Home /News /career /માત્ર 16 વર્ષની ઉંમરે જ ફૂટબોલમાં બનાવ્યું હતું સફળ કરિયર, જાણો રોનાલ્ડોના શિક્ષણ અને પરીવાર વિશે
માત્ર 16 વર્ષની ઉંમરે જ ફૂટબોલમાં બનાવ્યું હતું સફળ કરિયર, જાણો રોનાલ્ડોના શિક્ષણ અને પરીવાર વિશે
Cristiano Ronaldo
વિશ્વનો સૌથી પ્રખ્યાત ફૂટબોલર (World’s Famous Footballer) બની ગયો છે, પરંતુ આ સ્થાન પર પહોંચવા માટે તે પોતાના જીવનમાં ઘણા સંઘર્ષમાંથી પસાર થયો છે. તો ચાલો તેની શૈક્ષણિક લાયકાત અને વિશ્વના જાણીતા ફૂટબોલ ખેલાડી (Ronaldo’s Education & Career) બનવાની તેની સફર પર નજર કરીએ.
રમતજગતમાં ક્રિસ્ટીયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo)ને કોણ નથી ઓળખતું. ફૂટબોલ (Football) રમતનો પર્યાય કહેવાતા રોનાલ્ડોએ માન્ચેસ્ટર યુનાઇટેડ સાથે છેડો ફાડવાનો (Ronaldo has decided to part ways with Manchester United) નિર્ણય લીધો છે. બંને પાર્ટીએ તાત્કાલિક અસરથી પરસ્પર કરાર દ્વારા તેમની પાર્ટનરશિપને પૂર્ણ કરી દીધી છે.
ગયા વર્ષે ઓલ્ડ ટ્રેફોર્ડ (old Trafford )માં કમબેક કરનારા રોનાલ્ડોએ સિઝનની મુશ્કેલ શરૂઆત કરી હતી. મેનેજર એરિક ટેન હેગ સાથેની તેની તકરાર (tussle with manager Erik Ten Hag) ટોક ઓફ ધ ટાઉન બની હતી. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ખૂબ જ ઓછા સમયમાં વિશ્વનો સૌથી પ્રખ્યાત ફૂટબોલર (World’s Famous Footballer) બની ગયો છે.
પરંતુ આ સ્થાન પર પહોંચવા માટે તે પોતાના જીવનમાં ઘણા સંઘર્ષમાંથી પસાર થયો છે. તો ચાલો તેની શૈક્ષણિક લાયકાત અને વિશ્વના જાણીતા ફૂટબોલ ખેલાડી (Ronaldo’s Education & Career) બનવાની તેની સફર પર નજર કરીએ.
સામાન્ય પરીવારમાં જન્મ્યો હતો રોનાલ્ડો
ક્રિસ્ટીયાનો રોનાલ્ડોનો જન્મ 5 ફેબુ્રઆરી1985ના રોજ પોર્ટુગલમાં ટાઉનશીપમાં બાગાયતી તરીકે ફરજ બજાવતા જોસ ડિનિસ એવેઇરોને ત્યાં થયો હતો. તેની માતાનું નામ ઈવા મારિયા ડોસ સેન્ટોસ હતું અને તે અન્ય લોકોને ત્યાં ઘરે રસોઈ બનાવવાનું કામ કરતી હતી. રોનાલ્ડોનો જન્મ ઓછી આવક ધરાવતા સામાન્ય પરિવારમાં થયો હતો. તેને એક ભાઈ અને બે બહેનો છે.
રોનાલ્ડોની એજ્યુકેશન ક્વોલિફીકેશન
ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ ઉચ્ચ શિક્ષણ નથી મેળવ્યુ. રોનાલ્ડો 14 વર્ષનો હતો ત્યારે તેણે પોતાની સ્કૂલના ઈન્સ્ટ્રક્ટર પર ખુરશી ફેંકી હોવાનો દાવો કરવામાં આવે છે, જેના કારણે તેને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. રોનાલ્ડોને બાળપણથી જ ફૂટબોલ પ્રત્યે ભારે લગાવ હતો અને તે તેમાં જ કરિયર બનાવવા માંગતો હતો. તેથી તેણે ચાલુ અભ્યાસે જ શાળા છોડી દીધી હતી. રોનાલ્ડોના પરિવારે પણ શાળા છોડી દેવાના તેના નિર્ણયને સહકાર આપ્યો હતો.
ફૂટબોલ કરિયર
દસ વર્ષની ઉંમર સુધીમાં ક્રિસ્ટિયાનો સ્થાનિક ફૂટબોલ સેલિબ્રિટી બની ગયો હતો. છ વર્ષ કરતાં પણ ઓછા સમય બાદ 16 વર્ષની ઉંમરે માન્ચેસ્ટર યુનાઇટેડ દ્વારા તેને કુલ 12 મિલિયન પાઉન્ડના કરાર માટે પસંદ કરવામાં આવ્યો હતો.
આ ફૂટબોલર ફિફા વર્લ્ડ પ્લેયર ઓફ ધ યર, બેલોન ડી'ઓર અને પ્રખ્યાત ગોલ્ડન બૂટ જીત્યો હતો. ક્રિસ્ટીયાનો રોનાલ્ડો તેના સમગ્ર કરિયર દરમિયાન વિવિધ ટીમો તરફથી રમી ચૂક્યો છે, જેમાં માન્ચેસ્ટર યુનાઇટેડ, સ્પોર્ટિંગ એફસી, રિયલ મેડ્રિડ અને યુવેન્ટસનો સમાવેશ થાય છે.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર