રવેશ કન્ફર્મ કરવા ઈચ્છે છે. તો તેણે ઓનલાઈન (Online) પેમેન્ટ દ્વારા ટોકન ફી (Token Fee) ભરવાની રહેશે.
6) ફાળવેલ પ્રવેશની પુષ્ટિ કરવા માટે ટોકન ફી ભર્યા પછી ઓનલાઇન પ્રવેશ રજીસ્ટ્રેશન સ્લીપ (Sleep) મેળવવી ફરજિયાત છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર