Home /News /career /કેન્દ્રિય વિદ્યાલયો માં શિક્ષકો, પ્રિન્સિપાલ સહિત આની પદો પર 4000થી વધુ ભરતી, જાણો અહી

કેન્દ્રિય વિદ્યાલયો માં શિક્ષકો, પ્રિન્સિપાલ સહિત આની પદો પર 4000થી વધુ ભરતી, જાણો અહી

કેન્દ્રિય વિદ્યાલયો માં શિક્ષકો, પ્રિન્સિપાલ સહિત આની પદો પર 4000થી વધુ ભરતી

KVS Recruitment 2022: કેન્દ્રીય વિદ્યાલયોમાં શૈક્ષણિક અને અધિકારીની જગ્યાઓ પર ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારોએ શક્ય તેટલી વહેલી તકે આ જગ્યાઓ માટે અરજી સબમિટ કરવી જોઈએ. કેવી રીતે અરજી કરવી તેની માહિતી નીચે શેર કરવામાં આવી છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    KVS Teacher Bharti, KVS Teacher TGT PGT PRT Headmaster Recruitment 2022: કેન્દ્રીય વિદ્યાલય સંગઠન, KVS એ PGT, TGT, આચાર્ય અને અન્ય જગ્યાઓ પર ભરતી માટે ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. આવી સ્થિતિમાં, કેન્દ્રીય વિદ્યાલયોમાં શૈક્ષણિક અને અધિકારીની જગ્યાઓ પર ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારોએ શક્ય તેટલી વહેલી તકે પોસ્ટ્સ માટે અરજી સબમિટ કરવી જોઈએ. કેવી રીતે અરજી કરવી તેની માહિતી નીચે શેર કરવામાં આવી છે.

    તમને જણાવી દઈએ કે આ પદો પર ઉમેદવારોની ભરતી (Kendriya Vidhyalay Recruitment 2022-23) મર્યાદિત વિભાગીય સ્પર્ધાત્મક પરીક્ષા, LDCE દ્વારા કરવામાં આવશે. જેનું આયોજન KVSની પ્રાદેશિક કચેરીઓના શહેરોમાં આવેલા કેન્દ્રોમાં કરવામાં આવશે.

    આ પણ વાંચો:  CBSE 10th Board Exams 2023: ગણિતમાં પુરા માર્ક્સ કઈ રીતે આવશે? જાણો મહત્વના ટોપિક્સથી લઈને પેપર લખવાની સ્ટ્રેટેજી સુધી

    પોસ્ટ્સ માટે રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી સબમિટ કરી શકે છે. અરજીની લિંક પ્રાદેશિક શાળા અથવા કાર્યાલયના અધિકારીને ઉપલબ્ધ કરાવવામાં આવશે. જણાવી દઈએ કે ભરતી દ્વારા કુલ 4014 જગ્યાઓ ભરવામાં આવી રહી છે. જેમાં આચાર્યની 278, વાઇસ પ્રિન્સિપાલની 116, ફાયનાન્સ ઓફિસરની 7, સેક્શન ઓફિસરની 22, PGT/PGTની 1200, TGTની 2154 અને હેડમાસ્ટરની 237 જગ્યાઓનો સમાવેશ થાય છે.


    શૈક્ષણિક લાયકાત


    PGT – B.Ed સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન
    TGT - B.Ed સાથે ગ્રેજ્યુએશન
    આચાર્ય - 8 વર્ષની નિયમિત સેવા સાથે B.Ed અને માસ્ટર ડિગ્રી
    આચાર્ય - 5 વર્ષની નિયમિત સેવા સાથે BEd PGT
    સેક્શન ઓફિસર - 4 વર્ષની નિયમિત સેવા સાથે સ્નાતક
    ફાયનાન્સ ઓફિસર - ચાર વર્ષની નિયમિત સેવા
    મુખ્ય શિક્ષક - 5 વર્ષના અનુભવ સાથે PRT
    આ સિવાય ઉમેદવારોને ભરતી સંબંધિત વધુ વિગતો માટે આ લિંકની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.

    આ પણ વાંચો:  NEET 2023ની માર્ચમાં જાહેર થશે નોટિફિકેશન, મે મહિનામાં મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ યોજાવાની શક્યતા

    અન્ય બીજી ભરતીઓની માહિતી


    ધોરણ 10 પાસ માટે બમ્પર સકારી ભરતી, 1600 થી વધુ ખાલી જગ્યાઓ માટે 5મી નવેમ્બરથી અરજી શરૂ

    IB Recruitment 2022: IB એ સુરક્ષા સહાયક અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની ખાલી જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે. જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 5 નવેમ્બરથી શરૂ થશે તો તમામ વિગતો જાણવા માટે આ લિંક પર ક્લિક કરો

    Published by:Rahul Vegda
    First published:

    Tags: Jobs and Career

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन