Home /News /career /કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની 105 પોસ્ટ માટે આવી ભરતી, આ રીતે કરો અરજી

કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની 105 પોસ્ટ માટે આવી ભરતી, આ રીતે કરો અરજી

કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની 105 પોસ્ટ માટે આવી ભરતી

Jobs for assistant Professor: શું તમે નવી નોકરી (Looking for Jobs)ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો? તો તમારા માટે કામના સમાચાર છે. કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ વેટરનરી સાયન્સ, ડેરી સાયન્સ અને ફિશરીઝ સાયન્સની જગ્યાઓ માટે આસિસ્ટન્ટ પ્રોફેસરની નિમણૂંક (Jobs for assistant Professor) માટે અરજીઓ મંગાવી છે.

વધુ જુઓ ...
    ગાંધીનગર: શું તમે નવી નોકરી (Looking for Jobs)ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો? તો તમારા માટે કામના સમાચાર છે. કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ વેટરનરી સાયન્સ, ડેરી સાયન્સ અને ફિશરીઝ સાયન્સની જગ્યાઓ માટે આસિસ્ટન્ટ પ્રોફેસરની નિમણૂંક (Jobs for assistant Professor) માટે અરજીઓ મંગાવી છે. કામધેનુ યુનિવર્સિટીએ (Kamdhenu University Recruitment) ખાલી પડેલી 105 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેમને નીચેના વિભાગોમાં જણાવ્યા મુજબ જરૂરી શૈક્ષણિક લાયકાત (Educational Qualification) ધરાવતા હોય તેઓ કામધેનુ યુનિવર્સિટી વોક-ઇન-ઇન્ટરવ્યૂમાં ભાગ લેવા માટે પાત્ર છે. કામધેનુ યુનિવર્સિટી વોક-ઇન-ઇન્ટરવ્યૂ 4 અને 6 ઓક્ટોબર 2022ના રોજ સવારે 9:30 વાગ્યે યોજાશે.

    આ પોસ્ટ પર કરવામાં આવશે ભરતી


    વેટરનરી આસિસ્ટન્ટ – 78 પોસ્ટ

    ડેરી સાયન્સ – 20

    ફીશરીઝ સાયન્સ – 7

    ટોટલ – 105 પોસ્ટ

    આ પણ વાંચો:  પ્રવેશ પરીક્ષા વગર સ્કિલ શીખવાની તક, IIT ગુવાહાટીએ શરૂ કર્યા ઓનલાઈન એડવાન્સ સર્ટિફિકેટ કોર્સ

    શૈક્ષણિક લાયકાત


    માન્ય યુનિવર્સિટીમાંથી સંબંધિત ફેકલ્ટીના સંબંધિત વિષયમાં માસ્ટર અથવા ડોક્ટરેટ સ્તરની ડિગ્રી હોવી જોઇએ. ઉમેદવારે યુજીસી/સીએસઆઈઆર/આઈસીએઆર/નેટ દ્વારા લેવાયેલી નેટની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત સંબંધિત વિસ્તૃત માહિતી માટે ઉમેદવાર સત્તાવાર નોટીફીકેશન તપાસી શકે છે.

    કેટલો મળશે પગાર?


    કામધેનુ યુનિવર્સિટી ભરતી 2022ની વેટરનરી સાયન્સ, ડેરી સાયન્સ અને ફિશરીઝ સાયન્સની જગ્યાઓ માટે પસંદગી પામેલા ઉમેદવારોને માસિક રૂ. 25,000 પગાર મળશે.

    વયમર્યાદા


    ભરતી માટે પુરુષ ઉમેદવારોની ઉંમર 35 વર્ષ અને મહિલા ઉમેદવારોની ઉંમર 40 વર્ષ હોવી જોઈએ.

    પસંદગી પ્રક્રિયા


    પસંદગી પ્રક્રિયા વોક-ઇન ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. ઈન્ટરવ્યૂ માટે નીચેની તારીખો રાખવામાં આવી છે.

    - વેટરનરી સાયન્સ માટે 4 ઓક્ટોબર, 2022ના રોજ કોલેજ ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એ. એચ કામધેનુ યુનિવર્સિટી, આણંદ ખાતે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

    - ડેરી સાયન્સ માટે 6 ઓક્ટોબર, 2022ના રોજ શેઠ એમ.સી કોલેજ ઓફ ડેરી સાયન્સ, કામધેનુ યુનિવર્સિટી આણંદ ખાતે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

    - ફીશરીઝ સાયન્સ માટે 6 ઓક્ટોબર, 2022ના રોજ કોલેજ ઓફ ફીશરીઝ સાયન્સ, કામધેનુ યુનિવર્સિટી, વેરાવળ ખાતે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

    આ પણ વાંચો:  Bank Recruitment 2022: ગ્રેજયુટ માટે બેન્કમાં નોકરી કરવાનો ગોલ્ડન ચાંસ, 19 ઓક્ટોબર સુધી કરી શકાશે અરજી

    આપને જણાવી દઇએ કે આસિસ્ટન્ટ પ્રોફેસરની નિમણૂંક 11 મહિના માટે કોન્ટ્રાક્ટ બેઝ પર કરવામાં આવશે. આ ઉપરાંત તમામ પોસ્ટ પરની નિમણૂંક કામ ચલાઉ ધોરણે કરવામાં આવી રહેલ છે. કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ કોઇ પણ કાયમી નોકરી યુનિવર્સિટી દ્વારા આપવામાં નહીં આવે. એપ્લિકેશન ફોર્મની સોફ્ટ કોપી કામધેનુ યુનિવર્સિટીની વેબસાઇટ www.kamdhenuuni.edu.in પરથી મેળવી શકાશે.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Career and Jobs

    विज्ञापन
    विज्ञापन