JVVNL Recruitment 2022 : જયપુર વિદ્યુત વિતરન નિગમ લિમિટેડ (JVVNL)એ તેની ત્રણેય વીજ વિતરણ કંપનીઓ - JVVNL, AVNNL અને jd VVNLમાં ટેકનિકલ હેલ્પર-3ના પદ (Technical Helper Post) પર નિમણૂંક માટે ઓનલાઇન અરજીઓ (JVVNL Recruitment 2022 Online Application) મંગાવી છે. રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 9 ફેબ્રુઆરી, 2022થી 28 ફેબ્રુઆરી, 2022 સુધી સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી (Apply) કરી શકે છે.
સંબંધિત કંપનીમાં કોઇ કારણોસર ખાલી જગ્યાઓની જરૂરિયાત અને ઉપલબ્ધતાના આધારે ખાલી જગ્યાઓની સંખ્યામાં વધારો કે ઘટાડો થઇ શકે છે. એસસી/ એસટી/ બીસી/ એમબીસી/ ઈડબલ્યુએસ/ સહરિયા/ ટીએસપી/ ઉત્કૃષ્ટ સ્પોર્ટસ પર્સન્સ માટે અનામત. ભૂતપૂર્વ સર્વિસમેન અને બેન્ચમાર્ક ડિસેબિલિટી ધરાવતી વ્યક્તિઓની કેટેગરી નિયમો મુજબની રહેશે. અનામત વર્ગના ઉમેદવારો રાજસ્થાન રાજ્ય માટે સૂચિત કેટેગરી - એસસી, એસટી, ઇડબ્લ્યુએસ અથવા બીસી એમબીસી (નોન-ક્રીમી લેયર) તરીકે કોઈ એકમાં સામેલ હોવા જોઈએ.
કંપની
UR
SC
ST
BC
MBC
EWS
કુલ
JVVNL
370
164
124
216
51
103
1035
jd VVNL
135
59
44
77
18
37
370
કુલ
505
223
168
293
69
140
1405
JVVNL Recruitment 2022 : શૈક્ષણિક લાયકાત
ઉમેદવાર પાસે RBSE/CBSE અથવા કોઈપણ સમકક્ષ બોર્ડમાંથી માધ્યમિકની લાયકાત સાથે ITT (NCVT!SCVT)!NAC અથવા ઇલેક્ટ્રિશિયન/લાઇનમેન/એસબીએ/વાયરમેન/પાવર ઇલેક્ટ્રિશિયનના ટ્રેડમાં લાયકાત હોવી આવશ્યક છે.
નિમણૂક પામેલા ઉમેદવારોને શરૂઆતમાં બે વર્ષના સમયગાળા માટે "પ્રોબેશનર ટ્રેઇની" તરીકે નિયુક્ત કરવામાં આવશે અને પ્રોબેશન તાલીમના સમયગાળા દરમિયાન તેમને દર મહિને રૂ. 13,500/- નો નિશ્ચિત પગાર ચૂકવવામાં આવશે.
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
1215
શૈક્ષણિક લાયકાત
ઉમેદવાર પાસે RBSE/CBSE અથવા કોઈપણ સમકક્ષ બોર્ડમાંથી માધ્યમિકની લાયકાત સાથે ITT (NCVT!SCVT)!NAC અથવા ઇલેક્ટ્રિશિયન/લાઇનમેન/એસબીએ/વાયરમેન/પાવર ઇલેક્ટ્રિશિયનના ટ્રેડમાં લાયકાત હોવી આવશ્યક છે.
પસંદગી પ્રક્રિયા
સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા
અરજી ફી
જનરલ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી (જો પારિવારીક વાર્ષિક આવક 2.50 લાખ કે તેથી વધુ હોય) - રૂ. 1200
ટેકનિકલ હેલ્પર-આઇટીટીની પોસ્ટ માટે કમ્પ્યુટર આધારિત ઓનલાઇન "સામાન્ય સ્પર્ધાત્મક પરીક્ષા" લેવામાં આવશે. પસંદગી પ્રક્રિયામાં બે તબક્કા એટલે કે પ્રીલીમિનરી અને મેઈન પરીક્ષાઓનો સમાવેશ કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર