Home /News /career /Job Alert: IBMમાં આ પોસ્ટ પર બમ્પર વેકેન્સી: પગાર અને લાયકાત સહિતની તમામ વિગતો અહીં જાણો

Job Alert: IBMમાં આ પોસ્ટ પર બમ્પર વેકેન્સી: પગાર અને લાયકાત સહિતની તમામ વિગતો અહીં જાણો

ખ્યાતનામ કંપની IBM દ્વારા ભરતીની જાહેરાત ( IBM Recruitment 2021) કરવામાં આવી છે (Photo: Shutterstock)

IBM Recruitment 2021- મુંબઈ, પૂણે, દિલ્હી/ NCR, ગુડગાંવ, નોઇડા, હૈદરાબાદ, ચેન્નાઈ, કોલકાતા, બેંગ્લોર, અમદાવાદ માટે ઉમેદવારો ભરતીની જાહેરાત થઈ છે

ખ્યાતનામ કંપની IBM દ્વારા ભરતીની જાહેરાત ( IBM Recruitment 2021) કરવામાં આવી છે. કંપની દેશમાં અલગ અલગ સ્થળોએ એસોસિએટ સિસ્ટમ એન્જીનિયરિંગની પોસ્ટ માટે નવા સ્નાતકોને તક (jobs Vacancies)આપી રહી છે. કર્મચારીએ એપ્લિકેશન ડિઝાઈન કરવા, કોડ લખવા, ટેસ્ટ કરવા, ડિબગિંગ અને અલગ અલગ પ્લેટફોર્મ અને ટેકનોલોજીના સોફ્ટવેર એપ્લિકેશન મેઇન્ટેન કરવા જેવી જવાબદારીઓ નિભાવવી પડશે. આ સાથે Java, Python, Node.jsમાં પ્રોગ્રામિંગનું જ્ઞાન ધરાવતા અને સોફ્ટવેર ડેવલપમેન્ટની લાઇફ સાયકલ કોન્સેપ્ટના જાણકાર ઉમેદવારોને કંપની શોધી રહી છે.

આ સ્થળો માટે છે ભરતી

મુંબઈ, પૂણે, દિલ્હી/ NCR, ગુડગાંવ, નોઇડા, હૈદરાબાદ, ચેન્નાઈ, કોલકાતા, બેંગ્લોર, અમદાવાદ માટે ઉમેદવારો ભરતીની જાહેરાત થઈ છે.

આ ટેકનિક અને વ્યાવસાયિક કુશળતાની પડશે જરૂર

આ જોબ માટે જરૂરી પ્લેટફોર્મ પર ટેકનિક આર્કિટેક્ચરને ડીફાઇન, એનાલિસીસ અને રિવ્યૂ કરવા તેમજ આર્કિટેક્ચર ઓપશન્સ અને સૂચનો સાથેના ક્ષેત્રોમાં વિશેષ ફોકસ અને કુશળતાની જરૂર પડશે. તેમજ ઉમેદવાર આઇટી આર્કિટેક્ચર સાથે સંબંધિત એન્ટરપ્રાઇઝ ઈસ્યુનું જ્ઞાન રજૂ કરવા માટે સક્ષમ હોવો જોઈએ.

આ ટેકનિક અને વ્યાવસાયિક કુશળતાનો રખાયો છે આગ્રહ

ઉમેદવારમાં એપ્લિકેશન કમ્પોનેન્ટ્સની ડિઝાઇન, ડેવલપ અથવા રી એન્જીનિયરિંગ કરવાનો તેમજ પ્લેટફોર્મ પરના સોફ્ટવેર પેકેજો, પ્રોગ્રામ્સ અને રી યુઝબલ ઓબ્જેક્ટ ઇન્ટરગેટ કરવાની કુશળતા હોવી જરૂરી છે. તેમજ તેમની પાસે ટેકનિક કેન્સલ્ટન્ટને સપોર્ટ આપવા અને ઉકેલો સોલ્યુશન લાવવા ઉપરાંત તકનીકી માર્ગદર્શન આપવાની ક્ષમતા પણ હોવી જોઈએ.

આ પણ વાંચો - Jobs for 12th Pass: ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં ધો-12 પાસ માટે નોકરીની તક, 34 હજાર સુધી મળશે પગાર, ફટાફટ કરો અપ્લાય

ફ્રેશર માટે

આ એન્ટ્રી લેવલ કેમ્પસ હાયરિંગ પ્રોસેસ રહેશે. જેથી લાયક ઉમેદવારોએ તેમના શિક્ષણના અંતિમ વર્ષમાં હોવું જરૂરી છે અને તેઓ કંપનીમાં નોકરી શરૂ કરે તે પહેલાં ડિગ્રી મેળવે તે આવશ્યક છે. BE, MTech, MSc, CS/ IT/ Mathematics કે અન્ય સેમી IT/ સર્કિટ બ્રાન્ચમાં 6.0 CGPA MSC કર્યું હોય તેવા વિદ્યાર્થીઓ આદર્શ ઉમેદવારો ગણાશે.

IBMએ જણાવ્યું હતું કે, નોકરી માટે ઉમેદવારનું મૂલ્યાંકન કરતી વખતે તમામ વિષયો પર વિચારણા કરવામાં આવશે. જેમાં વૈકલ્પિકની શ્રેણીમાં આવતા વિષયોનો પણ સમાવેશ થાય છે

અપેક્ષિત પગાર

અત્યારે 1થી 21 વર્ષ સુધીના ઈન્ડસ્ટ્રી એક્સપિરિયન્સ માટે સરેરાશ આશરે 3.7 લાખ રૂપિયા પગાર મળે છે. Ambitionboxના અંદાજ મુજબ ફ્રેશરનો પગાર 2.2 લાખ રૂપિયાથી 7.3 લાખ રૂપિયા સુધીનો હોઈ શકે છે. જ્યારે Glassdoorsના અંદાજ મુજબ એસોસિએટ સિસ્ટમ્સ એન્જિનિયર માટે પગાર દર વર્ષે આશરે 4.25 લાખ રૂપિયા હોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, કંપનીની વેબસાઇટ અનુસાર IBM 110 વર્ષ જૂની કંપની છે. કંપની નાણાકીય સેવાઓ, આરોગ્ય સંભાળ, સરકાર, ઓટોમોટિવ, ટેલિકોમ્યુનિકેશન અને શિક્ષણ સહિત તમામ ક્ષેત્રો સાથે સંકળાયેલી છે. તાજેતરમાં ઉઠેલી ક્લાઉડ-કમ્પ્યુટિંગ માંગના પરિણામે IBMની આવકમાં વધારો થયો છે. આ સાથે ન્યૂયોર્ક ટ્રેડિંગમાં કંપનીના શેરમાં લગભગ 4.3 ટકાનો ઉછાળો આવ્યો છે.
First published:

Tags: Job, Job Alert, Job vacancy, નોકરી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો