Home /News /career /Career Options : ધોરણ 12 પછી આ 5 કરિયર ઓપ્શન બની શકે છે બેસ્ટ ચોઇસ, મળશે આકર્ષક પગાર
Career Options : ધોરણ 12 પછી આ 5 કરિયર ઓપ્શન બની શકે છે બેસ્ટ ચોઇસ, મળશે આકર્ષક પગાર
આ કરિયર ઓપ્શન્સ તમને અપાવશે લાખોનો પગાર
ઈમેજ કન્સલ્ટન્ટ એ એક પ્રોફેશન હોય છે, જે લોકો અને કંપનીઓના દેખાવ, વર્તણૂક અને વાતચીત જેવી ઈમેજ અને તેના એલિમેન્ટ્સને મેનેજ કરે છે. તેના માટે તમે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઇએ. ત્યારબાદ ઈમેજ મેનેજમેન્ટમાં કમ્યુનિકેશન અને સર્ટિફિકેશનનો કોર્સ કરવાનો રહે છે.
ઈન્ટરનેટના વધી રહેલા ઉપયોગ અને નવી ટેક્નોલોજી સતત આવિષ્કાર વચ્ચે એજ્યુકેશન સિસ્ટમમાં ઘણા ફેરફારો આવ્યા છે, જે વિદ્યાર્થીઓને કરિયર સંબંધિત જાણકારી આપે છે. એક સમય હતો જ્યારે એન્જીનિયર્સ અને ડોક્ટર્સ પાસે અમુક જ કરિયર ઓપ્શન રહેલા હતા. આજે તમારી પાર્ટ ટાઇમ જોબ પણ ફુલ ટાઇમ બની શકે છે. અહીં અમે તમને અમુક એવા જ કરિયર ઓપ્શન વિશે જણાવવા જઇ રહ્યા છીએ.
ઈમેજ કન્સલ્ટન્ટ
ઈમેજ કન્સલ્ટન્ટ એ એક પ્રોફેશન હોય છે, જે લોકો અને કંપનીઓના દેખાવ, વર્તણૂક અને વાતચીત જેવી ઈમેજ અને તેના એલિમેન્ટ્સને મેનેજ કરે છે. તેના માટે તમે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઇએ. ત્યારબાદ ઈમેજ મેનેજમેન્ટમાં કમ્યુનિકેશન અને સર્ટિફિકેશનનો કોર્સ કરવાનો રહે છે. ત્યારબાદ તમે બ્લોગર, બ્યૂટી પેજન્ટ અને ઈવેન્ટ સ્ટાઇલિસ્ટ, જ્વેલરી અને એસેસરી સ્ટાઈલિસ્ટ, બ્રાઇડલ અને વેડિંગ સ્ટાઈલિસ્ટ જેવા અનેક ફિલ્ડમાં જઇ શકે છો. જેમાં તમે શરૂઆતમાં માસિક રૂ. 10000થી રૂ. 15000 કમાઇ શકો છો.
અહીં કરી શકો છો કોર્સ
- ઈમેજ કન્સલ્ટિંગ બિઝનેસ ઇન્સ્ટિટ્યૂટ- નવી દિલ્હી
- ઈન્ડિયન સ્કૂલ ઓફ ઇમેજ મેનેજમેન્ટ – મુંબઈ
- પર્લ એકેડેમી- નવી દિલ્હી
- ઈન્ટરનેશનલ ઇમેજ કન્સલ્ટિંગ ઇન્સ્ટીટ્યૂટ – નવી દિલ્હી
ડૂડલિંગ એ માહિતીને ગ્રાફિકલી રીતે પ્રસ્તુત કરવા માટે એક ઉત્તમ વિકલ્પ છે. આ પ્રોફેશનમાં તમારી ક્રિએટીવિટી ખૂબ મહત્વની છે. ડૂડલ આર્ટિસ્ટ બનવા માટે ધોરણ 12 પછી તમે બીએફએ, બેચલર ઇન વિઝ્યુઅલ કોમ્યુનિકેશ અથવા બેચલર્સ ઇન કોમ્યુનિકેશન ડિઝાઈન કોર્સ કરી શકો છો. આ પ્રોફેશનમાં લઘુતમ પગાર રૂ. 2.8 લાખથી રૂ. 15-20 લાખ સુધી હોઇ શકે છે.
ક્યાં કરી શકો છો આ કોર્સ
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ એન્ડ ડિઝાઇન
પર્લ એકેડેમી
નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ફાઇન આર્ટ્સ
ટી ટેસ્ટર્સ
ટી ટેસ્ટર્સનું કામ સ્કેલ પહેલાં ચાને ચાખીને અને બ્લેંડિંગના વિકલ્પો શોધીને ચાની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવાનું છે. તેના માટે તમને ચાના સ્વાદની ખરી સમજ હોવી જરૂરી છે. ટી ટેસ્ટરનો પગાર માસિક રૂ. 3 લાખથી રૂ. 6 લાખ સુધી હોઈ શકે છે.
કોર્સ અને ઇન્સ્ટીટ્યૂટ્સ
તમે ટૂંકા ગાળાના સર્ટિફિકેટ કોર્સ અથવા ધોરણ 12 સાયન્સ બાદ બેચલર ઈન બોટની, હોર્ટિકલ્ચર, એગ્રીકલ્ચર સાયન્સ અને ફૂડ સાયન્સ કરી શકો છો.
આસામ એગ્રીકલ્ચર યુનિવર્સિટી
ડિપ્રાસ ઇન્સ્ટીટ્યૂટ ઓફ પ્રોફેશનલ સ્ટડી, કોલકાતા
દાર્જીલિંગ ટી રીસર્ચ એન્ડ મેનેજમેન્ટ એસોસિએશન, દાર્જીલિંગ
યુનિવર્સિટી ઓફ નોર્થ બેંગાલ, દાર્જીલિંગ
બિરલા ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ ફ્યૂચરીસ્ટીક સ્ટડીઝ, કોલકાતા
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાન્ટેશન મેનેજમેન્ટ, બેંગલોર
વેડિંગ પ્લાનરની જોબ પણ આજકાલ ખૂબ ડિમાન્ડમાં રહે છે. તેના માટે એસ્થેટિક્સનું જ્ઞાન, સારી મેનેજમેન્ટ સ્કિલ અને ક્રિએટીવિટી હોવી જરૂરી છે.
કોર્સ અને ઇન્સ્ટિટ્યૂટ્સ
ઇવેન્ટ મેનેજમેન્ટ અથવા હોસ્પિટાલિટી અને ટૂરિઝમ મેનેજમેન્ટમાં બેચલર ડિગ્રી એ વેડિંગ પ્લાનરમાં તમારી કારકિર્દી માટે યોગ્ય કોર્સિસ છે.
પર્લ એકેડેમી, દિલ્હી અને નોઇડા
તૃતિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇવેન્ટ મેનેજમેન્ટ, નવી દિલ્હી
વેડિંગ મેનેજમેન્ટ ઇન્સ્ટીટ્યૂટ, નવી દિલ્હી
ફૂડ સ્ટાઇલિસ્ટ
ફોટોગ્રાફ્સ ઉપરાંત ગાર્નિશિંગ, ડ્રેસિંગ અને પ્રેઝન્ટેશન સ્કિલ્સ દ્વારા ફૂડ સ્ટાઈલિસ્ટ પણ ફૂડને આકર્ષક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ફૂડ સ્ટાઇલિસ્ટ બનવા માટે તમારે હોટેલ મેનેજમેન્ટ, ક્યુલિનરી મેનેજમેન્ટ અને ફૂડ સર્વિસ મેનેજમેન્ટમાંથી કોઇ પણ કોર્સ કરવો જોઇએ. ફૂડ સ્ટાઇલિસ્ટ તરીકે તમને માસિક રૂ. 16,000 પગાર મળી શકે છે.
ઈન્સ્ટીટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ, કેટરિંગ એન્ડ ન્યૂટ્રીશન – નવી દિલ્હી
એમીટી યુનિવર્સિટી – નવી દિલ્હી
ગલગોટિયાઝ યુનિવર્સિટી- નોઇડા
યુઇઆઇ ગ્લોબલ – નવી દિલ્હી
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર