Home /News /career /Career Tips : ધોરણ 12 પછી આ રીતે પસંદ કરો કરિયર, આ બાબતોનુ રાખો ખાસ ધ્યાન
Career Tips : ધોરણ 12 પછી આ રીતે પસંદ કરો કરિયર, આ બાબતોનુ રાખો ખાસ ધ્યાન
આ રીતે કરો કરિયરની પસંદગી
કોઈપણ કરિયર પસંદ કરતા પહેલા સૌથી અગત્યની વસ્તુ છે, પોતાનું આકલન કરી તમારી સ્કિલ અને ઈન્ટરેસ્ટ વિશે માહિતી મેળવવી. તમને શું કરવામાં મજા આવે છે અને શું કરવાનો કંટાળો તે બાબતમાં સ્પષ્ટતા મેળવવી ખૂબ અગત્યની છે
Career Options : ધોરણ 12માં પાસ થયા બાદ વિદ્યાર્થીઓના મનમાં ભવિષ્યને લઈને અનેક સવાલો ઉઠતા હોય છે. એક સારો કરિયર વિકલ્પ સારા ભવિષ્ય માટે એક પગથિયાં સમાન છે. આખરે સારા પ્રદર્શનની દોડ અને બોર્ડની પરીક્ષામાં સારો સ્કોર કરવા માટે વિદ્યાર્થીઓ જે મહેનત કરે છે, તેનું અસલી ફળ ત્યારે જ મળે છે, જ્યારે તે યોગ્ય કરિયર પાથ પસંદ કરે, પરંતુ તે કેવી રીતે કરવું તે એક મોટો પ્રશ્ન બની જાય છે. જો કે એન્જીનિયરિંગ અને મેડિકલમાં આગળ વધવા માંગતા વિદ્યાર્થીઓ માટે JEE Main અને NEET-UG નિશ્ચિત પસંદગી છે. જો કે આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ કરિયર ઓપ્શનને લઈ મુંઝવણમાં રહેતા હોય છે. આજે અમે તમને કેટલીક મહત્વની ટિપ્સ જણાવી રહ્યા છીએ, જે તમને વધુ સારા કરિયર ઓપ્શન પસંદ કરવામાં મદદ કરી શકે છે.
તમારી સ્કિલ અને ઈન્ટરેસ્ટ ઓખળો
કોઈપણ કરિયર પસંદ કરતા પહેલા સૌથી અગત્યની વસ્તુ છે, પોતાનું આકલન કરી તમારી સ્કિલ અને ઈન્ટરેસ્ટ વિશે માહિતી મેળવવી. તમને શું કરવામાં મજા આવે છે અને શું કરવાનો કંટાળો તે બાબતમાં સ્પષ્ટતા મેળવવી ખૂબ અગત્યની છે. જો તમે તમારી જાતે આવું નથી કરી શકતા, તો તેની માટે કરિયર અસેસમેન્ટ ટેસ્ટ પણ ઉપલબ્ધ છે. આનાથી તમે તમારી સ્ટ્રેન્થ અને વિકનેસ વિશે જાણી શકશો. તમારી સ્કિલ અને ઈનટ્રેસ્ટથી માહિતગાર રહીને તમે સારો કરિયર ઓપ્શન પસંદ કરી શકો છો. તમારી સ્ટ્રેન્થ પ્રમાણે તમે વ્યવસાયને પસંદ કરી શકો છો.
જો તમને એન્જીનીયર, ડોક્ટર અથવા બિઝનેસ પ્રોફેશનલ જેવી પરંપરાગત કારકિર્દીમાં રસ હોય, તો તેમાં જ આગળ વધો. પણ જો તમે કંઈક અલગ કરવા માંગો છો અને સંગીત કે કળામાં કરિયર બનાવવા માંગો છો અથવા એક્ટર બનવા માંગો છો, તો તમારે તમારી ક્રિએટિવીટીને અનુરૂપ માર્ગ પસંદ કરો અથવા તો તમે એવું સ્ટ્રીમ પસંદ કરો, જ્યાં તમે આ બધું કરી શકો.
કરિયર ઓપ્શન વિશે રિસર્ચ કરો
એકવાર તમારી સ્કિલ અને ઈન્ટ્રેસ્ટ વિશે ખાતરી કર્યા બાદ વિવિધ કરિયર ઓપ્શન જુઓ જે તમને ગમે. તેમાં નોકરીની જવાબદારીઓ, ડિસ્ક્રિપ્શન અને જરૂરી શૈક્ષણિક લાયકાત વિશે જાણકારી મેળવો. તેના અનુભવો વિશે વધુ જાણવા માટે તમે તેમાં સંકળાયેલી કોઈ વ્યક્તિ સાથે વાત પણ કરી શકો છો. તમને રસ હોય તેવુ કરિયર પસંદ કરવું શ્રેષ્ઠ છે, પરંતુ તમારે તેમાં ભવિષ્યની તકો પણ ધ્યાનમાં લેવી જરૂરી છે. સૌથી મહત્વપૂર્ણ પ્રશ્નો પૈકી એક કોર્સ પછી કરિયરની કઈ તકો ઉપલબ્ધ છે? ’જેનો તમારે જવાબ આપવાનો પ્રયાસ કરવો જોઈએ. આ ક્ષેત્રમાં વધુ સંશોધન માટેની તકો પણ શોધો.
કરિયર ઓપ્શન પસંદ કરતી વખતે જોબ માર્કેટને ધ્યાનમાં લેવું જરૂરી છે. એવા ક્ષેત્રમાં કરિયર બનાવવાનું પસંદ કરો કે જ્યાં પ્રોફેશનલ્સની વધુ માંગ હોય અને એડવાન્સમેન્ટ માટે જગ્યા હોય. કરિયર સાથે જોડાયેલી સંભવિત કમાણી અથવા અને પ્રગતિ માટે તમે સેલેરી રેન્જ અને જોબ આઉટલુકની તપાસ કરો.
આવક
હાઈસ્કૂલના અભ્યાસ પછી કરિયર પસંદ કરતી વખતે જો કોઈ બાબત સૌથી વધારે ધ્યાનમાં લેવાતી હોય તો તે છે તેની આવક. આવક એ કરિયર ઓપ્શન પસંદ કરવામાં અતિ મહત્વનું પગલું છે.
પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ કરો
તમે જે ફિલ્ડમાં આગળ વધવા માંગો છો, તેમાં ખરેખર કેવો અનુભવ થાય છે, તે પ્રેક્ટિકલી જુઓ. આવું કરવા માટે તમે ઇન્ટર્નશીપ, જોબ શેડોઇંગ અને વોલેન્ટિયર તરીકે ત્યાં કામ કરી શકો છો. આવું કરવાથી તમે ત્યાં કામ કરવા દરમિયાન વાતાવરણ, શું કામ કરવું વગેરે જેવી બાબતોની સરળતાથી સમજણ મેળવી શકો છો. આ સાથે તમે લોકોના સંપર્કમાં આવશો, જે નિષ્ણાંતોનું નેટવર્ક બનાવવામાં મદદ કરી શકે છે. આ લોકો તમને કરિયરમાં આગળ વધારવા તમને માર્ગદર્શન અને સમર્થન આપશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર