Home /News /career /Bhavnagar Junior Clerk Recruitment: ભાવનગરમાં જુનિયર ક્લાર્કની ભરતીને લઈને મોટા સમાચાર, જાણો મોટા પગાર સહિત અરજી કરવાની સરળ રીત

Bhavnagar Junior Clerk Recruitment: ભાવનગરમાં જુનિયર ક્લાર્કની ભરતીને લઈને મોટા સમાચાર, જાણો મોટા પગાર સહિત અરજી કરવાની સરળ રીત

ભાવનગર મહાનગરપાલિકાની ભરતીની જાહેરાત

Government Job, Junior Clerk Recruitment: ભાવનગરમાં જુનિયર ક્લાર્કની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. OJAS પર આ જાહેરાતની તમામ વિગતો રજૂ કરવામાં આવી છે. અહીં ફોર્મ કઈ રીતે ભરવું તે સહિતની વિગતો સરળ ભાષામાં રજૂ કરવામાં આવી છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ 149 જગ્યાઓની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતીની જાહેરાતમાં જુનિયર ક્લાર્કના પદોની ભરતી પણ કરવામાં આવશે. ધોરણ-12 પાસ કે તેને સમકક્ષ શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવાનો આ ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે. આ સિવાય કઈ રીતે અરજી કરવી તે સહિતની વિગતો અહીં સરળ રીતે સમજો.

ભાવનગર મહાનગરપાલિકાની ખાલી પડેલી જુનિયર ક્લાર્કના પદની 36 જગ્યાઓ ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે જરુરી લાયકાત સહિત OJAS પરથી કઈ રીતે ફોર્મ ભરવું તેની વિગતો આ પ્રમાણે છે.

અરજી કરવાની અંતિમ તારીખઃ 1 ફેબ્રુઆરીએ બહાર પાડવામાં આવેલી આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારોએ 21 ફેબ્રુઆરી 2023 સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે.

શૈક્ષણિક લાયકાતઃ આ ભરતી પસંદગીમાં નિમણૂક થવા ઈચ્છતા ઉમેદવારોએ ઉચ્ચર માધ્યમિક સુધીનો એટલે કે ધોરણ-12 પાસ હોય તે જરુરી છે. અથવા તો સમકક્ષ સરકાર માન્ય શૈક્ષણિક લાયકાત ધરાવવતા હોય તે જરુરી છે. ઉમેદવાર કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોય તે પણ જરુરી છે.

પગાર ધોરણઃ પસંદ થયેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ પ્રતિમાસ રૂપિયા 19,950 નિયમ થયેલો ફિક્સ પગાર આપવામાં આવશે. જે પછી 5 વર્ષની સેવા સંતોષકારક જણાશે તેમને સાતમા પગારપંચ પ્રમાણે પે-મેટ્રિક્સ લેવલ-2 સ્કેલ રૂપિયા 19,900-63,200 નિયમિત નિમણૂક મેળવવા માટે પાત્ર થશે.

ભરતી માટેની વયમર્યાદાઃ આ ભરતીમાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારો અરજી સ્વીકારવાની અંતિમ તારીખે 33 વર્ષથી વધુ ઉંમરના ના હોવા જોઈએ. ઉંમરમાં મળનારી છૂટછાટ અંગે મૂળ જાહેરાત વાંચવી.

આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા ઈચ્છનારી વ્યક્તિ ભારતીય નાગરિક હોય તે જરુરી છે.

કઈ રીતે પરીક્ષાનું ફોર્મ ભરશો?


જુનિયર ક્લાર્કના પદ માટે ખાલી પડેલી જગ્યાઓમાં ભરતી માટે રસ ધરાવનારા ઉમેદાવોરએ https://ojas.gujarat.gov.in/ પર ક્લિક કર્યા બાદ વેબાસાઈટના હોમ પેજ પર દેખાતા Current Advertisement પર ક્લિક કરવાનું રહેશે. આ પછી Select Advertisement by Department પર જઈને BMC (Bhavnagar Municipal Corporation) પર ક્લિક કરવાથી ઉપર પ્રમાણેની તમામ જાહેરાતની વિગતો મેળવી શકાશે.

જુનિયર ક્લાર્ક સહિત કુલ 149 જગ્યાઓની વિગતો


1. આસિસ્ટન્ટ હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ એન્જીનીયર - 1
2. સેનેટરી સબ ઇન્સ્પેકટર - 10
3. જુનિયર કલાર્ક - 36
4. આસીસ્ટન્ટ પ્રોગ્રામર એન્ડ સિસ્ટમ એનાલિસ્ટ- 3
5. ફાયરમેન - 5
6. જુનીયર ક્લાર્ક કમ જુનીયર સિક્યુરિટી આસીસ્ટન્ટ - 16
7. જુનીયર ઓપરેટર - 7
8. ટેકનીકલ આસીસ્ટન્ટ (સીવીલ) - 7
9. તબીબી અધિકારી - 4
10. ગાયનેકોલોજીસ્ટ - 3
11. પીડીયાટ્રીશ્યન - 3
12. સ્ટાફ નર્સ - 7
13. ફાર્માસીસ્ટ - 3
14. લેબોરેટરી ટેકનીશ્યન - 8
15. ફિમેલ હેલ્થ વર્કર -25
16. મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર - 5
17. હેડક્લાર્ક/ઈન્સ્પેક્ટર/કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર - 2
18. હાર્ડવેર એન્ડ નેટવર્કીંગ એંજીનીયર - 1
19. સ્ટેશન ફાયર ઓફિસર - 1
20. સીનીયર ફાયરમેન - 2



ઉપરની ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માગતા ઉમેદવારો જાહેરાતના નોટિફિકેશનનો અભ્યાસ કરીને વય, શૈક્ષણિક લાયકાત, અનામતના લાભ, પગાર સહિતની જરુરી વિગતો મેળવી શકે છે.
First published:

Tags: Bhavnagar news, Career and Jobs, Government jobs, ભાવનગર

विज्ञापन